GSTV

જીવલેણ કોરોના/ છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 1.10 લાખ નવા કેસ નોંધાયા, પરિસ્થિતિ વધુ વકરી

દેશમાં જીવલેણ કોરોના મહામારી વધુ ને વધુ વકરી રહી છે. ભારતમાં ગુરૂવારે કોરોનાના અત્યાર સુધીમાં સૌથી વધુ 1.10 લાખથી વધુ કેસ નોંધાયા હતા, જે દેશમાં કોરોનાની વકરી રહેલી સ્થિતિ દર્શાવે છે. આ સાથે ભારતમાં કોરોનાના કેસ 58 લાખની નજીક પહોંચી ગયા છે. દેશમાં ગુરૂવારે 24 કલાકમાં કોરોનાના 1,10,292 કેસ નોંધાયા હતા જ્યારે 432નાં મોત નીપજ્યાં હતાં.

ભારતમાં કોરોનાના કેસ 58 લાખની નજીક પહોંચી ગયા

આ સાથે કોરોનાના કુલ કેસ 5798232 થયા છે જ્યારે મૃત્યુઆંક 91324 થયો છે જ્યારે અત્યાર સુધીમાં 47,36,364 દર્દીઓ કોરોનાથી મુક્ત થયા છે તેમ પીટીઆઈની રાજ્યવાર ટેલીમાં જણાવાયું હતું. ભારતમાં ગુરૂવારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 75 ટકા નવા કેસ મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, દિલ્હી અને છત્તિસગઢ સહિત 10 રાજ્યોમાં નોંધાયા હતા તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું. મહારાષ્ટ્ર હજી પણ કોરોના વાઈરસના કેસ અને મૃત્યુઆંકના સંદર્ભમાં ટોચ પર છે.

75 ટકા નવા કેસ મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, દિલ્હી અને છત્તિસગઢ સહિત 10 રાજ્યોમાં નોંધાયા

મહારાષ્ટ્રમાં ગુરૂવારે 19,164 કેસ નોંધાયા હતા જ્યારે 459નાં મોત નીપજ્યાં હતાં. આંધ્ર પ્રદેશમાં પણ 7,855 અને કર્ણાટકમાં 6,000થી વધુ નવા કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયે ઉમેર્યું હતું કે, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પંજાબ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ સહિત 10 રાજ્યોમાં એક જ દિવસમાં કોરોના વાઈરસના કારણે 1,129 લોકોનાં મોત નીપજ્યાં હતા.

એક જ દિવસમાં કોરોના વાઈરસના કારણે 1,129 લોકોનાં મોત નીપજ્યાં

દેશમાં કોરોના વાઈરસના એક્ટિવ કેસ 9,66,382 છે, જે કુલ કેસમાં 16.86 ટકા છે. ભારતે તેના ટેસ્ટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં નોંધપાત્ર વધારો કર્યો છે. દેશમાં હાલ 1,082 સરકારી અને 728 ખાનગી લેબ સહિત કુલ 1,810 લેબોરેટરીઝ કોરોનાના પરિક્ષણ કરી રહી છે. કોરોનાનો પ્રસાર અટકાવવા માટે કોરોનાના ટેસ્ટિંગ માટે બુધવારે 11.56 લાખથી વધુના સેમ્પલ્સ સાથે અત્યાર સુધીમાં કુલ 6.74 કરોડથી વધુ લોકોના સેમ્પલ્સ લેવાયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશના 10 રાજ્યોમાં કોરોનાનો નવો રિકવરી રેટ 74 ટકા નજીક છે. ભારતમાં છેલ્લા છ દિવસથી દૈનિક નવા રીકવરી કેસ હવે કોરોનાગ્રસ્ત દર્દીઓના કેસ કરતાં વધી ગયા છે અને દેશમાં કુલ રીકવરી કેસ 47,36,364 થયા છે. દેશમાં સતત છઠ્ઠા દિવસે કોરોનાના નવા કેસ કરતાં રીકવરી કેસ વધુ હોવાનું જણાઈ રહ્યું છે.

READ ALSO

Related posts

ખુશીના સમાચાર / IT ડિપાર્ટમેન્ટે જાહેર કર્યું 1.26 લાખ કરોડ રૂપિયાનું રિફંડ, શું તમને મળ્યું કે નહીં, જાણો આ રીતે

Mansi Patel

આમ આદમીને મોટો ઝટકો! નવેમ્બરથી આ બેન્કમાં પૈસા જમા કરવા અને ઉપાડવા પર ચુકવવો પડશે ચાર્જ, જાણો શું છે નવો નિયમ

Bansari

રાજ્ય સરકાર દ્વારા સી-પ્લેનના ભાડામાં કરાયો ધરખમ ઘટાડો, વનવે ટિકીટનો દર રખાયો 1500 રૂપિયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!