GSTV

ખતરાની ઘંટડી / લગભગ 1 અબજ ભારતીય થઈ શકે છે કોરોના વાયરસથી સંક્રમિત, નીતિ આયોગે આપી ચેતવણી

ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત થનારા લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. નીતિ આયોગના સદસ્ય ડોક્ટ વી.કે. પોલે કહ્યું છે કે જો લોકો સાવધાની નહીં રાખે ચો ભારતમાં આશરે 85 ટકા આબાદી એટલે કે આશરે એક અરબની આબાદી કોરોનાથી સંક્રમિત થઈ શકે છે.

ડોક્ટરે પોલે કહ્યું કે, લોકોએ હવે માસ્ક, સોશિયલ ડિસ્ટેન્સીંગ જેવા નિયમોનું પાલન કરવું પડશે. તેણે કહ્યું કે, દેશમાં આશરે 80-85 ટકા લોકો એવા છે જે સરળતાથી કોરોના વાયરસની ઝપેટમાં આવી શકે છે. દેશમાં કોવિડ-19ના કેસોમાં વધારો થઈ રહ્યો છે. વાયરસ ગતિએ ફેલાઈ રહ્યો છે.

ડોક્ટર પોલે કહ્યું છે કે, વાયરસની પાછળનું વિજ્ઞાન એવું છે કે, તે એક વ્યક્તિથી પાંચ વ્યક્તિઓમાં અને પાંચ વ્યક્તિઓમાંથી પચાસ લોકોમાં ફેલાશે. તેણે કહ્યું કે, ગતિથી વધી રહેલા કેસોની વચ્ચે હાલ દેશમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે.

વધુમાં જણાવ્યું કે, કોઈ પણ વાયરસને રોકી શકાતો નથી. પરંતુ આપણે નિશ્ચિત રૂપે કેટલાક નિયમોનું પાલન કરીને તેના ઉપર નિયંત્રણ રાખી શકીએ છીએ. એવું અનુમાન લગાવવામાં આવ્યું છે કે, માસ્ક પહેરવાથી અને સોશિયલ ડિસ્ટન્સીંગથી આ મહામારીને નિયંત્રણમાં કરી શકાય છે.

તો ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ (ICMR)ના એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે, 80-85 ટકા ભારતીય અતિસંવેદનશીલ શ્રેણીમાં આવે છે હવે બાકીના 15 ટકા લોકો તો પહેલાથી કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે. કે પછી તેનામાં વાયરસ સામે લડવાની સારી ઈમ્યુનીટી છે.

થોડા દિવસ પહેલા સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું હતું કે, હર્ડ ઈમ્યુનિટી બનવામાં હજુ કેટલોક સમય લાગશે. તે માટે સરકારનું ધ્યાન મહામારી રોકવા માટે હોસ્પિટલનું પ્રબંધન અને કંટેમેન્ટ માટે એક રણનીતિ બનાવવા ઉપર છે. સરકારના જણાવ્યા પ્રમાણે સેરો સર્વેમાં જાણવા મળ્યું છે કે, વધારે આબાદી કોરોના વાયરસના ખતરાના કેન્દ્રમાં છે.

ICMRના રાષ્ટ્રીય સેરોલોજિકલ સર્વેના પરિણામ પ્રમાણે મોટાભાગની આબાદી સંક્રમણના પ્રત્યે અતિસંવેદનશીલ છે. તે માટે સંક્રમણ રોકવા માટે ભારતને આવશ્યક રૂપથી એક સાર્વજનિક સ્વાસ્થ્ય રણનીતિ બનાવવી પડશે.

ICMRનું કહેવું છે કે, વારંવાર જનસંખ્યા આધારિત સેરો સર્વેક્ષણ કરવાથી તે જાણવામાં સરળતા થઈ છે કે, મહામારી પ્રત્યે આપણી રણનીતિ કઈ દિશામાં જઈ રહી છે. અને આપણે તેનું સાચું મુલ્યાંકન કરી શકીએ છીએ. સેરો સર્વે 80થી વધારે જિલ્લામાં લગભગ 28000 લોકો ઉપર કરવામાં આવ્યું હતું.

જુલાઈના મહિનામાં દિલ્હીમાં થયેલા સેરે સર્વેમાં જાણવા મળ્યું કે, લગભગ 23 ટકા લોકોમાં સંક્રમણ સામે લડવા માટે એન્ટી બોડી બની ચુકી હતી. બાકીના 77 ટકા લોકો અતિસંવેદનશીલ શ્રેણીમાં હતાં. આ સેરો સર્વે ICMR અને નેશનલ સેંટર ફોર ડિસીઝ કંટ્રોલ દ્વારા કરવામાં આવ્યો હતો.

તો ICMRમાં મહામારી વિજ્ઞાનના પ્રમુખ લલિત કાંતે કહ્યું કે, ભારતમાં આવનારા દિવસોમાં તહેવારો આવી રહ્યાં છે. જો લોકો કડકાઈથી નિયમોનું પાલન નથી કરતી તો આપણે ભવિષ્યમાં એક ચેતવણીરૂપ સ્થિતિનો સામનો કરવો પડી શકે છે.

Related posts

સરકારી ગોદામમાં સડી ગઈ 32,000 ટન ડુંગળી, બફર સ્ટોકમાં વધી છે હવે ફક્ત 25 હજાર ટન ડુંગળી

Pravin Makwana

મેહબૂબા મુફ્તીના ઘરે ગુપકાર બેઠક: ફારૂક અબ્દુલ્લાએ કહ્યું: ભાજપના વિરોધમાં હોવાનો અર્થ રાષ્ટ્ર વિરોધી નથી

pratik shah

મિર્જાપુર વેબ સિરીઝના વિરોધમાં ઉતર્યા ભાજપ સાંસદ અનુપ્રિયા, જિલ્લાને બદનામ કરવાનો લગાવ્યો આરોપ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!