ગુજરાતમાં કોરોના વાયરસના કેસનો ગ્રાફ સતત ઊંચે જઇ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં અત્યારસુધીના સર્વોચ્ચ ૧૩૧૦ નવા કેસ નોંધાયા છે. જેની સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૯૭૭૪૫ થઇ ગયો છે. આ સ્થિતિએ ગુજરાતમાં હાલ પ્રતિ કલાકે કોરોનાના ૫૫ નવા કેસ નોંધાઇ રહ્યા છે. ગુજરાતમાં હાલ ૧૫૭૯૬ એક્ટિવ કેસ છે અને ૯૨ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૪ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા અને કુલ મરણાંક હવે ૩૦૩૬ છે.

અત્યારસુધીના સર્વોચ્ચ ૧૩૧૦ નવા કેસ નોંધાયા
છેલ્લા ૨૪ કલાકમાં સુરત શહેરમાં ૧૭૪-ગ્રામ્યમાં ૧૧૫ એમ કુલ ૨૮૯ નવા કેસ સામે આવ્યા હતા. સુરતમાં ૨૯ જુલાઇ બાદ નોંધાયેલો આ સર્વોચ્ચ દૈનિક કેસ છે. જેની સાથે જ સુરતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૨૦૯૫૭ થઇ ગયો છે. અમદાવાદ શહેરમાં ૧૪૫-ગ્રામ્યમાં ૧૪ એમ કુલ ૧૫૯ કેસ નોંધાયા હતા. અમદાવાદમાં અત્યારસુધી ૩૧૬૭૮ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ચૂકી છે. રાજકોટમાં દિવસેને દિવસે ચિંતાજનક સ્થિતિ સામે આવી રહી છે.

છેલ્લા ૨૪ કલાકમાં રાજકોટ શહેરમાં ૮૯-ગ્રામ્યમાં ૩૬ એમ કુલ ૧૨૫ કેસ નોંધાયા
જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં રાજકોટ શહેરમાં ૮૯-ગ્રામ્યમાં ૩૬ એમ કુલ ૧૨૫ કેસ નોંધાયા હતા. રાજકોટમાં કોરોનાના કુલ કેસ હવે ૪૯૨૮ થઇ ગયા છે. વડોદરા શહેરમાં ૮૫-ગ્રામ્યમાં ૩૬ સાથે નોંધાયેલા ૧૨૧ કેસ સાથે કુલ કેસનો આંક હવે ૮૩૧૮ થઇ ગયો છે. જામનગર શહેરમાં ૯૭-ગ્રામ્યમાં ૧૬ સાથે ૧૧૩, ભાવનગર શહેરમાં ૩૭-ગ્રામ્યમાં ૧૬ સાથે ૫૩, ગાંધીનગર શહેરમાં ૧૯-ગ્રામ્યમાં ૧૮ સાથે ૩૭, પંચમહાલમાં ૩૭, અમરેલીમાં ૩૧, મહેસાણામાં ૩૦, પાટણમાં ૨૬, ભરૃચમાં ૨૫, જુનાગઢમાં ૨૫, મોરબીમાં ૨૩, કચ્છ-નવસારી-સુરેન્દ્રનગરમાં ૨૦, દેવભૂમિ દ્વારકામાં ૧૯ કેસ સામે આવ્યા હતા.
છેલ્લા ૨૪ કલાકમાં કયા જિલ્લામાં કોરોનાના વધુ કેસ?
સુરત ૨૮૯ ૨૦૯૫૭ | |||
અમદાવાદ ૧૫૯ ૩૧૬૭૮ | |||
રાજકોટ ૧૨૫ ૪૯૨૮ | |||
વડોદરા ૧૨૧ ૮૩૧૮ | |||
જામનગર ૧૧૩ ૨૭૯૦ | |||
ભાવનગર ૫૩ ૨૯૦૪ | |||
ગાંધીનગર ૩૭ ૨૪૭૪ | |||
પંચમહાલ ૩૭ ૧૪૮૪ | |||
અમરેલી ૩૧ ૧૩૧૮ | |||
મહેસાણા ૩૦ ૧૬૨૦ | |||
પાટણ ૨૬ ૧૦૩૯ | |||
જુનાગઢ ૨૫ ૧૭૯૦ |
કુલ ચેપગ્રસ્તોની સંખ્યા લાખની નજીક
ત્યારે બીજી તરફ છેલ્લા ૨૪ કલાકમાં સુરતમાંથી સૌથી વધુ ૬, અમદાવાદમાંથી ૪, વડોદરામાંથી ૨, ગીર સોમનાથ-જામનગરમાંથી ૧-૧ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા. કુલ મરણાંક હવે અમદાવાદમાં ૧૭૧૯, સુરતમાં ૬૩૧, વડોદરામાં ૧૩૦, જામનગરમાં ૨૮, ગીર સોમનાથમાં ૧૩ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૩૧ દર્દીઓ સાજા થયા છે.

જેની સાથે જ ગુજરાતમાં કોરોનાથી સાજા થનારાનો આંક હવે ૭૮૯૧૩ થઇ ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં સુરતમાંથી સૌથી વધુ ૨૫૧, વડોદરામાંથી ૧૪૪, રાજકોટમાંથી ૧૨૧, જામનગરમાંથી ૯૫, અમદાવાદમાંથી ૮૪ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૭૮૦૭૦ ટેસ્ટ કરાયા છે. જેની સાથે જ ગુજરાતમાં હવે ૨૪,૦૯,૯૦૬ કોરોના ટેસ્ટ થઇ ચૂક્યા છે. જેમાં અમદાવાદમાંથી સૌથી વધુ ૭.૭૬ લાખ, સુરતમાંથી ૪.૦૩ લાખ, વડોદરામાંથી ૧.૩૯ લાખ, રાજકોટમાંથી ૯૮૬૨૨ ટેસ્ટ કરવામાં આવેલા છે.
READ ALSO
- આવી ગયો છે દુનિયાનો પહેલો એવો સ્માર્ટ ફોન, બોડીમાં ચીપકેલા રહશે ઈયરબડ્સ : પાણીમાં પણ નહીં થાય ખરાબ, જાણી લો તેના ધાંસૂ ફિચર્સ
- ફાયદાની વાત/ તમારી પત્નીનું ભવિષ્ય સુરક્ષિત કરવા આજે જ ખોલાવી દો સ્પેશ્યલ એકાઉન્ટ, નિવૃત્તિ પછી દર મહિને મળશે 45 હજાર રૂપિયા
- ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ / એશિયાના સૌથી મજબૂત અર્થતંત્ર તરીકે ઉભરી શકે છે ભારત, મોર્ગન સ્ટેનલીનો અંદાજ
- આડી-અવળી વાતો ન કરશો, સીધું કહો કે હું વડાપ્રધાન બનવા માંગુ છું’ : પીએમ પદ માટે નીતિશ કુમારે કર્યો મોટો ખુલાસો
- ‘હર ઘર તિરંગા’/ મને એવા ઘરોની તસવીરો મોકલો કે જેના પર તિરંગો લહેરાતો જોવા ન મળે