GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

દવા આવે કે ભલે વેક્સિન 2 વર્ષ સુધી કોરોના નહીં જાય : ખોટી આશામાં જીવવાને બદલે સત્ય સ્વીકારો, અમેરિકન એક્સપર્ટનો દાવો

અમેરિકાની મેરીલેન્ડ યુનિવર્સિટીની અપર ચેસાપીક હેલ્થ (Upper Chesapeake Health ) હોસ્પિટલના ચેપી રોગ વિભાગના વડા અને કોરોના દર્દીઓની સારવાર કરનારા ડો. ફહીમ યુનુસે રોગચાળા અંગે ચેતવણી આપી છે. ફહિમે ટ્વીટ કરીને કોરોના વાયરસ વિશે ઘણી માહિતી શેર કરી છે. ચેપી – સંકામક રોગના નિષ્ણાત ફહીમ યુનુસે ટ્વિટર પર લખ્યું છે, પ્રિય લોકો, સત્યનો સ્વીકાર કરો, ખોટી અપેક્ષાઓ કરતાં તે વધારે સારું છે. હું કોવિડ-19 વિશે જોડાયેલી સત્યતાને શેર કરવાનો પ્રયત્ન કરું છું જેથી આપણે બધા એક યોજના બનાવી શકીએ. અને એકબીજાને મદદ કરી શકીએ. 

2 વર્ષ મહામારી ચાલશે તે હિસાબે આયોજનો ગોઠવો

ફહીમ યુનુસે કહ્યું કે તેનો હેતુ ફક્ત માનવજાતને મદદ કરવાનો છે અને તે પોતે લાઈક, રિટ્વિટ, વગેરેમાં કોઈ ખાસ રસ દાખવતા નથી. તેમણે લખ્યું- કોવિડ સમાપ્ત થયા પછી તમે મને અહીં (ટ્વિટર પર) સક્રિય જોશો નહીં. ડોક્ટર ફહીમ યુનુસે આગામી ટ્વિટમાં લખ્યું કે, કોરોના મહામારી 2 વર્ષથી વધુ ચાલી શકે છે. ? – 6 મહિના પહેલા જ પસાર થઈ ગયા છે. કોરોનાની રસીને હજી એક વર્ષ બાકી છે. તે રસી વિતરણ કરવામાં એક વર્ષનો સમય લેશે.  હર્ડ ઈમ્યુનિટી – રોગપ્રતિકારક શક્તિ ઘણી દૂર છે. રોગચાળો ઝડપી પ્રસરી રહ્યો છે. તેની રફતાર વધી રહી છે. સૌથી વધારે સ્થિતિમાં 2 વર્ષ જેટલો સમય લાગશે. આ હિસાબે યોજનાઓ બનાવવી જોઈએ.

અમેરિકામાં વાસ્તવિક કેસની સંખ્યા 10 ગણી થઈ શકે

ફહિમ યુનુસે પણ કોરોનાના કેસ પર પોતાનો મત આપ્યો હતો. તેમણે કહ્યું કે અમેરિકામાં 25 લાખ કેસ થઈ ચૂક્યા છે. અને દેશની મુખ્ય સ્વાસ્થ્ય સંસ્થા સીડીસી માને છે કે અમેરિકામાં વાસ્તવિક કેસની સંખ્યા 10 ગણી થઈ શકે છે. તેમણે કહ્યું કે પાકિસ્તાને અમેરિકા કરતા 15 ગણા ઓછા પરીક્ષણો (10 લાખ લોકો દીઠ) કર્યા છે, પરંતુ ત્યાં 2 લાખ કેસ થયા છે. હવે તમે જ કલ્પના કરી શકો છો કે પાકિસ્તાનની વાસ્તવિક સંખ્યા કેટલી હશે.

READ ALSO

Related posts

રેખાને થવું પડ્યું હોમ ક્વોરન્ટાઈન, બંગલો પણ થયો સીલ

Arohi

જોઝ બટલરની ક્રિકેટ કારકિર્દી પર લટકતી તલવાર, આ છે કારણ

Bansari

મહિલા પોલીસ કર્મી સુનિતા યાદવે લગાવ્યા ગંભીર આક્ષેપો, મારી પર કરવામાં આવી રહ્યું છે દબાણ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!