GSTV
Gujarat Government Advertisement

નાઈટ શિફ્ટમાં કામ કરનારા લોકો પર ત્રણ ગણો વધારે હોસ્પિટલાઈઝ થવાનો ભય, રિસર્ચમાં થયો આ મોટો ખુલાસો

નોકરી

Last Updated on May 4, 2021 by Harshad Patel

શું તમે નાઈટ શિફ્ટમાં કામ કરો છો. જો હાં તો આ સમાચાર તમારા માટે છે. એક તાજા રિસર્ચ મુજબ નાઈટ શિફ્ટમાં કામ કરનારા લોકો પર કોરોનાનો ભય વધારે રહે છે. તે પણ ત્રણ ગણો વધારે.આ રિસર્ચ માન્ચેસ્ટર યુનિવર્સિટીના સંશોધકોએ કર્યું છે.

નાઈટ શિફ્ટમાં કામ કરવાવાળા લોકોને ભય વધારે

માનચેસ્ટર યુનિવર્સિટીના સંશોધકોનું માનવું છે કે કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા પછી નાઈટ શિફ્ટમાં કામ કરવાવાળા લોકોને ભય વધારે હોય છે. કારણ કે તેમની જીવનશૈલી અસંતુલિત હોય છે. એના કારણે જ તેમની ઈમ્યુનિટી સિસ્ટમ પણ કમજોર થઈ જાય છે. આ જ કારણોસર તે લોકોમાં ભય વધારે હોય છે.

લગભગ 20 ટકા લોકો શિફ્ટમાં કામ કરવાને કારણે મુશ્કેલીમાં

ઈંગ્લેન્ડમાં લગભગ 80 લાખ લોકો શિફ્ટમાં કામ કરે છે. જેનો ટાઈમિંગ અલગ અલગ હોય છે. એવામાં આ લોકો પર વધારે ભય હોયછે. ત્યાં અમેરિકા જેવા દેશમાં પણ લગભગ 20 ટકા લોકો શિફ્ટમાં કામ કરવાને કારણે મુશ્કેલીમાં છે.

જનરલ શિફ્ટમાં કામ કરનારા વધારે ખુશ

સ્ટડીના અભ્યાસમાં એ વાત સામે આવી કે જે લોકો જનરલ શિફ્ટમાં અર્થા 9થી 5ની શિફ્ટમાં કામ કરે છે. તેઓ ફક્ત વધારે ખુશ છે. ઉપરાંત શારીરિક અને માનસિક રીતે પણ મજબૂત હોય છે. એવામાં કોરોના સંક્રમણની ઝપેટમાં આવવા છતાં તેઓ તુલનાત્મક તોર પર વધારે ખુશ હોયછે.

આઈટી સેક્ટરમાં નાઈટ શિફ્ટનું ચલણ ખૂબ જ વધી રહ્યું

આ રિપોર્ટ થોરેક્સ પેપરમાં પ્રકાશિત થયો છે. આ અભ્યાસમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીઅને વેસ્ટઈંડિઝના નિષ્ણાંતો પણ સામેલ થયા હતા. આ અભ્યાસને લઈને ભારતમાં ગંભીરતાથી ધ્યાન આપવાની જરૂર છે. કારણ કે મોટા ભાગના સર્વિસ સેક્ટરમાં ખાસ કરીને આઈટી સેક્ટરમાં નાઈટ શિફ્ટનું ચલણ ખૂબ જ વધી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સાચવજો/ ” આ ઇજ બેન છે જેને હરાવવા આપડા રાજાશ્રીએ”… આ પ્રકારની કરી પોસ્ટ અને પોલીસ ઉઠાવી ગઈ

Bansari

મ્યુકરમાઈકોસિસ/ અમદાવાદ અને સુરતમાં 400 કેસ : કોરોના કરતાં પણ ખતરનાક છે રોગ, હવે રોજ વધશે 100 કેસ

Damini Patel

તાલાલા: પેસેન્જર પાસીંગ હોવા છતાં નિયમ વિરૂધ્ધ ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા દરરોજ કેરીનાં હજારો બોકસની હેરફેર, નાના માલવાહકોનો ધંધો ઠપ્પ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!