GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

કોરોનાનો ભરડો: છેલ્લા 24 ક્લાકમાં રાજ્યમાં નવા 438 કેસો નોંધાયા, ચેપગ્રસ્તોનો કુલ આંકડો 16 હજારને પાર

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે લોકડાઉન પાર્ટ-5ના અંતિમ દિવસે કોરોનાનાં કેસમાં ભારે ઉછાળો આવ્યો હતો. 1લી જૂનથી રાજ્ય સરકારે ગુજરાતના અનલોક-1ની જાહેરાત પણ કરી દીધી છે ત્યારે કોરોનાના કેસો હજુય વધી રહ્યાં છે. જોકે, રાજ્ય આરોગ્ય વિભાગ તો એક રટણ રટી રહ્યું છેકે,કોરોનાના જેટલા કેસો નોંધાઇ રહ્યાં છે તેના કરતાં બમણાં લોકો કોરોનાને મ્હાત આપી રહ્યાં છે.આજે પણ ગુજરાતમાં વધુ 438 કેસો નોંધાયા હતાં. એટલું જ નહીં, કોરોનાના કારણે 31 દર્દીઓના મૃત્યુ થયા હતાં. અત્યાર સુધી ગુજરાતમાં કોરોનાના કુલ કેસોનો આંક 16794 સુધી પહોંચ્યો છે જયારે મૃત્યુઆંક 1038 થયો છે.

ગુજરાત સરકારે લોકડાઉનનો અંત આણીને અનલોકની જાહેરાત કરી

ગુજરાત સરકારે લોકડાઉનનો અંત આણીને અનલોકની જાહેરાત કરી દીધી છે.આવતીકાલ સોમવારથી ગુજરાતમાં કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાય બધાય વિસ્તારોમાં જીવજીવન રાબેતા મુજબ થશે. આ તરફ, કોરોનાના હજુય થમતો જ નથી. અમદાવાદમાં તો રોજ 250થી વધુ કેસો નોંધાવવાની પરંપરા આજેય જળવાઇ રહી હતી. રવિવારે અમદાવાદમાં કુલ 299 કેસો નોંધાયા હતાં. હવે કોરોનાની પેટર્ન બદલાતાં માત્ર કોટ વિસ્તાર જ નહીં, પૂર્વ વિસ્તાર કોરોનાથી સંક્રમિત થઇ રહ્યું છે.

કુલ 16794 દર્દી, 1038 ના મોત અને 9919 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ11,8818426,918
સુરત1565691102
વડોદરા104339595
ગાંધીનગર26114157
ભાવનગર1218102
બનાસકાંઠા111589
આણંદ991082
અરવલ્લી1104100
રાજકોટ111370
મહેસાણા114573
પંચમહાલ881071
બોટાદ59154
મહીસાગર115241
પાટણ79665
ખેડા68451
સાબરકાંઠા103349
જામનગર56337
ભરૂચ40334
કચ્છ80248
દાહોદ36026
ગીર-સોમનાથ45034
છોટાઉદેપુર33024
વલસાડ39112
નર્મદા18013
દેવભૂમિ દ્વારકા13019
જૂનાગઢ30015
નવસારી26012
પોરબંદર1104
સુરેન્દ્રનગર33314
મોરબી403
તાપી602
ડાંગ202
અમરેલી1012
અન્ય રાજ્ય1500
કુલ1679410389919

કોરોનાએ ગ્રામ્ય વિસ્તારમાં પગપેસારો કર્યો

કેસોની સંખ્યા જે રીતે વધી રહી છે તે જોતાં કોરોનાએ ગ્રામ્ય વિસ્તારમાં પગપેસારો કર્યો છે.આજે સુરત, વડોદરા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, રાજકોટ,પંચમહાલ, વડોદરા, ખેડા, મહેસાણા, અરવલ્લી, પાટણ, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, અમરેલીમાં કોરોનાનું સંક્રમણ થતાં કેસો વધ્યાં હતાં. હાલમાં ગુજરાતમાં 5837 એક્ટિવ કેસો છે. કેસોની સંખ્યા વધતાં ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગને ફટકાર લગાવી હતી જેના કારણે હવે ટેસ્ટનું પ્રમાણ વધારાયુ છે.

અત્યાર સુધી રાજ્યમાં કુલ મળીને 2,11,930 ટેસ્ટ કરવામાં આવ્યા

રાજ્યમાં કુલ6150 ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ મળીને 2,11,930 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં મૃત્યુદરને હજુય અટકાવી શકાયો નથી. અમદાવાદ સિવિલ તો ઉંચા મૃત્યુદરને લઇને વિવાદમાં મૂકાઇ છે.આજે રાજ્યમાં કોરોનાથી 31ના મોત થયા હતાં. અમદાવાદમાં 20 દર્દીના મૃત્યુ નિપજ્યા હતાં. અમદાવાદનો મૃત્યુદર સૌથી વધુ રહ્યો છે.આ ઉપરાંત પંચમહાલમાં 3,સુરતમાં 2,અમરેલી,અરવલ્લી,જામનગર અને રાજકોટમાં 1-1 દર્દીનુ મોત નિપજ્યુ હતું.હાલમાં 61 દર્દીઓ વેન્ટિલેટર પર છે.

અમદાવાદ સિવિલ તો ઉંચા મૃત્યુદરને લઇને વિવાદમાં

જ્યારે નવી ગાઇડલાઇન બાદ ગુજરાતમાં દર્દીઓના સાજા થવાનો દર વધ્યો છે. આજે 689 દર્દીઓ સાજા થયા હતાં. તેમાં અમદાવાદમાં તો 601 જણાંએ કોરોનાને મ્હાત આપી હતી. સુરત, ગાંધીનગર, બનાસકાંઠા, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને ખેડામાં પણ દર્દીઓ સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 9919 લોકો સ્વસ્થ થઇ ચૂક્યાં છે.હાલમાં રાજ્યમાં કુલ 2,44,999 લોકો કવોરન્ટાઇન હેઠળ છે.ગઇકાલ ની સરખામણીમાં આજે 8846 લોકો કવોરન્ટાઇનમાંથી મૂક્ત થયા હતાં. આમ, ગુજરાતમાં લોકડાઉનમાં રાહત આપતાં જ કેસોમાં ય વધારો જોવા મળી રહ્યો છે.

READ ALSO

Related posts

મહારાષ્ટ્રમાં કોરોનાએ હાલત બગાડી, નવા 6555 કેસ, 151નાં મોતથી હાહાકાર

Pravin Makwana

લાંચ કેસ : PSI શ્વેતા જાડેજાના બનેવી ભૂગર્ભમાં, આરોપી કેનલ શાહ વિરુદ્ધની તપાસના રેકોર્ડ પોલીસે કર્યો કબ્જે

Nilesh Jethva

સુત્રાપાડામાં 4, જામ ખંભાળિયામાં 6 અને ગીરગઢડામાં 5 ઈંચ વરસાદથી જળબંબાકાર, ધારીમાં નદીના પ્રવાહમાં તણાતા ખેડૂતનું મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!