GSTV

ભારતીય ઉપખંડમાં કોરોના ફેલાવાની સંભાવના, વિશ્વ બેંકે મોદી સરકારને આ ભૂલ ના કરવા આપી ચેતવણી

Last Updated on April 13, 2020 by Alap Ramani

વર્લ્ડ બેંકે ભારતને પરપ્રાંતીય મજૂરોના સંદર્ભમાં ખાસ ચેતવણી આપી છે કે જ્યારે માઈગ્રન્ટ કામદારો ઘરે જશે ત્યારે કોરોનાના કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો સમયગાળો આવી શકે છે. તેના માટે સરકારે અત્યારથી જ ખાસ આયોજન કરવું જરૂરી છે.

વતનમાં પાછા ફરતા મજૂરોથી ચિંતા

વર્લ્ડ બેંકે એવી ભીતિ વ્યક્ત કરી છે કે ભારતીય ઉપખંડમાં કામદારો-મજૂરો પોતાના વતનમાં પાછા ફરશે પછી કોરોનાના કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો નવો દોર શરૂ થઈ શકે છે. ભારતીય ઉપખંડમાં અતિ વસતિના કારણે કોમ્યુનિટી ટ્રાન્સમિશનની શક્યતા વધારે છે.મજૂરો-કામદારો માટે અત્યારે ભારત સહિતના દેશોએ આશ્રય ગૃહો બનાવ્યા છે, પરંતુ કોરોનાની અસર ઓછી થશે એટલે અસંખ્ય કામદારો અને મજૂરો પોતોના વતનમાં પાછા ફરશે. એ વખતે માસ ટ્રાન્સમિશન થઈ શકે છે.

પલાયનની સાથે સાથે કોરોનાનો ફેલાવાનો ભય

વર્લ્ડ બેંકે એવો તર્ક આપ્યો હતો કે અત્યારે મોટાભાગના કેસ અર્બન એરિયામાં આવી રહ્યા છે. ભારતનો ગ્રામ્ય વિસ્તાર હજુ સુધી કોરોનાની ચપેટમાં આવ્યો નથી, પરંતુ શહેરી વિસ્તારમાં કાર્યરત કામદારો ગામડાં કે નાના ટાઉનમાં જશે ત્યારે તેની સાથે કોરોના લઈને જાય એવી શક્યતા નકારી શકાતી નથી.

યોગ્ય માહિતીના અભાવે વધુ ફેલાવાની શક્યતા

વર્લ્ડ બેંકના કહેવા પ્રમાણે જ્યારે ભારતમાં લોકડાઉનની સ્થિતિ જાહેર થઈ ત્યારે દેશભરમાં કામ કરતા કામદારો-મજૂરો પોતાના રાજ્યમાં જવા અધીરા બન્યા હતા. એના કારણે ટ્રાન્સપોર્ટેશનની સ્થિતિમાં અરાજકતા સર્જાઈ હતી. કોરોના સંદર્ભમાં ભારતીય ઉપખંડમાં મજૂરો સહિતના ગરીબ વર્ગમાં ખાસ અવેરનેસ ન હોવાથી પણ ફેલાવાની શક્યતા નકારી શકાતી નથી.

વર્લ્ડ બેંકે ચેતવણી આપી

વર્લ્ડ બેંકે સાઉથ એશિયા ઈકોનોમિક અપડેટ થ ઈમ્પેક્ટ ઓફ કોવિડ-૧૯ના અહેવાલમાં એવો ભય વ્યક્ત કર્યો હતો કે દક્ષિણ એશિયામાં વસતિ વધારે હોવાથી ગામડાંમાં કોરોનાના ફેલાવાનો સમયગાળો આવી શકે છે. તેના માટે દક્ષિણ એશિયાના દેશોએ ખાસ વ્યવસ્થા કરવી જોઈએ. એટલું જ નહીં, અહેવાલ પ્રમાણે આ દેશોમાં એકબીજાના દેશોમાંથી પણ લોકો કોરોનાનો ફેલાવો કરે એવી ય શક્યતા છે.

READ ALSO

Related posts

Travel Diary-9 / આર્મીના જવાને તેને રિક્વેસ્ટ કરીને ત્યાંથી ખસીને દૂર જવાનું કહ્યું, મેં વિચાર્યું કે આપણી લોકલ પોલીસ હોય તો રિક્વેસ્ટ કરે?

Lalit Khambhayata

પેગાસસ મામલે બંને સદનમાં બરાબરની ફસાઈ સરકાર: વિપક્ષે આકરા તેવર બતાવતા સભાપતિએ 6 સાંસદોને સસ્પેન્ડ કર્યાં

Pravin Makwana

મોદી સરકારના આ નિર્ણયથી નારાજ થઇ સરકારી કંપનીઓ, સૌથી બધું કમાણી કરી આપતી કંપનીઓ હડતાલ પર

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!