GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

અમેરિકામાં કોરોના વાયરસ લોકડાઉન તોડવા નીકળ્યા હજારો લોકો, નર્સ બની ‘દીવાલ’

કોરોના વાયરસના મહાપ્રકોપ સામે ઝઝૂમી રહેલાં અમેરિકામાં આ મહામારીનો કહેર વધતો જઈ રહ્યો છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 40,565 લોકો કોરોનાના પ્રકોપથી માર્યા ગયા છે. અને 7,64,265 લોકો સંક્રમિત છે. મહાસંકટના આ સમયમાં લોકો માની રહ્યા નથી અને લોકડાઉન તોડીને બહાર નીકળી રહ્યા છે. અમેરિકાનાં કોલોરાડોમાં રવિવારે અમુક લોકો જ્યારે લોકડાઉન તોડીને નીકળ્યા તો સ્થાનિક નર્સની કારો તેમની સામે પથ્થરની જેમ ઉભી રહી ગઈ હતી. ત્યારે આ ઘટનાક્રમના ફોટા હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.

અમેરિકામાં કોરોના વાયરસ ફાટી નીકળવાની વચ્ચે, લોકો હવે આ રોગચાળા સામેના સૌથી મોટા હથિયાર લોકડાઉનને તોડી રહ્યા છે. રવિવારે, કોલોરાડોમાં હજારો લોકો સ્થાનિક ગવર્નરને લોકડાઉન હટાવવાની માંગ સાથે નીકળ્યા હતા તો  હેલ્થ વર્કર તેમની કારની સામે ઉભા રહી ગયા હતા. તેનાંથી બંને વચ્ચે રકઝક થઈ હતી પરંતુ નર્સો તેમની કાર સામેથી હટ્યા ન હતા.

ડેનવર શહેરમાં હજારો લોકોએ આ વિરોધ પ્રદર્શનમાં સોશિયલ ડિસ્ટન્સિંગનાં ધજાગરા ઉડાવી દીધા હતા. આ લોકોના હાથમાં પ્લેકાર્ડ હતા, જેમાં લખ્યું હતું કે, ‘તમારી હેલ્થ અમારી સ્વતંત્રતા છીનવી શકતી નથી’ અને ‘ભયથી ઉપર સ્વતંત્રતા.’ આ ભારે વિરોધ વચ્ચે હેલ્થકેર વર્કર્સનું એક ગ્રુપ પણ ત્યાં પહોંચ્યું હતું અને વિરોધ પ્રદર્શનનો વિરોધ કર્યો હતો.

હેલ્થવર્કર્સ પ્રદર્શનકારીઓથી ડર્યા નહી

માસ્ક અને હોસ્પિટલનાં કપડાં પહેરીને આ આરોગ્ય કર્મીઓએ લોકડાઉન ખોલવાનો વિરોધ કર્યો હતો. એટલું જ નહીં, આ લોકો રસ્તા પર કારની સામે શાંતિથી ઉભા હતા. આને કારણે લોકડાઉનના વિરોધીઓએ નર્સોની સાથે માથાકુટ પણ કરી હતી. લોકો હોર્ન વગાડતા રહ્યા હતા અને બૂમો પાડતા રહ્યા હતા પરંતુ આરોગ્ય કર્મચારીઓ તેમની જગ્યાએથી હટ્યા નહોતા. આ દરમિયાન હવે આ આરોગ્ય કર્મચારીઓના ફોટા સોશિયલ મીડિયા પર જોરદાર શેર કરવામાં આવી રહ્યા છે. દુનિયાભરના લોકો આ આરોગ્ય કર્મચારીઓને સમર્થન આપી રહ્યા છે.

યુ.એસ. માં ચાલી રહેલા વિરોધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ભારત સહિત 10 અન્ય દેશોમાં કોવિડ -19ની જેટલી તપાસ હાથ ધરી છે. તેનાંથી વધારે અમેરિકાએ તપાસ કરી છે. ટ્રમ્પે રવિવારે કહ્યું કે યુ.એસ. કોરોના વાયરસ રોગ સામેના તેના જંગમાં સતત પ્રગતિ કરી રહ્યું છે અને દેશએ અત્યાર સુધીમાં 41.8 લાખ લોકોનું પરીક્ષણ કર્યું છે. તેમણે કહ્યું કે “વિશ્વના અન્ય દેશની તુલનામાં તે એક રેકોર્ડ છે”. અમેરિકામાં ઘાતક કોવિડ-19થી સર્વાધિક પ્રભાવિત ન્યૂયોર્કમાં સંક્રમણનાં 2,42,000 મામલા છે. અને અત્યાર સુધીમાં 17,600થી વધારે લોકોનાં મોત થયા છે. છેલ્લા આઠ દિવસોમાં અહીં નોંધાયેલા નવા કેસોની સંખ્યામાં 50 ટકાનો ઘટાડો થયો છે.

READ ALSO

Related posts

વિશ્વમાં છેલ્લા 8 દિવસમાં 9.22 લાખ નવા પોઝીટીવ, 1 લાખથી નીચે નથી આવ્યો આંક

Harshad Patel

બ્રાઝીલમાં કોરોના કાબુ બહાર, 1 મહિનામાં વધ્યા 4.83 લાખ નવા પોઝીટીવ

Harshad Patel

યુદ્ધ ઉન્માદી ચીને લદ્દાખ મોરચે કેમ કરી પીછેહટ, આ છે 3 કારણો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!