GSTV
Gujarat Government Advertisement

હદ કરી/ કોરોના ના થાય માટે દારૂમાં હોમ્યોપેથિક કફ સિરપ ભેળવીને પીધો, એક જ પરિવારનાં 9નાં મોત

કોરોના

Last Updated on May 6, 2021 by pratik shah

દેશમાં જીવલેણ કોરોના વાયરસના કેસોનો વધારો ઉત્તરોતર વધી રહ્યો છે. જેમાં છત્તિસગઢમાં બિલાસપુરના સિરગિટ્ટીમાં મહુઆ દારૂમાં હોમ્યોપેથિક કફ સિરપ ભેળવીને પીવાના લીધે એક જ પરિવારના 9 યુવકોના મોત થયા હતા. જ્યારે 5 અન્ય લોકોની સ્થિતિ ગંભીર છે. બિલાસપુર સીએમઓએ જણાવ્યું કે,‘ હોમ્યોપેથિક દવા મોતનું કારણ બની શકે છે કારણ કે તે આલ્કોહોલિક છે.

corona

હોમ્યોપેથિક દવા મોતનું કારણ બની શકે

યુવકોએ મહુઆ દારુ સાથે ડ્રોસેરા 30 નામની દવા મિક્સ કરી પીધી હતી. આ દવામાં 91 ટકા આલ્કોહોલ હોય છે. યુવકોએ નશા માટે હોમ્યોપેથિક દવામાં મહુઆ દારૂ ભેળવી પીધો અને પછી તમામ પોતાના ઘરે ગયા હતા.

સવાર સુધીમાં 4 યુવકોનું ઘરમાં જ મોત થયું

રાતે અચાનક તમામની તબિયત લથડી હતી અને સવાર સુધીમાં 4 યુવકોનું ઘરમાં જ મોત થયું હતું.’ એક અહેવાલ અનુસાર, ગામના યુવકો એવું માની રહ્યાં હતા કે, હોમ્યોપેથિક દવા સાથે દારૂ ભેળવી પીવાથી કોરોનાથી બચી શકાશે. આ ગેરમાન્યતાને કારણે જ ઘણા યુવકો દારૂમાં હોમ્યોપેથિક દવા ભેળવી તેનું સેવન કરતા હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

આ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ

Vishvesh Dave

સસ્તા ઘર ખરીદવાની તક! પીએનબી 15 જૂને વેચી રહી છે 12865 મકાનો અને ખેતીની જમીન, ચેક કરો સંપૂર્ણ વિગતો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!