GSTV
Gujarat Government Advertisement

એલર્ટ ! ભારતમાં પહેલીવાર, એક જ દિવસમાં Corona સંક્રમણનો આંકડો 700ને પાર

corona

Last Updated on April 10, 2020 by Bansari

ભારતમાં Corona વાયરસના ચેપના કેસોમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે. ગુરુવારે, દેશભરમાં Coronaના 781 નવા કેસ નોંધાયા છે. આ એક જ દિવસમાં Corona ચેપનો સૌથી મોટો આંકડો છે. આ પહેલા બુધવારે એક દિવસમાં Coronaના 598 નવા કેસ નોંધાયા હતા. આનાથી તાજેતરના આંકડા 30 ટકા વધુ છે.

Corona સંક્રમિતોનો આંકડો પહેલીવાર 150ને પાર

ગુરુવારે મહારાષ્ટ્રમાં સૌથી વધુ 229 નવા કેસ નોંધાયા છે. દેશમાં પહેલીવાર કોઈ રાજ્યમાં Corona ચેપનો આંકડો 150ને પાર થયો છે. ગુરુવારે મહારાષ્ટ્ર સિવાય તમિલનાડુમાં 96 નવા કેસ નોંધાયા છે, રાજસ્થાનમાં 80 , ગુજરાતમાં 76 અને દિલ્હીમાં 51 નવા કેસ નોંધાયા છે. Corona ચેપના મામલે ગુરુવારનો દિવસ ભારત માટે સૌથી ખરાબ રહ્યો. આ દિવસે એક જ દિવસમાં 700થી વધુ કેસ નોંધાયા હતા.

કોરોના

પાછલા અઠવાડિયામાં, Corona ચેપના નવા કેસોની સંખ્યા 500-600ના ઝોનમાં હતી. ગુરુવારે પણ આ પેટર્ન તૂટી ગઈ હતી. ગુરુવારે, Coronaથી મૃત્યુઆંક સમગ્ર દેશમાં 31 રહ્યો હતો. આ સાથે, જીવલેણ વાયરસને કારણે પોતાનો જીવ ગુમાવનારાઓની સંખ્યા 232 પર પહોંચી ગઈ છે. મહારાષ્ટ્રના Coronaથી મૃત્યુના 15 નવા કેસ નોંધાયા છે. જે બાદ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 97 પર પહોંચ્યો હતો.

ભારતમાં જ્યાં સૌથી પહેલો કોરોનાનો કેસ નોંધાયો, તે રાજ્યએ આ રીતે મેળવી લીધો કાબૂ

કોરોના વાયરસ માટે સૌથી પહેલા ચર્ચામાં આવેલુ કેરલમાં હવે રાહતના સમાચાર આવી રહ્યા છે. જ્યાં 345 સંક્રમણવાળા કેસમાંથી 83 દર્દી ઠીક થઈ ગયા છે. અને અત્યાર સુધીમાં કેરલમાં ફક્ત બે લોકોના જ મોત થયા છે. કેરલમાં હવે નવા કેસ સામે આવવામાં ખૂબ ઘટાડો થયો છે.

કેરલમાં કોરોનાના કેસમાં આવ્યો ઘટાડો

આઈએએસ અધિકારી સુનીલ કુમારનું કહેવુ છે કે, જે રીતે કેરલે નિપાહ વાયરસ પર કાબૂ મેળવ્યો હતો, તેનાથી પણ વધુ સારુ મોડલ કોવિડ-19ને રોકવા માટે અપનાવ્યું છે. આ બાજૂ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓ અને ભારત સરકારના રણનીતિકારો પણ સતત કેરલ પર નજર બનાવી રાખી છે.

corona

પ્રથમ કેસ આવતાની સાથે જ સતર્ક થઈ સરકાર

અધિકારીઓ જણાવે છે કે, કોરોના વાયરસના કહેરને ધ્યાને રાખી કેરલમાં તેને રોકવાના પ્રયાસો વધારી દીધા હતા. જાન્યુઆરી મહિનામાંથી જ તેના માટે ખાસ યોજના બનાવી હતી. 24 જાન્યુઆરીએ મુખ્યમંત્રીએ સંક્રમણ પર ચર્ચા પર તમામ જિલ્લામાં કંટ્રોલ રૂમ બનાવવાની જાહેરાત કરી દીધી હતી. આપને જણાવી દઈએ કે, કેરલમાં સૌથી પહેલો કેસ 30 જાન્યુઆરીએ સામે આવ્યો હતો. આ કેસ સામે આવતા જ કેરલ સરકારે રાજ્યમાં 4 ફેબ્રુઆરીએ રાજ્યમાં ઈમરજન્સી જાહેર કરી દીધી હતી.

ટ્રેસિંગ, પ્લાનીંગ અને ટ્રેનિંગના મંત્રએ અપાવી જીત

કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે કેરલ હાલ જે રીતે કામ કરી રહ્યું છે, તેવુ જ કામ નિપાહ અને ઈબોલાના સંક્રમણ વખતે પણ અપનાવ્યું હતું. કેરલ આમ પણ નાનુ રાજ્ય છે, તેમ છતાં પણ ત્યાં સાક્ષરતા દર સૌથી વધારે છે. મેડિકલ, પેરામેડિકલ, સાઈન્સ અને ટેકનોલોજી સાથે જોડાયેલા લોકોની સંખ્યા ખૂબ વધારે છે. કેરલમાંથી મોટી માત્રામાં ચીન અને ખાડીના દેશોમાં વસેલા છે.કોરોના વાયરસના વિશ્વમાં કહેર વધતા લોકો ઝડપથી કેરલ તરફ પાછા આવવા લાગ્યા, આ વાતની ગંભીરતા જાણી રાજ્ય સરકારે તેમની ઓળખાણ, સારવારની યોજના અને સ્વાસ્થ્ય વિભાગ તથા ટ્રેનિંગ પર ભાર આપ્યો.

પ્રોટોકોલ બનાવ્યો અને પાલન કરાવ્યું

કોરોના વાયરસથી છૂટકારો મેળવવા માટે કેરલે પ્રોટોકોલ બનાવ્યો. જાન્યુઆરીમાં જ હવાઈ મુસાફરી કરી આવતા લોકોનું એરપોર્ટ પર જ સ્ક્રિંનીંગ અને જેમાં પણ કોરોનાના લક્ષણો જણાય તેમને સીધા હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ માટે ક્વારન્ટાઈનની વ્યવસ્થા, સાધનો, કિટ, તપાસ, આઈસીયુની ખાસ વ્યવસ્થા ઉભી કરી એક રણનીતિ બનાવી. સરકારે ત્યારથી જ રાજ્યમાં આઈસીયુ અને વેંટિલેટર વિશે વિચારી આગળ કામ શરૂ કરી દીધું.

મુસાફરી કર્યાની હિસ્ટ્રી છુપાવો નહીં, ખુદ સામે આવો

સ્વાસ્થ્ય વિભાગ અને પ્રશાસન તરફથી લોકોને અપીલ કરાઈ હતી કે, તેઓ પોતાની યાત્રાની હિસ્ટ્રી છુપાવે નહીં અને ખુદ સામે આવે. જ્યાં આ હિસ્ટ્રી છુપાવવી ગુનો બનાવ્યો હતો. આ ઉપરાંત લોકોની ઓળખ, રેપિડ ટેસ્ટીંગ સહિતના ઉપાયો અપનાવ્યા.

વારંવાર હાથ ધોવાનું…લોકોએ પાલન પણ કર્યું

કોરોના વાયરસના કહેરને રોકવા માટે વારંવાર હાથ ધોવા અતિ જરૂરી છે, ત્યારે આવા સમયે દરેક જગ્યાએ કેરલમાં સરકારે વોશ બેસિન લગાવ્યા, લોકોને થોડા થોડા અંતરે હાથ ધોવા પર ભાર આપવામાં આવ્યો. ઓફિસોમાં પણ આ રીતે પ્રોટોકોલ બનાવવાામાં આવ્યો, જેથી આ વાયરસની ચેન તોડી શકાય. રોડ, રસ્તાઓ અને પર સ્ક્રિનીંગ વધારી દીધું.

ત્રણ લેયર પર તૈયાર કર્યા ફાઈટર

કેરલને મળેલી સફળતા પાછળ રાજ્ય સરકારે બનાનેલા ત્રણ લેયરલના ફાઈટર પર નિર્ભર કરે છે. રાજ્ય સરકારે આ માટે ખાસ પ્લાનિંગ પણ કર્યું હતું.આ અંતર્ગત નર્સ, તપાસ કર્મી, ટેકનિશીયન, આશા વર્કર સહિત લગભગ 60 હજાર લોકોને ત્રણ ભાગમાં વહેંચી નાખ્યા. રણનીતિ બનાવી પ્રથમ લેયર વાળા સૌથી પહેલા તપાસ સહિતના કામ કરશે. ત્યાર બાદ બીજા અને ત્રીજા લેયરવાળા લોકોએ પોતાની જવાબદારી સંભાળી લેવી આ રીતે સૂચિબદ્ધ રીતે કામ હાથ ધર્યુ. આ સાથે જ લોકોને પણ આરામ મળતો રહે, આ સ્વાસ્થ્યના અધિકારીઓ સારી રીતે કામ કરી શકે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

શરમજનક: મોદીની વાહવાહી કરવામાં શૈક્ષણિક સંસ્થાઓને પણ ન છોડી, પીએમ મોદીનો આભાર માનતા બૈનરો લગાવવા યુનિવર્સિટીઓને આપ્યા આદેશ

Pravin Makwana

RBIએ આ ત્રણ સહકારી બેંકોને ફટકાર્યો મોટો દંડ, જાણી લેવો શું તમારું તો ખાતું નથી

Damini Patel

ખાસ વાંચો/ રેશનકાર્ડ ધારકોને ઓછુ અનાજ આપીને હવે છેતરી નહીં શકે દુકાનદાર, સરકારે લીધો આ મોટો નિર્ણય

Bansari
Do NOT follow this link or you will be banned from the site!