GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

તામિલનાડુ અને દિલ્હી વચ્ચે પ્રથમ ક્રમે આવવાની રેસ લાગી : દેશમાં કોરોના વકર્યો

મોદી સરકરના સજ્જડ લોકડાઉન છતાં કોરોનાના કેસો અટકી રહ્યાં નથી. છેલ્લા ગણતરીના કલાકોમાં જ કોરોના પોઝિટીવના કેસોમાં જોરદાર વધારો થયો છે. દેશમાં લાગુ કરાયેલા લોકડાઉનની સ્થિતિ વચ્ચે દેશમાં કોરોનાનું સંકટ વધી રહ્યુ છે. દેશભરમાં કુલ 2890થી વધુ કેસ નોંધાયા છે અને કુલ 75 લોકોના મોત નિપજ્યા છે. છેલ્લા 4 જ દિવસમાં કોરોના પોઝિટીવ કેસોની સંખ્યામાં બમણો વધારો થયો છે. 30મીએ 1347 કેસો સામે આજે આ આંક 2600 પ્લસ છે. ભારતમાં કોરોના સતત વધી રહ્યો છે. દેશમાં 31મીએ 288, 01 એપ્રિલના રોજ 424 અને 02 એપ્રિલના રોજ 486 કેસો નોંધાયા છે. કોરોના હજુ ભારતમાં બીજા સ્ટેજ પર છે એટલે કે લોકલ ટ્રાન્સમિશનના સ્ટેજ પર છે. તબલિગી જમાતીઓને પગલે તામિલનાડુમાં કેસો સતત વધી રહ્યાં છે. કાલે પણ 100થી વધારે કેસો વધ્યા હતા. આજે પણ તામિલનાડુમાં 102 કેસોમાં વધારો થયો છે. દિલ્હીમાં આજે 91 કેસોમાં વધારો થયો છે. કેરળમાં 9 કેસો વધ્યાં છે. ઉત્તર પ્રદેશમાં નવા 44 કેસોમાં વધારો થયો છે. આંધ્ર પ્રદેશમાં પણ 12 નવા પોઝિટીવ કેસો આવ્યા છે. ભારતમાં આજે કેસો અટકી રહ્યાં નથી. ભારતમાં સતત કેસોમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં આજે 7 કેસો નવા બહાર આવ્યા છે. છેલ્લાં 24 કલાકમાં નવા 344 કેસો બહાર આવ્યા છે. આજે ભારતમાં પોઝિટીવ કેસોની સંખ્યા 2890એ પહોંચી ગઈ છે. દિલ્હી અને તામિલનાડુમાં કેસો વધતાં ભારતમાં સતત આંક વધતો જ જાય છે. એવું લાગે છે કે ગણતરીના કલાકોમાં જ તામિલનાડુ એ પ્રથમક્રમે પહોંચી છે. હાલમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે 423 કેસો છે. તામિલનાડુનો આંક 411એ પહોંચી ગયો છે. દિલ્હીમાં પણ આંક 384 કેસો પોઝિટીવ આવ્યા છે.

દિલ્હી

14 રાજ્યોમાં તબલિગી જમાત સાથે જોડાયેલા કેસોની સંખ્યા 647એ પહોંચી

સરકાર કમ્યુનિટીના સ્ટેજ પર પહોંચ્યો હોવાનો સાફ ઇનકાર કરી રહી છે. જો આ સ્ટેજ પર પહોંચ્યો તો અસંખ્ય કેસોમાં વધારો થવાની સંભાવના છે. દિલ્હીમાં થયેલા તબલિગી જમાતના કાર્યક્રમના કારણે દેશભરમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત ત્રીજા દિવસે વધારો થયો છે. નિઝામુદ્દ્દીનમાં ગત મહિને થયેલી જમાત કાર્યક્રમમાં ભાગ લઈ ચુકેલ 295 લોકોના ગુરુવારે કોરોના રિપોર્ટ પોઝીટીવ નોંધાયા છે. ભારતમાં 24 કલાકમાં 486 નવા કેસ નોંધાયા જેમાં 60 ટકા લોકો દર્દીઓ તબલિગી જમાતનું કનેકશન ધરાવે છે. સમગ્ર દેશમાં મહારાષ્ટ્માં સૌથી વધુ 423 કેસ છે અને મત્યુઆંક 21 છે. આ ઉપરાંત દિલ્હીમાં 293 પોઝીટીવ કેસ છે. કેરળમાં 286 પોઝીટીવ કેસ નોંધાયા છે. જ્યારે તમિલનાડુમાં કોરોના પોઝીટીવનો આંકડો 309ને પાર પહોંચ્યો છે. તામિલનાડુમાં કોરોનાનો કેર વધવાનું મુખ્ય કારણ એ તબલિધી જમાત છે. ગુજરાતમાં પણ આજે 7 કેસો બહાર આવ્યા છે. એમનું કનેક્શન પણ તબલિઘી જમાત સાથે જોડાયેલું છે. દેશના 14 રાજ્યોમાં તબલિગી જમાત સાથે જોડાયેલા કેસોની સંખ્યા 647એ પહોંચી છે.

પીએમ મોદીએ ફરી દેશવાસીઓને સંબોધ્યા 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરાના મહામારી વચ્ચે શુક્રવારે દેશવાસીઓ સાથે 11 મિનિટનો એક મેસેજ શેર કર્યો છે. તેમણે કહ્યું કે, 5 એપ્રિલે આપણે સૌએ મળીને કોરોનાને પ્રકાશની શક્તિનો અનુભવ કરાવવનો છે. રાતે ઘરની તમામ લાઈટો બંધ કરીને બાલ્કનીમાં ઊભા રહીને નવ મિનિટ સુધી દીવો, મીણબત્તી, અથવા મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલું કરજો. આ કહી તેમણે કહ્યું- તમસો મા જ્યોર્તિગમય.

અમેરિકામાં હાલમાં 6000 લોકોનાં મોત થયાં

ચીનથી શરૂ થયેલી કોરોના વાયરસની સૌથી વધારે અસર હાલમાં અમેરિકામાં જોવા મળી રહી છે. કોરોના પોઝિટીવની સંખ્યા અને મોતના આંકમાં અમેરિકાએ ચીનને પણ પાછળ છોડી દીધું છે. ભારતમાં અમેરિકી દૂતાવાસમા એક કર્મચારીનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો છે. અમેરિકામાં હાલમાં 6000 લોકોનાં મોત થયાં છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 1100 લોકો મોતને ભેટ્યા છે. વ્હાઈટ હાઉસના જાણકારોનું કહેવું છે કે આ બિમારીથી 1 લાખથી 2.40 લાખ લોકોનાં મોત થઈ શકે છે. અમેરિકાના 85 ટકા લોકો હાલમાં ઘરોમાં છે. સ્પેનમાં કોરોના વાયરસને પગલે મોતની સંખ્યા સતત વધી રહી છે. સ્પેનમાં બીજા દિવસે 900થી વધારે લોકોનાં મોત થયાં છે. સંક્રમિતોની સંખ્યા 1.12 લાખે પહોંચી ગઈ છે. જ્યાં 10,935 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. ઇટલીમાં કોરોના વાયરસને પગલે 1.15 લાખ કેસો બહાર આવ્યા છે. જ્યાં 13,000 લોકોનાં મોત થયા છે. જર્મનીમાં પણ 84 હજાર લોકોનાં મોત થયા છે. જ્યાં 1109 કેસો બહાર આવ્યા છે.

Related posts

ભારત અને ચીન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રીનું આવ્યું મોટું નિવેદન

Nilesh Jethva

અમેરિકામાં સતત છઠ્ઠા દિવસે પણ હિંસા ચાલું, અત્યાર સુધીમાં 4,100 લોકોની ધરપકડ

Nilesh Jethva

હવામાન વિભાગે ચોમાસાને લઈને કરી આગાહી, દેશમાં આ બે મહિના દરમિયાન થશે 102 ટકા વરસાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!