GSTV
Gujarat Government Advertisement

દેશનાં આ રાજ્યમાં 24 કલાકમાં નોંધાયા રેકોર્ડ બ્રેક 10 હજારથી વધુ નવા કેસ, કુલ ચેપગ્રસ્તોની સંખ્યા સાડા ત્રણ લાખને પાર

Last Updated on July 23, 2020 by pratik shah

સમગ્ર દેશમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે, ઉલ્લેખનીય છે કે દેશનાં મહારાષ્ટ્ર રાજ્યમાં આ ઘાતક વાયરસની સૌથી વધુ અસર વર્તાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં કોવિડ-19ના એક દિવસમાં સૌથી વધારે 10,576 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ  સંખ્યા વધીને 3,37,607 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું  કે, 280 દર્દીઓના મોત થવાથી મૃતકોની સંખ્યા વધીને 12,556 થઈ ગઈ છે.

કોરોના સંક્રમિતોની કુલ  સંખ્યા વધીને 3,37,607 થયા

મુંબઈની સ્થિતિની વાત કરવામાં આવે તો અહીં આજે 1310 નવા કેસ સામે આવ્યા છે. મુંબઈમાં અત્યારે કુલ કેસોની સંખ્યા વધીને 104,572 થઈ છે. બીએમસીએ જણાવ્યું કે, મુંબઈમાં કોવિડ-19 દર્દીઓના સ્વસ્થ થવાનો દર 71% છે. મહાનગરમાં સારવાર કરી રહેલા દર્દીઓની સંખ્યા 23,582 છે.

24 કલાકમાં જ દેશમાં કોરોનાના નવા અધધધ 48294 કેસો સામે આવ્યા

રાજ્યો પર નજર કરીએ તો મહારાષ્ટ્રમાં 337607 કેસો છે અને 12556 લોકો મૃત્યુ પામ્યા છે. તામિલનાડુમાં આંકડો 186492એ પહોંચી ગયો છે, દિલ્હીમાં પણ કોરોનાના દર્દીઓની સંખ્યા 126323 છે. બીજી તરફ કર્ણાટકમાં કેસો વધીને 75833એ પહોંચી ગયા છે. ગુજરાતમા 51485 કેસો છે તેવી જ રીતે ઉત્તર પ્રદેશમાં પણ આંકડો ઝડપથી વધી રહ્યો છે અહીં કુલ કેસોની સંખ્યા 55588એ પહોંચી ગઇ છે.

મહારાષ્ટ્રમાં 337607 કેસો છે અને 12556 લોકો મૃત્યુ પામ્યા

કેન્દ્રીય મંત્રાલય દ્વારા જાહેર કરેલા રિકવરીના આંકડા મુજબ દેશમાં રિકવરી રેટ સુધરી રહ્યો છે જ્યારે બીજી તરફ કેન્દ્ર શાસિત પ્રદેશો સહિત 19 રાજ્યોમાં આ રેટની પરિસ્થિતિમા વધુ સુધારો જોવા મળ્યો અને તેની ટકાવારી 63 ટકાથી પણ આગળ નીકળી ગઇ છે. જ્યારે મૃત્યુઆંક છે તે કેટલાક રાજ્યોમાં વધારે છે. દેશનો કુલ મૃત્યુઆંક મંગળવારે 2.43 ટકા હતો કે હવે ઘટીને 2.41 ટકા પર આવી ગયો છે. 17મી જુને મૃત્યુઆંક 3.36 ટકા હતો, જેટલો મૃત્યુઆંક વધુ તેટલી સિૃથતિ વધુ કથળી રહી છે તેમ નિષ્ણાંતોનો દાવો છે.

રિકવરીના આંકડા મુજબ દેશમાં રિકવરી રેટ સુધરી રહ્યો છે

સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોના ઘરે ઘરે જઇને હવે કોરોનાના ટેસ્ટિંગ અને તપાસને વધુ ઝડપી બનાવવા રાજ્યોને આદેશ આપ્યા છે, જેટલો ઝડપી ટેસ્ટ તેટલી ઝડપથી સારવાર પણ દર્દીને મળી રહેશે અને આમ કરવાથી કોરોના સામેની લડાઇમાં મદદ મળી શકશે તેમ સરકારનો દાવો છે. દિલ્હી સરકારે આ ગતીને વધુ ઝડપી બનાવી દીધી છે અહી સેરો સરવેને આગામી પહેલી ઓગસ્ટથી પાંચ તારીખ સુધી હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ભારત બાયોટેકનું મોટું નિવેદન / ‘કેન્દ્રને વધુ સમય 150 રૂપિયામાં વેક્સિન નહીં આપી શકીએ’, શું છે કારણ?

Dhruv Brahmbhatt

ગલવાન અથડામણનું એક વર્ષ, ભારતીય સેનાએ શહીદ જવાનોને આપી વિશિષ્ટ શ્રદ્ધાંજલિ

Pritesh Mehta

પેટ્રોલના સતત ભાવ વધારા બાદ હવે મળી શકે છે રાહત, સરકારે ઓઇલ કંપનીઓ સાથે ગોઠવી બેઠક

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!