GSTV

અમેરિકામાં કોરોનાનો કહેર / સ્કૂલો ખુલતાની સાથે જ બેકાબુ બન્યો વાયરસ, બાળકોને ઝડપથી બનાવી રહ્યો છે શિકાર: 7 દિવસમાં 1.41 લાખ કેસ

Last Updated on November 25, 2021 by Pritesh Mehta

કોરોના મહામારીથી અત્યંત ગંભીર રીતે પ્રભાવિત થયેલ અમેરિકામાં કોરોના વાયરસ હવે ઝડપથી બાળકોને પોતાનો શિકાર બનાવી રહ્યો છે. વાયરસનું આ સ્વરૂપ દુનિયા માટે ખતરાના રેડ સિગ્નલ સમાન છે. અમેરિકન એકેડમી ઓફ પિડીયાટ્રીક્સ (એએપી)ના રિપોર્ટ મુજબ ગત સપ્તાહ 11 થી 18 નવેમ્બ દરમ્યાન 1,41,905 બાળકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે.

રિપોર્ટ અનુસાર, બાળકોમાં સંક્રમણની ઝડપમાં ગત બે સપ્તાહની સરખામણીમાં 32%નો વધારો થયો છે. આંકડા જણાવે છે કે અમેરિકામાં ગત સપ્તાહમાં સામે આવેલ સંક્રમણના એક તૃત્યાંશ કેસ બાળકોના છે. અમેરિકામાં બાળકોની વસ્તી 22% છે. 3%થી ઓછા બાળકો મહામારીનો શિકાર બન્યા છે. આ મુજબ, 68 લાખ થી વધુ બાળકો સંક્રમણનો શિકાર બન્યા છે.

બાળકોમાં મૃત્યુનું જોખમ ઓછું

એએપીના રિપોર્ટ મુજબ, સંક્રમણને કારણે બાળકોના મોતનું પ્રમાણ અત્યંત ઓછું છે. કોરોનાને કારણે 6 અમેરિકન રાજ્યો માંથી એક પણ રાજ્યમાં એક પણ બાળકનું મોત નથી થયું. બાળકોમાં સંક્રમણના સામાન્ય લક્ષણો જોવા મળે છે. સામાન્ય બીમાર પડે છે. એવું એટલા માટે છે કારણ કે બાળકોને સમયે-સમયે ઇન્ફ્લ્યુએન્ઝા, મેનિનઝાઈટીસ, ચિકનપૉક્સ અને હેપેટાઇટિસની રસી આપવામાં આવે છે જે તેમના ઇમ્યુન સિસ્ટમને વધુ મજબૂત કરે છે.

ઓક્ટોબરમાં 172 બાળકોના મોત

સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન (CDC) મુજબ, ઓક્ટોબરમાં 5થી 11 વર્ષના 8300 બાળકો સંક્રમણનો શિકાર થયા બાદ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.તેમાંથી 172 બાળકોએ જીવ ગુમાવ્યો છે. સીડીસીએ કહ્યું છે કે મહામારીની ઝડપ વચ્ચે 2300 શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી. જેનાથી 12 લાખ બાળકોના અભ્યાસને અસર થઇ હતી. હવે સ્કૂલો ખુલતાની સાથે જ સંક્રમણ બેકાબુ થવા લાગ્યું છે જે આવનાર સમય માટે ચેતવણી છે.

દેશના બાળકોમાં વધી રહ્યું છે સંક્રમણ

દેશમાં કોરોનાની ઝડપભલે ધીમી હોય પરંતુ બાળકોમાં સંક્રમણના કેસ વધી રહ્યા છે.ઓડિશાની સ્કૂલમાં 53 વિદ્યાર્થિનીનોની સાથે 22 એમબીબીએસના વિદ્યાર્થીઓમાં સંક્રમણની પુષ્ટિ થઇ છે. જયપુરની એક સ્કૂલના 12 બાળકો મંગળવારના દિવસે સંક્રમિત થયા હતા. તો, 17 નવેમ્બરના રોજ અઢી વર્શનાએક બાળકનું મોત થયું છે. ગુજરાતમાં 18 મહિનામાં 0 થી 14 વર્ષના 19 હજાર બાળકો સંક્રમિત થયા છે.

દરેકે ઉંમરના બાળકો થઇ રહ્યા છે શિકાર

અમેરિકાના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઇન્ફેક્શિયસ ડિસીઝના ડાયરેક્ટર ડો. એન્થની ફૌસીએ સ્વીકાર્યું છે કે તાજેતરના દિવસોમાં સંક્રમણનો દર તમામ ઉંમરના બાળકોમાં વધી રહ્યો છે, જે ચિંતાજનક સ્થિતિ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

ચીન અને પાકિસ્તાનની હવે ખેર નહીં / એપ્રિલથી ઓપરેશનલ થશે S-400 સિસ્ટમ, ડ્રેગનની હરકતનો આપશે જડબાતોડ જવાબ

GSTV Web Desk

ભારતની સંરક્ષણ ક્ષેત્રે મોટી સિધ્ધિ, S-400 મિસાઈલ સાથે સરહદોની રખેવાળી બની મજબૂત

GSTV Web Desk

મોટા સમાચાર / રજનીકાંતની દીકરી એશ્વર્યા અને ધનુષ થયા અલગ, 18 વર્ષ જૂના સંબંધોનો આવ્યો અંત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!