GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

કોરોનાનો કહેર: લોકડાઉનનો એક મહિનો થયો પૂર્ણ, 30 દિવસનું સરવૈયું

રાજ્યમાં કોરોના સંક્રમણ સતત ચાલુ જ છે. (gujarat) ગુજરાતમાં ગઈ કાલે અપાયેલી સુચના મુજબ આરોગ્ય વિભાગ હવે દર 24 કલાકે રાજ્યનું કોરોના પોઝીટીવ ચિત્ર સ્પષ્ટ કરશે. આજે સાંજે આરોગ્ય વિભાગના આંક મુજબ રાજ્યમાં વધુ 217 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંક વધીને 2647 પર પહોંચ્યો છે.  સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે અમદાવાદમાં (corona) જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે. તે જોતાં અમદાવાદમાં કુલ આઠ લાખથી વધુ પોઝિટિવ કેસ નોંધાઈ શકે છે તેવુ ચોંકાવનારું (corona) મ્યુનિસપલ કમિશનર વિજય નહેરાએ નિવેદન આપ્યુ છે. વિજય નહેરાએ કહ્યુ કે, અત્યારે કોરોનાના કેસ ડબલ થવાનો રેટ ચાર દિવસનો છે. છેલ્લા 24 કલાકમાં 151 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 7 દર્દીના મોત થયા છે. 17થી 20 એપ્રિલમાં કેસ ડબલ થયા, હાલ ચાર દિવસમાં કેસ ડબલ થાય છે. જો આ રેટ રહે તો 15 મે સુધીમાં 50 હજાર કેસ નવા આવશે અને 31 મે સુધીમાં 8 લાખ કેસ થઈ શકે. લોકડાઉન પુરૂ થાય ત્યાં સુધીમાં કેસ ડબલિંગ રેટ 7થી 8 દિવસ સુધી લઈ જવાનો છે. જો આ લક્ષ્યાંક હાંસલ થાય તો 15 મે સુધીમાં 10 હજાર જ કેસ થશે અને જો 10 દિવસનો ડબલિંગ રેટ એચીવ કરીએ તો 15 મે સુધીમાં 8 હજાર જ રહેશે. આજે વિજય નહેરાએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે કોરોનાથી બચવું હોય તો ઘરમાં રહો એ જ શ્રેષ્ઠ ઉપાય છે.

તારીખપોઝિટિવ કેસ  
૨૪ માર્ચ૩૭ કેસ
૨૫ માર્ચ૩૮ કેસ
૨૬ માર્ચ૪૩ કેસ
૨૭ માર્ચ૪૭ કેસ
૨૮ માર્ચ૫૫ કેસ
૨૯ માર્ચ૬૩ કેસ
૩૦ માર્ચ૭૦ કેસ
૩૧ માર્ચ૭૪ કેસ
૧ એપ્રિલ૮૭ કેસ
બે એપ્રિલ૮૮ કેસ
૩ એપ્રિલ૯૫ કેસ
૪ એપ્રિલ૧૦૮ કેસ
પાંચ એપ્રિલ૧૨૮ કેસ
૬ એપ્રિલ૧૪૬ કેસ
૭ એપ્રિલ૧૭૫ કેસ
૮ એપ્રિલ ૧૮૬ કેસ
૯ એપ્રિલ૨૬૨ કેસ
૧૦ એપ્રિલ૩૭૮ કેસ
૧૧ એપ્રિલ૪૬૮ કેસ
૧૨ એપ્રિલ૫૧૬ કેસ
૧૩ એપ્રિલ૫૭૨ કેસ
૧૪ એપ્રિલ૬૫૦ કેસ
૧૫ એપ્રિલ૭૬૬ કેસ
૧૬ એપ્રિલ૯૨૯ કેસ
૧૭ એપ્રિલ ૧,૦૯૯ કેસ
૧૮ એપ્રિલ૧,૩૭૬ કેસ
૧૯ એપ્રિલ૧,૭૪૩ કેસ
૨૦ એપ્રિલ૧,૯૩૯ કેસ
૨૧ એપ્રિલ૨,૧૭૮ કેસ
૨૨ એપ્રિલ૨,૪૦૭ કેસ
૨૩ એપ્રિલ૨,૬૨૪ કેસ

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 151 નવા કેસ નોંધાયા છે..જ્યારે સુરતમાં 41 જ્યારે વડોદરામાં 7 કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં 11 લોકોના મોત થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 3 હજાર ટેસ્ટ કરાયા છે. તો હાલમાં 28 લોકોને વેન્ટીલેટર પર રાખીને સારવાર આપવામાં આવી રહી છે. તો અત્યારસુધીમાં કુલ 258 જેટલા દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 2647 થઈ ગઈ છે.

અમદાવાદમાં કુલ આઠ લાખથી વધુ પોઝિટિવ કેસ નોંધાઈ શકે

દર ચાર દિવસે કેસ ડબલ થઈ રહ્યા છે..અને તે જોતો 15 મે સુધી 50 હજારથી વધુ કેસ નોંધાઈ શકે છે. પણ સાથે જ વિજય નહેરાએ કહ્યુ કે, આપણે સૌ સાથે મળીને કોરોનાના કેસ ધીમો કરવાનો પ્રયત્ન કરવાનો છે. અમદાવાદમાં કોરોનાના કેસમા વૃદ્ધોની સંખ્યા સૌથી વધુ જોવા મળતા મહાપાલિકા તંત્રએ હવે વૃદ્ધોમાં આ વાયરસનો ને ફેલાય તે માટે નવુ અભિયાન શરૂ કર્યુ છે. વડીલોની પડખે અમદાવાદના નામે મહાપાલિકાએ અભિયાન શરૂ કરતા મ્યુનિસિપલ કમિશનરે અપીલ કરી છે કે જે વડીલોએ આપણે સાચવ્યા છે.તેઓને સાચવવાનો વખત આવી ગયો છે.

  • એક મહિનામાં સૌથી વધુ ૨૧ એપ્રિલે પોઝિટિવ કેસ નોધાયા
  • ૨૧ એપ્રિલે ૨૩૯ સૌથી વધુ પોઝિટિવ કેસ નાંધાયો
  • ૧૯ માર્ચે રાજકોટના જંગલેશ્વરમાં કોરોનાનો પ્રથમ કેસ
  • ૨૯ માર્ચ ગુજરાતમાં કોરોનાનો પહેલો કેસ રિકવર થયો
  • અમદાવાદની મહિલા ૨૯ માચર્ે સાજી થઈ પરત ફરી
  • કોરોનાની સાજા થયેલા દર્દી દ્વારા ૧૯ માર્ચે પ્રથમ વખત પ્લાઝમાં ડોનેશન
  • અમદાવાદના સ્મૃતિ ઠક્કર બની રાજ્યની પ્રથમ પ્લાઝમા ડોનર
  • ગુજરાતમાં ૩૦ જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસ
  • જામનગરમાં ૧૪ માસનું બાળક કોસોના સામે જંગ હાર્યુ
  • ભાવનગરમાં ૧૮ માસનું બાળક કોરોના સામે જંગ જીત્યુ
  • ભાવનગરમાં ૯૨ વર્ષના વૃદ્ધ પણ કોરોના સામે જંગ જીત્યા
  • અમરેલી, જુનાગઢ અને દેવભૂમિ દ્વારકામાં એક પણ કેસ નહી
  • કોરોના સંક્રમિત કેસોની સંખ્યામાં ગુજરાત દેશમાં બીજા ક્રમે
  • મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ કરતા ગુજરાતમાં ઓછું ટેસ્ટિંગ
  • ડાંગમાં ૨૩ એપ્રિલે પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો

READ ALSO

Related posts

મોદીનો માસ્ટરસ્ટ્રોક: આ દેશના જંગી યુદ્ધ જહાજ, ફાયટર જેટ અને સૈન્ય મથકોનો ભારત કરી શકશે ઉપયોગ

Mansi Patel

ગુજરાતની પ્રજા વધુ એક બોજ સહન કરવા રહે તૈયાર, પેટ્રોલ-ડિઝલની કિંમતમાં થઈ શકે છે વધારો

Nilesh Jethva

POKમાં બૌધ સ્થાપત્ય તોડવા સામે ભારતે વાંધો લીધો, પાકિસ્તાનને કરી આ ઓફર

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!