GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

કોરોનાનો હાહાકાર: તબલીગી જમાતનાં પદાધિકારીઓને સખ્ત ભાષામાં ચેતવણી આપતા પોલીસ ઓફિસરનો વીડિયો વાયરલ

દિલ્હી પોલીસે તબલીગી જમાતની બેદરકારીનાં મામલામાં એક્શન લેવાના શરૂ કરી દીધા છે. ક્રાઈમ બ્રાન્ચે મૌલાના શાદ સહિત નિઝામુદ્દીન મરકજમાં જમાતનાં આયોજકો વિરુદ્ધ આઈપીસીની ધારા 269, 270, 271 અને 120-બી અંતર્ગત મામલો દાખ કર્યો છે. આ વચ્ચે મરકજનાં પદાધિકારીઓને સખ્ત ભાષામાં ચેતાવણી આપતો એક પોલીસ ઓફિસરનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોને દિલ્હી પોલિસે વાયરલ કર્યો છે.

દિલ્હીના કોરોના સંક્રમણના એપી સેન્ટર બની ગયેલા તબીલિગી જમાતના મરકઝ સામે દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે. મરકજમાંથી વહેલી સવારે 2100 લોકોને કાઢવામાં આવ્યા છે અને તેમને આઈસોલેશન વોર્ડમાં લઈ જવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, અત્યાર સુધી મરકઝમાંથી 93 જમાતીઓના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે.

19 જિલ્લામાં એલર્ટ જાહેર

તદ્ઉપરાંત ઉત્તર પ્રદેશના 19 જિલ્લામાં જમાતીઓની ઓળખ કરવામાં આવ્યા છે. યુપી સરકારે દાવો કર્યો કે, અત્યાર સુધીમાં 95 ટકા લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. આ સાથે 19 જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. જ્યારે કેટલાક જમાતીઓને ક્વોરેન્ટાઈન પણ કરવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ છે કે, ઉત્તર પ્રદેશમાં 169 જમાતીઓ મરકજમાં ગયા હતા.

મરકઝમાં ભાગ લેવાં 2100 વિદેશી પણ પહોંચ્યા હતા

ગૃહ મંત્રાલયે કહ્યું – આ વર્ષે મારકઝમાં સામેલ થવા માટે 2100 વિદેશી લોકો પહોંચ્યા હતા. આમાં ઇન્ડોનેશિયા, મલેશિયા, થાઇલેન્ડ, નેપાળ, મ્યાનમાર, બાંગ્લાદેશ, શ્રીલંકા અને કિર્ગીસ્તાનના લોકો શામેલ છે. સામાન્ય રીતે માર્કજમાં આવતા વિદેશી લોકો નિઝામુદ્દીનની બંગલાવાળી મસ્જિદમાં તેમના આગમનની જાણ કરે છે. અત્યાર સુધીમાં, મારકઝમાં સામેલ થનારા 2,137 લોકોની ઓળખ થઈ છે અને તેમની તબીબી તપાસ કરવામાં આવી છે. નરેલા, સુલતાનપુરી, બકકરવાલા, ઝજ્જર અને એઈમ્સમાં 1339 લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. 303 માં કોરોનાનાં લક્ષણો હતા, જેને દિલ્હીની જુદી જુદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

ભારત અને ચીન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રીનું આવ્યું મોટું નિવેદન

Nilesh Jethva

અમેરિકામાં સતત છઠ્ઠા દિવસે પણ હિંસા ચાલું, અત્યાર સુધીમાં 4,100 લોકોની ધરપકડ

Nilesh Jethva

હવામાન વિભાગે ચોમાસાને લઈને કરી આગાહી, દેશમાં આ બે મહિના દરમિયાન થશે 102 ટકા વરસાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!