GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

મોદી સરકારનું લોકડાઉન ફેલ, કોરોના ફેલાયો તો સરકાર નહીં રોકી શકે પોઝિટીવ કેસો

દિલ્હી અને યુપીની બોર્ડર પર લોકડાઉન સંપૂર્ણપણે પડી ભાંગ્યુ છે. દિલ્હીથી યુપીમાં પોતાના વતન જવા માટે પલાયન કરી રહેલા હજારો લોકોના ધસારાના કારણે સોશ્યલ ડિસ્ટન્સિંગ ગાયબ છે. લોકડાઉનના કારણે રોજગાર ધંધા નહી હોવાથી ભૂખ્યા જ મરી જઈશું તેવા ડરથી લોકો પોતાના વતન તરફ શુક્રવારથી જ ચાલતા નીકળી પડ્યા બાદ અંધાધૂધીના દ્રશ્યો છે. ગભરાટના માર્યા લોકો કોઈ અપીલ સાંભળવા માટે તૈયાર નથી. આ માત્ર યુપી, બિહાર કે દિલ્હીમાં આ તસવીર નથી.

ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ આ જ સ્થિતિ છે. સરકાર કોરોના ન ફેલાય માટે સજજ્ડ લોકડાઉનની વ્યવસ્થા ગોઠવી રહી છે પણ આ પ્રવાસીઓમાં એક પણ કેસ પોઝિટીવ આવ્યો તો ભારતમાં કોરોનાને રોકવો મુશ્કેલ થઈ જશે. આજે મોદી સરકારે બગડીને રાજયોને ચેતવણી આપી છે કે બીજા રાજ્યોમાં ચાલતા જતા પ્રવાસીઓને રોકો અને વ્યવસ્થા ગોઠવો.

આ સ્થિતિ રહી તો કોરોના એક રાજ્યમાંથી બીજા રાજ્યોમાં ઘૂસશે. દેશમાં હવે ત્રીજો તબક્કો શરૂ થયો છે ત્યારે આ તસવીરો કોરાનાને વધુ વકરાવશે એ નક્કી છે. સરકાર લોકડાઉનમાં નિષ્ફળ ગઈ હોવાનું ચિત્ર છે.

બીજી તરફ લોકડાઉન પહેલા આ બાબતને સરકારોએ ધ્યાનમાં લીધી જ નહી હોવાથી વતન તરફ જઈ રહેલા લોકોની હાલત ખરાબ છે. બીજી તરફ આ લોકોના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાનો ફેલાવો થવાનો ભય ઉભો થયો છે. લોકોના પલાયનને જોતા હવે તંત્ર એક્શનમાં આવ્યુ છે. યુપી સરકારે યુપી-દિલ્હીની બોર્ડર પરથી લોકોને તેમના ઘરે પહોંચાડવા માટે 1000 બસો મુકવાની જાહેરાત કરી છે. આજે સવારથી આ બસોની અવરજવર શરુ થઈ ગઈ છે. જે લોકોને યુપીના વિવિધ જિલ્લાઓમાં પહોંચાડશે. જોકે લોકોની સંખ્યાને જોતા આ બસો પૂરતી થઈ રહેશે કે કેમ તે એક સવાલ છે.

Related posts

ભારત અને ચીન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રીનું આવ્યું મોટું નિવેદન

Nilesh Jethva

અમેરિકામાં સતત છઠ્ઠા દિવસે પણ હિંસા ચાલું, અત્યાર સુધીમાં 4,100 લોકોની ધરપકડ

Nilesh Jethva

હવામાન વિભાગે ચોમાસાને લઈને કરી આગાહી, દેશમાં આ બે મહિના દરમિયાન થશે 102 ટકા વરસાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!