GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

કોરોનાવાયરસ મામલે ભારતીય રિઝર્વ બેન્કનાં પૂર્વ ગવર્નર રઘુરામે આપ્યું આ નિવેદન

કોરોનાવાયરસ જેવી (corona) મહામારીને રોકવા માટે ફક્ત સમગ્ર દેશમાં લોકડાઉન પૂરતું નથી, તેમ ભારતીય રિઝર્વ બેક(આરબીઆઇ)ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને જણાવ્યું છે. ત્યારે આ બાબતે રાજને જણાવ્યું છે કે આ એક ગંભીર ચિંતાનો વિષય છે કારણકે લોકડાઉન લોકોને નોકરી ધંધા માટે જતા રોકે છે અને તેમને ઘરમાં જ રાખે છે. જરૃરી નથી કે બધાના ઘર દૂર દૂર હોય પણ આ ઘર ઝૂપડપટ્ટીમાં પણ હોઇ શકે છે. જ્યાં લોકો એક સાથે મળીને રહે છે.

ભારતીય રિઝર્વ બેક(આરબીઆઇ)ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનું નિવેદન

બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર કોરોના વાઇરસના સંક્રમણને રોકવું ખૂબ જ મુશ્કેલ છે. તેમણે જણાવ્યું છે કે લોકડાઉનથી સમાજના ગરીબ લોકોની મુશ્કેલી વધી જશે. કેન્દ્ર સરકારે ૨૧ દિવસના લાંબા લોકડાઉનની જાહેરાત કરી છે. જેના કારણે દેશનું અર્થતંત્ર ભાંગી પડશે. કરોડો લોકો પોતાના ઘરે રહેવા મજબૂર છે જેના કારણે મોટા ભાગના લોકો સમક્ષ માળખાગત સુવિધા જેવી કે ભોજન અને દવાઓની સમસ્યા ઉભી થવાની છે.

કરોડો લોકો પોતાના ઘરે રહેવા મજબૂર

રાજને વધુમાં જણાવ્યું છે કે સરકાર કોરોના સામેની લડાઇમાં નબળું ઇન્ફ્રાસ્ટ્રકચર અવરોધરૃપ છે. તેમણે જણાવ્યું હતું કે વર્તમાન સ્વાસ્થ્ય સંકટનો સામનો કરવા માટે તમામ સંશાધનોનો ઉપયોગ કરવાની જરૂર છે. કોરોના વાઇરસની વૈશ્વિક લડાઇ અંગે આરબીઆઇના પૂર્વ ગર્વનરે જણાવ્યું છે કે અસમંજસ અને દેશોની વચ્ચે સમન્વયની ઉણપથી ઇનકાર કરી શકાય તેમ નથી.

READ ALSO

Related posts

મોદી સરકારે આ યોજનાને વધુ 5 મહિના લંબાવવાની આપી મંજૂરી, 81 કરોડ લોકોને મળશે મફત અનાજ

Pravin Makwana

ભગવાન રામનું આ પવિત્ર શહેર થશે નોન વેજ અને દારૂના વેચાણથી મુક્ત, યોગી સરકાર લગાવશે પ્રતિબંધ

Pravin Makwana

અમદાવાદ મનપાની માથે બોપલ ડમ્પિંગ સાઈટ દુર કરવાની આવી જવાબદારી, પીરાણાનો પ્રશ્ન યથાવત, રહીશોમાં રોષ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!