GSTV

કોરોનાના કારણે ભારતમાં 14મું મોત, કાશ્મીરમાં 65 વર્ષિય વદ્ધે દમ તોડ્યો

corona

જમ્મુ-કાશ્મીરમાં કોરોનાને કારણે પ્રથમ મોત થયું છે. કાશ્મીરમાં 65 વર્ષીય વૃદ્ધનું કોરોનાને કારણે મોત નિપજ્યું છે. શ્રીનગરના હૈદરપુરામાં આ મોત થયું હોવાનું સામે આવ્યું છે. જમ્મુ કાશ્મીરના મુખ્ય સચિવ રોહિત કંસલે આ જાણકારી આપી છે.

દેશમાં Coronaના દર્દીઓની સંખ્યા વધતી જઇ રહી છે. ગત 24 કલાકમાં Coronaના 66 નવા કેસ સામે આવ્યા છે. હવે દર્દીઓનો આંકડો 626 થઇ ગયો છે. જેમાંથી 579 એક્ટિવ કેસ છે. દેશના 25 રાજ્યોમાં Corona દસ્તક આપી ચુક્યો છે. સમગ્ર દેશમાં લોકડાઉન છે પરંતુ દર્દીઓની સંખ્યા ઓછી થવાનું નામ નથી લઇ રહી અને સાથે જ મોતના આંકડાઓ પણ વધી રહ્યા છે.

Coronaની ઝપેટમાં આવીને અત્યાર સુધી 14 લોકોના મોત થઇ ચુક્યા છે. બુધવારે મધ્યપ્રદેશમાં પ્રથમ મોત થયું છે. ઇન્દોરમાં 60 વર્ષના એક શખ્સનું મોત થયું છે. સાથે જ તમિલનાડુના મદુરાઇમાં પણ એક શખ્સે જીવ ગુમાવ્યો છે, જે બાદ શહેરમાં સતર્કતા વધારી દેવામાં આવી છે. ગુજરાતમાં એક 85 વર્ષની વૃદ્ધ મહિલાનું Coronaની ઝપેટમાં આવ્યા બાદ મોત થયું છે.

633 પોઝિટીવ કેસ, 14ના મોત

દેશમાં કોરોના વાયરસના કારણે ધીમે ધીમે મોતનો આંકડો વધતો જાય છે. તેમ છતાં પણ લોકો સામાજિક અંતર રાખવાની વાતને ગંભીરતાથી લેતા નથી. આપને જણાવી દઈએ કે, કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 633 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. આ લોકો કોરોના સંક્રમિત થયા છે. ઉપરાંત 14 લોકોના મોત પણ થયા છે. આ સાથે જ દેશમાં 21 દિવસનું લોકડાઉન પણ જાહેર કર્યું છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. જો કે, સારી વાત એ છે કે, અત્યાર સુધીમાં 47 લોકો આ વાયરસની બિમારીમાંથી સાજા થઈ ઘરે પહોંચ્યા છે.

ગુજરાતમાં કોરોનાના પોઝિટીવ કેસોની સંખ્યા વધીને 39 થઇ ગઇ

કોરોના વાઇરસ હવે શહેરી વિસ્તાર તરફ વળ્યો છે. રાજકોટમાં પહેલો પોઝિટીવ કેસ જંગલેશ્વરમાં નોંધાયો હતો. હવે શહેરી વિસ્તાર તરફ વળતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે. જો કે બંનેની હાલત હાલ સ્થિર છે.  ગુજરાતમાં કોરોનાના પોઝિટીવ કેસોની સંખ્યા વધીને 39 થઇ ગઇ છે. રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે કોરોનાની સ્થિતિ મુદ્દે રાજ્ય સરકારે ચાર સિનિયર અધિકારીને જવાબદારી સોંપી છે. તેમણે હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધા વિશે માહિતી આપતા કહ્યું કે હાલ કુલ 1 હજાર 583 આઇસોલેશન વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે. રાજ્યભરમાં કુલ 609 સરકારી હોસ્પિટલમાં વેન્ટિલેટર છે. તદુપરાંત સેમી ગવર્નમેન્ટ હોસ્પિટલમાં 1 હજાર 500 જેટલી હોસ્પિટલમાં વેન્ટિલેટર ઉપલબ્ધ છે.

READ ALSO

Related posts

આને કહેવાય નોકરી : પતિ-પત્ની બંને પોલીસકર્મી, મા દીકરીને લઇને બજાવે છે ફરજ

pratik shah

કોરોનાનો કહેર: અમેરિકામાં વધી રહ્યું છે સંકટ, ન્યૂયોર્કનાં ઝૂમાં વાઘણમાં જોવા મળ્યું સંક્રમણ

pratik shah

રાજસ્થાનમાં રામનવમી પર ઉડ્યા લોકડાઉનના લીરેલીરા, મોટી સંખ્યામાં લોકોએ ભેગા થઈ કરી ઉજવણી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!