GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

ભારતમાં Coronaથી 10 લાખ દીઠ 33.2 લોકો સંક્રમિત થયા: ICMR

Corona

ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) દ્વારા લેબોરેટરી મોનિટરીંગ ડેટાના વિશ્લેષણ પ્રમાણે ભારતમાં Corona વાયરસના હુમલાનો દર 0.00332 ટકા છે. મતલબ કે, ભારતમાં પ્રતિ મિલિયન (10 લાખ) લોકોએ 33.2 લોકો સંક્રમિત છે. આ આંકડો અન્ય દેશોમાં હુમલાના દરથી ખૂબ જ ઓછો છે.

અન્ય દેશોમાં આ પ્રમાણે છે દર

યુએસ નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિનના અહેવાલ પ્રમાણે અમેરિકામાં આ દર 0.2523 ટકા, ફ્રાંસમાં 0.3364 ટકા, બ્રિટનમાં 0.1962 ટકા અને કેનેડામાં 0.0899 ટકા છે. ICMR -નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ એપિડેમિયોલોજીના વૈજ્ઞાનિક ડોક્ટર તરૂણ ભટનાગરે જણાવ્યું કે, આ વિશ્લેષણ વિભિન્ન ICMR પ્રયોગશાળાઓના આંકડાઓ પર આધારીત અને વ્યાપક છે. ડોક્ટર તરૂણના કહેવા પ્રમાણે તેમણે પોઝિટિવ કેસની સંખ્યાને વિભાજિત કરીને આકરણી કરી જેમાં દરેક વ્યક્તિ જોખમમાં છે તેવું માનવામાં આવે છે. તેમણે એક લાખથી વધારે નમૂનાઓનો ડેટા તરીકે ઉપયોગ કર્યો જેનું વિવિધ ICMR પ્રયોગશાળાઓમાં એક વિશેષ અવધિ દરમિયાન પરીક્ષણ કરાયું હતું. આ કારણે તે અત્યાર સુધીનો સૌથી વ્યાપક મોનિટરીંગ ડેટા બની ગયો છે.

આ ઉંમરનાં લોકોમાં હુમલાનો દર વધારે

ઈન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચના સ્પેશિયલ કોવિડ મુદ્દેના બીજા સંસ્કરણમાં પ્રકાશિત થનારા અભ્યાસના પ્રમુખ લેખક ભટનાગરના કહેવા પ્રમાણે વાસ્તવિક સંખ્યા ભિન્ન હોઈ શકે છે પરંતુ નમૂનાના આકારને જોતા તે અત્યાર સુધીનો સૌથી વ્યાપક ડેટા છે. પ્રી-પ્રિન્ટ અભ્યાસમાં ભારતે 22મી જાન્યુઆરીથી 30મી એપ્રિલ દરમિયાન 1.02 મિલિયન થી વધુ લોકોનું પરીક્ષણ કર્યું તેમ જણાવાયું છે. અભ્યાસ પ્રમાણે કોરોનાના હુમલાનો દર 50થી 69 વર્ષની ઉંમર ધરાવતા લોકોમાં સૌથી વધુ 63.3 (પ્રતિ 10 લાખ) અને 10 વર્ષથી ઓછી ઉંમર ધરાવનારાઓમાં સૌથી ઓછો 6.1 (પ્રતિ 10 લાખ) છે.

મહિલાઓ કરતાં પુરુષોમાં હુમલાનો દર  વધારે

મહિલાઓ (24.3 પ્રતિ 10 લાખ)ની તુલનાએ પુરૂષો (41.6 પ્રતિ 10 લાખ) માં હુમલાનો દર વધુ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે 26મી મે સુધી ભારતમાં પ્રતિ એક લાખ લોકોએ 10.7 કેસ નોંધાયા જ્યારે અમેરિકામાં 486, બ્રિટનમાં 504, બેલ્જિયમમાં 499 અને મેક્સિકોમાં 52.2 કેસ નોંધાયા. ICMRએ જાન્યુઆરીમાં કોવિડ-19 માટે લેબોરેટરી મોનિટરીંગ પ્રોટોકોલ તૈયાર અને સ્થાપિત કર્યો. 22મી જાન્યુઆરીના રોજ પ્રથમ નમૂનાનું પરીક્ષણ કરાયું અને 30મી જાન્યુઆરીએ ભારતમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો.ભારતના 736 જિલ્લાઓમાંથી 523 જિલ્લાઓમાં કોરોનાના કેસ નોંધાયા છે.

READ ALSO

Related posts

ચીની ઘુસણખોરી પર લદ્દાખના લોકો સરકારને કરી રહ્યા છે એલર્ટ! નજર અંદાજ કરવું પડી શકે છે ભારે: રાહુલ ગાંધી

Arohi

ગુજરાતમાં એકસાથે 34 PI અને 50થી વધુ PSIની બદલીના આદેશ, પોલીસ વડા શિવાનંદ ઝાના મોટા નિર્ણયથી પોલીસબેડામાં ખળભળાટ

Bansari

‘શોખ બડી ચીઝ હૈ’ વધારેમાં વધારે તમે કેટલા રૂપિયાનું માસ્ક પહેરો? 100? 200? 300? આ શખ્શે બનાવ્યું આટલા લાખનું સોનાનું માસ્ક

Arohi
Do NOT follow this link or you will be banned from the site!