GSTV
Coronavirus Gujarat News Trending

કોરોનાનો કહેર: ખેડા જિલ્લામાં પોઝિટિવ કેસ નોંધાતા તંત્રમાં ખળભળાટ

રાજ્યમાં કોરોના વાયરસનો ભરડો યથાવત છે ત્યારે (corona) રાજ્યનાં ખેડા જિલ્લામાં પણ પોઝિટિવ કેસો નોંધાતા તંત્રમાં ખળભળાટ મચ્યો છે. ખેડા જિલ્લાના વડામથક નડિયાદ શહેરમાં આજે બીજો કોરોના પોઝીટીવ કેસ સામે આવતા વહીવટી તંત્રમાં દોડધામ મચી છે. આરોગ્ય વિભાગ દ્વારા નડિયાદના પોઝીટીવ કેસના (corona) સમગ્ર વિસ્તારને સેનેટાઇઝ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત આ વ્યક્તિના સંપર્કમાં આવેલ ૧૭થી વધુ વ્યક્તિઓની આરોગ્ય તપાસ ચાલુ કરી દેવામાં આવી છે. નડિયાદ શહેરના વૈશાલી રોડ પર આવેલ નવદુર્ગા સોસાયટીમાં રહેતા ૫૦ વર્ષીય નરેશભાઇ દુધાભાઇ પ્રજાપતિ નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા હડકંપ મચી છે.

જિલ્લામાં છેલ્લા ૨ દિવસના વિરામ બાદ આજરોજ કોરોના પોઝીટીવ કેસ નોંધાતા તંત્ર એકશન

જિલ્લામાં છેલ્લા ૨ દિવસના વિરામ બાદ આજરોજ કોરોના પોઝીટીવ કેસ નોંધાતા તંત્ર એકશન મોડમાં આવી ગયુ છે.આ ઉપરાંત આજુબાજુના વિસ્તારોવાળા લોકો પણ પોતાની સોસાયટીઓમાં પ્રવેશતા માર્ગો જાતે બંધ કરવા લાગ્યા છે. શહેરના વૈશાલી રોડ પર રહેતા નરેશભાઇ પ્રજાપતિને છેલ્લા ૧૫ દિવસથી તાવ, શરદી અને ઉઘરસની બિમારી હતી.જેથી તેમને શહેરના ખાનગી હોસ્પિટલમાં આ અંગેની સારવાર લીધી હતી.ગત્ ૧૫ એપ્રિલના રોજ નરેશભાઇને પેટમાં દુઃખાવો ઉપડયો હતો અને તાવ-શરદી પણ હતી. આથી તેઓ શહેરની રિદ્ધિ લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવા ગયા હતા. ત્યારબાદ શહેરના પેટલાદ રોડ પર આવેલ ડો. પારેખ્સની હોસ્પિટલમાં ચેક કરાવવા ગયા હતા. જ્યાંથી તેમને સાત-આઠ દિવસની દવા આપી હતી. પરંતુ તેમને ફેર ન પડતા એક્સ-રે અને એમઆરઆઇ માટે મોકલ્યા હતા. ત્યારબાદ ડો. પારેખે તેમને શહેરની એન.ડી. દેસાઇમાં રીફર કર્યા હતા. તેમ છતા નરેશભાઇને તબિયતમાં સુધાર ન જણાતા આખરે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો.જેમાં નરેશભાઇ પ્રજાપતિનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.આરોગ્ય વિભાગ દ્વારા આ વિસ્તારમાં આવેલી સોસાયટીઓને બ્લોક કરવાની તજવીજ હાથ ધરાઇ છે.આ ઉપરાંત આ વિસ્તારમાં રહેતા લોકોના આરોગ્ય ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે.

બે પરિવારોના નવ સભ્યોના આરોગ્યની ચકાસણી થઈ

નરેશભાઇના પરિવારમાં પત્ની ગીતાબેન, ૨૧ વર્ષિય પુત્રી સેજલબેન, અને ૧૮ વર્ષિય પુત્ર ધાર્મિક છે. તથા તેમના ભાઇના પરિવારમાં હરેશભાઇ દુધાભાઇ પ્રજાપતિ, જ્યોતિબેન હરેશભાઇ પ્રજાપતિ, પાર્થ હરેશભાઇ પ્રજાપતિ, મન હરેશભાઇ પ્રજાપતિ, મીત હરેશભાઇ પ્રજાપતિ, અને ૬૦ વર્ષના લાભુબેન દુધાભાઇ પ્રજાપતિ છે. જે સર્વેની આરોગ્ય ચકાસણી હાથ ધરવામાં આવી છે.

પુરૃષને કોરોના પોઝિટિવ કેવી રીતે આવ્યો તે અંગે વહીવટી અને આરોગ્ય તંત્રની તપાસ

નરેશભાઇ પોતે કડિયાકામ કરે છે. છેલ્લે તેમને શહેરના યોગીનગર, અમદાવાદી દરવાજા અને રાજીવનગરમાં કામ કર્યું હતું. ગત્ ૨૧મી માર્ચથી કામ બંધ હોવાનું નરેશભાઇએ જણાવ્યુ ંહતું. ઉપરાંત તેમને એમ પણ જણાવ્યું છે કે તેમની સાથે કામ કરતા સુથાર અને ઇંટોના ભઠ્ઠાવાળાઓ ૧૪ તારીખની આસપાસ તેમની પાસે પૈસા લેવા આવ્યા હતા. જેમને સોસાયટીની બહાર જ રોકીને ત્યાંજ પૈસા આપી દીધા હતા. વળી દિકરા ધાર્મિકે જણાવ્યુ હતું કે તેમની મમ્મી ગીતાબેનને ૧૫ દિવસ પહેલા તાવ આવતો હતો. એટલે શહેરની ડી.પી.દેસાઇના ખાંચામાં સારવાર કરાવવા અને પટેલ બેકરી પાસેના મેડીકલ સ્ટોરમાં દવા લેવા ગયા હતા.

READ ALSO

Related posts

સૌથી વધુ જીવલેણ 10 રોગ, લિસ્ટમાં નંબર 1 વાળાથી દર ત્રીજો વ્યક્તિ પરેશાન

GSTV Web Desk

પહેલી વાર મિસ યુનિવર્સ સુષ્મિતા સેન દેખાશે કિન્નરના રોલમાં

GSTV Web Desk

વિવાદ વધુ વકર્યો / ઓમ રાઉતની અપકમિંગ ફિલ્મ આદિપુરુષના ડાયરેક્ટરને ફટકારાઈ નોટિસ, ફિલ્મમાં રામાયણનું ઈસ્લામીકરણ

Hardik Hingu
GSTV