GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

જામનગર શહેરમાં દૂધનાં પાસ માટે લોકનાં ટોળા વળ્યા

જામનગરમાં (jamnagar) કલેક્ટર ઓફીસની બહાર દૂધના પાસ માટે લોકના ટોળા વળ્યાં હતાં.તો મોટી સંખ્યામાં પાસ કઢાવવા પશુપાલકોની જામી ભીડ પણ જોવા મળી હતી જેના કારણે સોસીયલ ડિસ્ટનસિંગ ન જળવાતા અને જાહેરનામનો ભંગ થતા અધિકારીઓ દોડ્યા જો કે પાસ લેવા દોડાદાડી કરતા લોકોને જીલ્લા એસપીએ સુચન કર્યું કે દૂધના કેન સાથે નિકળનાર વ્યક્તિને કોઈ પાસની જરૂર નથી. કોરોના સંક્રમણને લઈને હાલ રાજ્યભરમાં લોક ડાઉન કરાયું છે.

કોરોના સંક્રમણને લઈને હાલ રાજ્યભરમાં લોક ડાઉન

વૈશ્વિક મહામારીને રોકવા સરકાર અને તંત્ર પુર જોશ થી કામગીરી કરી રહ્યું છે. આવી સ્થિતિમાં તંત્ર અને આવશ્યક ચીજ વસ્તુઓનું પરિવહન કરતા ધંધાર્થીઓને પરેશાની થઈ રહી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. જામનગરમાં આવી સ્થિતિ નિર્માણ પામી છે.

બે દિવસથી દૂધના ધંધાર્થીઓ અને  પોલીસ વચ્ચે થઈ રહેલ ઘર્ષણને લઈને આજે બહોળી સંખ્યામાં દૂધના ધંધાર્થીઓ કલેકટર કચેરી ઉમટી પડ્યા હતા.જેને લઈને અરાજકતા સર્જાઈ હતી.જેમ જેમ સંખ્યા વધતા પરિસ્થિતિ વિકટ બની હતી. અને સોસીયલ ડિસ્ટનસિંગ જાળવવું વધુ કપરું બન્યું હતું. ત્યારે આ સ્થિતિની જાણ થતાં સ્થળ પર પહોંચી જીએસટીવીની ટીમેં તુરંત જ તંત્રનું ધ્યાન દોરતા કલેકટર, એસપી, પ્રાંત અધિકારી સહિતની ઉચ્ચ અધિકારીઓની ટીમ તાત્કાલિક પહોંચી હતી.તંત્ર એ તમામ ધધાંર્થીઓને પાસની કોઈ આવશ્યકતા નહિ હોવાનું જણાવી મામલો થાળે પાડ્યો હતો.

READ ALSO

Related posts

મોદી સરકારે છેલ્લા 1 મહિનામાં આપ્યા આ ત્રણ મોટા ઝટકા, વિશ્વની નજરે ચડી ગયું છે ચીન

Harshad Patel

ભાજપના ડોકટર્સ સેલમાં છેલ્લા 25 વર્ષથી કામ કરતા ઓર્થોપેડિક સર્જનનું કોરોનાથી મોત

Nilesh Jethva

યોગી સરકારને રાજ ઠાકરેનો વળતો જવાબ, પ્રવાસી મજૂરોને હવે લેવી પડશે આ મંજૂરી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!