GSTV

Big Breaking / ભારતમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની એન્ટ્રી, અહીં નોંધાયા બે કેસ

omicron variant

Last Updated on December 2, 2021 by GSTV Web Desk

સરકારની સતત સતર્કતા છતા આખરે દેશમાં કોરોના વાયરસના નવા અને અત્યંત ઘાતક વેરીઅન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થઈ ગઈ છે. ચોંકાવનારું એ છે કે આ વેરીઅન્ટના બે સંક્રમિત કેસો કર્ણાટકમાં નોંધાયા છે.

કોરોના વાઇરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ ભારતમાં નોંધાયા છે. આફ્રિકામાંથી કર્ણાટકમાં આવેલા બે નાગરિકોમાં કોરોના વાઇરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોન મળ્યો છે. 66 અને 46 વર્ષીય વ્યક્તિઓમાં ઓમિક્રોન વેરિઅન્ટ મળ્યો છે.

તેની પુષ્ટી ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે કરી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ને ટાંકીને સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે કોરોનાનું ઓમિક્રોન વેરિઅન્ટ ડેલ્ટાની સરખામણીમાં 5 ગણુ વધુ જોખમી છે અને તે અન્યની સરખામણીમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ શકે છે.

દેશના ચર્ચિત ડોક્ટર અને મેદાન્તા હોસ્પિટલના સંસ્થાપક ડો નરેશ ત્રેહાને આ વેરિઅન્ટની ગંભીરતાને લઈ જણાવ્યું કે કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત એક વ્યક્તિ 18થી 20 લોકોને સંક્રમિત કરી શકે છે.

જ્યારે દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિને લઈ સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જાણકારી આપી છે કે દેશમાં છેલ્લા એક મહિનાથી કોરોનાના નવા કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

તેમણે જણાવ્યું કે હવે ફક્ત બે રાજ્યો મહારાષ્ટ્ર અને કેરળમાં 10 હજારથી વધુ એક્ટિવ કેસ છે, જો દેશના કુલ સંક્રમિત કેસોના 55 ટકા છે.

લવ અગ્રવાલે જણાવ્યું કે દેશમાં અંદાજે 49 ટકા વસ્તીને કોરોના રસીના બંને ડોઝ લાગી ગયા પછી જ કોરોન સંક્રમિતોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે.

સાઉથ આફ્રિકામાં એક જ દિવસમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ડબલ

સાઉથ આફ્રિકામાં દેખાયેલો કોરોનાનો નવો અને ખતરનાક મનાતો વેરિએન્ટ ઓમિક્રોનના કારણે સાઉથ આફ્રિકામાં એક જ દિવસમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ડબલ થઈ ગઈ છે. કોરાનોનો નવો વેરિએન્ટ હવે દુનિયાના અમેરિકા સહિતના 24 દેશોમાં જોવા મળી રહ્યો છે.બીજી તરફ સાઉથ આફ્રિકાએ કોરાનાના રસીકરણ માટેની ઝડપ વધારી દીધી છે. જેથી લોકોને આ વેરિએન્ટથી બચાવી શકાય .

ઓમિક્રોનના પ્રાથમિક સ્ટડી બાદ જાણકારોનું માનવું છે કે, આ વેરિએન્ટ વધારે સંક્રમિત કરવાની ક્ષમતા ધરાવે છે. દરમિયાન સાઉથ આફ્રિકામાં પહેલા દિવસે 4000 ઉપરાંત અને બીજી દિવસે 8000 કરતા વધારે કોરોનાના દર્દીઓ નોંધાયા છે. સાઉથ આફ્રિકામાં આ વેરિએન્ટના 72 ટકા કેસ એેક જ રાજ્યમાંથી સામે આવ્યા છે. સરકાર પર હવે લોકોને કોરોનાની રસી આપવાનુ દબાણ વધી રહ્યુ છે.

Read Also

Related posts

કેન્દ્રીય બજેટ / બજેટમાં બેંકોમાં મૂડી ઠાલવવા અંગે જાહેરાતની સંભાવના ઓછી, ગયા વર્ષે NPAમાં થયો ઘટાડો

GSTV Web Desk

મોટા સમાચાર/ ખુલ્લા બજારમાં મળતી થશે કોવેક્સિન અને કોવિશિલ્ડ, સરકારની એક્સપર્ટ કમિટીની ભલામણ

Pravin Makwana

UP Election 2022 : કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે યુપીમાં ચૂરણ વેચનારનો વીડિયો કર્યો શેર, જાણો શું છે સમગ્ર મામલો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!