GSTV

નવો ખુલાસો: શું નોટ અને સિક્કાથી પણ ફેલાઈ છે કોરોના વાયરસ, વૈજ્ઞાનિકોએ સંશોધન કરી રાહત આપી

Last Updated on July 31, 2021 by Pravin Makwana

નોટ અને સિક્કાથી કોરોના વાયરસ ફેલાતો હોવાની આશંકામાં બીજી લહેર દરમિયાન ઓનલાઈન ટ્રાંજેક્શન વધ્ય હતા. જો કે એક સંશોધનમાં એ વાત સામે આવી છે કે, નોટ અથવા સિક્કાથી કોરોના ફેલાવાની શક્યતા નથી. યુરોપિયન સેન્ટ્રલ બેંકના નિષ્ણાંતો અને જર્મનીની રૂહર યુનિવરસિટી બોખમના શોધકર્તાઓએ નોટ અને સિક્કાથી કોરોના વાયરસ ફેલાવાની શક્યતાને લઈને આ સંશોધન હાથ ધર્યુ હતું.

અભ્યાસમાં પીવીસીથી બનેલી વિવિધ પ્રકારની નોટો, સિક્કા અને બેંક ક્રેડિટ કાર્ડ સ્ટેનલેસ સ્ટીલની સપાટી પર મૂકવામાં આવ્યા હતા. નિષ્ણાતોએ તેમને બિન-હાનિકારક કોરોના વાયરસ તેમજ કોવિડ -19 માટે જવાબદાર SARS-CoV-2 વાયરસથી ચેપ લગાવ્યો હતો.

રોકાણ

અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વાયરસ સ્ટીલની સપાટી પર સાત દિવસ સુધી ટકી રહ્યો હતો, પરંતુ નોટ અને સિક્કા પર બે થી છ દિવસમાં અદૃશ્ય થઈ ગયો હતો. વાયરસ પાંચ ટકા તાંબાના સિક્કા પર માત્ર એક કલાક સુધી ટકી શકે છે. વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું છે કે SARS-CoV-2 વાયરસ નોટો અથવા સિક્કાથી ફેલાવવાનું જોખમ નહિવત છે.

કોરોના

એક અહેવાલ મુજબ, જ્યારે ચીનમાં કોવિડ -19 ને કારણે મૃત્યુઆંક 1500 ને વટાવી ગયો, ત્યારે ચીનની તમામ બેંકોને સંભવિત કોરોના સંક્રમિત ચલણી નોટો પાછી ખેંચી લેવા અને તેમને સેનિટાઈઝ કરવાની સૂચના આપવામાં આવી હતી. અગાઉ કરવામાં આવેલા અન્ય એક અભ્યાસ મુજબ, કોરોના વાયરસ કાચ અને પ્લાસ્ટિકની સપાટી કરતા ઓછા દિવસો સુધી કાગળ અને કાપડ પર ટકી શકે છે.

scheme

આ વર્ષની શરૂઆતમાં, આઈઆઈટી મુંબઈના વૈજ્ઞાનિકોએ તેમના અભ્યાસમાં જોયું કે કોરોના કાચ અને પ્લાસ્ટિકની સપાટી કરતાં કાગળ અને કાપડ પર ઓછા દિવસો સુધી ટકી શકે છે. વૈજ્ઞાનિકોને અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વાયરસ કાચ પર ચાર દિવસ અને પ્લાસ્ટિક અને સ્ટેનલેસ સ્ટીલ પર સાત દિવસ સુધી ટકી શકે છે.

READ ALSO

Related posts

સાવધાન/ શું તમારો ફોન ઝડપથી થઇ રહ્યો છે ડીસ્ચાર્જ ? એમાં હોઈ શકે છે વાયરસ, બચવા માટે ફટાફટા કરો આ કામ

Damini Patel

બિહારની આ હૉટ હસીનાએ પાર કરી બોલ્ડનેસની તમામ હદો, ફોટોઝ જોઇને ઉડી જશે તમારા હોંશ

Bansari

સલમાન ખાનના જીવન પર બનવા જઈ રહી છે વેબ સિરીઝ, ખુલી શકે છે એક્ટરના જીવન સાથે જોડાયેલા ઘણાં રાઝ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!