GSTV

લો બોલો! એક બુટલેગરનાં કારણે જજ -પોલીસ કર્મી સહિત 150 લોકોને કરાયા ક્વોરન્ટાઈન, આરોપીનો રિપોર્ટ પોઝિટીવ

Corona

Last Updated on May 26, 2020 by pratik shah

સમગ્ર દેશમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે તિરુવનંતપુરમ્ નજીકના પુજાપુરામાં એક બુટલેગરના કારણે જજ, ઈન્સ્પેક્ટર સહિત 150 લોકોને ક્વોરન્ટાઈન થવાની ફરજ પડી હતી, આ બુટલેગરનો કોરોનાનો રીપોર્ટ કરવામાં આવ્યો હતો, આ રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો, રિપોર્ટ પોઝિટીવ આવવાથી પોલીસ બેડામાં પણ ફફડાટ ફેલાયો હતો. આરોપી કુલ ૩૪ પોલીસ કર્મચારીઓના સંપર્કમાં આવ્યો હતો.

રિપોર્ટ પોઝિટીવ આવવાથી પોલીસ બેડામાં પણ ફફડાટ ફેલાયો

કેરળના તિરુવનંતપુરમ્ નજીકના પુજાપુરામાં એક બુલટેગર પકડાયો હતો. એને કોર્ટમાં રજૂ કરાયો હતો. ન્યાયધીશે તેને જેલ હવાલે કરી દીધો હતો.જેલમાં એ અરોપીને કોરોના રીપોર્ટ કરવામાં આવ્યો હતો. રીપોર્ટ પોઝિટિવ આવ્યા પછી દોડધામ મચી ગઈ હતી. ન્યાયધીશ, ઈન્સ્પેક્ટર સહિત કુલ ૧૫૦ લોકોને ક્વોરન્ટાઈન કરાયા હતા.

ન્યાયધીશ, ડોક્ટર્સ, સેન્ટ્રલ જેલના 12 અધિકારીઓ પણ કરયા ક્વોરન્ટાઈન

દારુની તસ્કરીમાં પકડાયેલો એ આરોપી ૩૪ પોલીસ કર્મચારીઓના સંપર્કમાં આવ્યો હતો. તે ઉપરાંત ન્યાયધીશ, ડોક્ટર્સ, સેન્ટ્રલ જેલના 12 અધિકારીઓ પણ આ આરોપીના સંપર્કમાં આવ્યા હતા. એ તમામને તાત્કાલિક ક્વોરટાઈન કરાયા હતા. જે સર્કલ ઈન્સપેક્ટર આરોપીના સંપર્કમાં આવ્યા હતા.

મલયાલમ અભિનેતા સૂરજ વેજરમૂડૂ અને ધારાસભ્ય ડી કે મુરલીના સંપર્કમાં આવ્યા

એક સમારોહમાં મલયાલમ અભિનેતા સૂરજ વેજરમૂડૂ અને ધારાસભ્ય ડી કે મુરલીના સંપર્કમાં આવ્યા હતા. એટલે અભિનેતા અને ધારાસભ્ય પણ સેલ્ફ ક્વોરન્ટાઈન થઈ ગયા હતા. બુટલેગરના કારણે એક જ પોલીસ સ્ટેશનનો મોટાભાગનો સ્ટાફ ક્વોરન્ટાઈન થઈ ગયો હતો. નેદુમંગઢ અદાલતના જજ ઉપરાંત એ દિવસે હાજર રહેલા સ્ટાફને પણ હોમ ક્વોરન્ટાઈન થવાના આદેશ સરકારે આપ્યા હતા. થોડા દિવસ પહેલાં પોલીસે ત્રણ બુટલેગરને દારુના જથ્થા સાથે ઝડપી લીધા હતા. એ આરોપીઓ પોલીસની ગાડીને ટક્કર મારીને ફિલ્મી સ્ટાઈલમાં છટકી ગયા હતા, પરંતુ લોકો પોલીસની મદદે આવ્યા હતા અને બુટલેગરની ગાડીને આગળ જતાં અટકાવી દીધી હતી. આ ફિલ્મીસ્ટાઈલમાં બનેલા ઘટનાક્રમ જેવો જ ઘટનાક્રમ ક્વોરન્ટાઈન પણ બન્યો હતો.

READ ALSO

Related posts

IPL 2021 / કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં બાજી પટલી, પંજાબે જીતેલી મેચ ગુમાવી: રાજસ્થાનની શાનદાર જીત

Zainul Ansari

VIDEO / પલકના ઝબકારે દીવાલ પર ચડી ગઈ આ ‘સ્પાઇડર ગર્લ’, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ: તમે જોયો કે નહીં?

Zainul Ansari

ભોજપુરી સિનેમા : એક સમયે 120 રૂપિયામાં હોટલમાં કામ કરતી હતી મોનાલિસા, આજે છે કરોડોની મલિક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!