GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

દેશમાં જીવલેણ વાયરસનો ભરડો વધ્યો, છેલ્લા 24 કલાકમાં નવા 26 હજાર કેસો નોંધાવાની સાથે આંકડો નવ લાખ પર પહોંચ્યો

દેશમાં જીવલેણ કોરોના વાયરસનો ભરડો બુલેટ ગતીએ સતત પણે વધી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ કારણે કોરોના વાયરસના કેસોની સંખ્યા હવે વધીને નવ લાખને પાર પહોંચી ગઇ છે. જ્યારે 23,670 લોકોએ અત્યાર સુધીમાં જીવ ગૂમાવ્યો છે.છેલ્લા 24 કલાકમાં જ 26,289 નવા કેસો સામે આવ્યા છે અને વધુ 521 લોકોએ જીવ ગૂમાવ્યો છે. બીજી તરફ આ જ સમયગાળા દરમિયાન 15,914 લોકોને સાજા કરી લેવામાં આવ્યા છે. સાથે રીકવરી રેટમાં પણ વધારો થઇ રહ્યો છે.

કેસોની સંખ્યા હવે વધીને નવ લાખને પાર પહોંચી

કુલ આંકડા પર નજર કરીએ તો દેશમાં કોરોનાના કુલ કેસો હવે 9,01,171ને પાર પહોંચી ગયા છે. જ્યારે 5,68,543 લોકોને સાજા કરી લેવામાં આવ્યા છે. રીકવરી રેટ પર નજર કરીએ તો 19 રાજ્યોમાં લોકોને ઝડપથી સાજા કરી લેવામાં સફળતા મળી રહી છે.આ 19 રાજ્યોમાં રીકવરી રેટ દેશના સરેરાશ રીકવરી રેટ 63.02 ટકા કરતા પણ વધુ છે. દેશમાં અગાઉ રીકવરી રેટ 60 ટકાની આસપાસ હતો, એટલે જેમ જેમ કેસો વધી રહ્યા છે તેમ તેમ જે લોકોને સાજા કરાઇ રહ્યા છે તેમની સંખ્યા પણ વધી રહી છે.

છેલ્લા 24 કલાકમાં જ 26,289 નવા કેસો સામે આવ્યા

ઉલ્લેખનીય છે કે દેશનાં રાજ્યો પર નજર કરીએ તો દિલ્હીમાં રીકવરી રેટ 79.98, ઉત્તરાખંડમાં 78.77, છત્તીસગઢમાં 77.68, હિમાચલમાં 76.59, હરિયાણામાં 75.25, રાજસૃથાનમાં 74.22, મધ્ય પ્રદેશમાં 73.03 ટકા છે. જ્યારે ગુજરાતમાં આ ટકાવારી 69.73 ટકા છે જે અન્ય મોટા રાજ્યોની સરખામણીએ ઓછી છે પણ ઉત્તર પ્રદેશ કરતા વધુ માનવામાં આવે છે. ઉત્તર પ્રદેશમાં રીકવરી રેટ 63.97 ટકા છે, તેવી જ રીતે તામિલનાડુમાં પણ 64.66 ટકા છે. 12મી જુલાઇ સુધીમાં દેશભરમાં કુલ 1,18,06,256 સેંપલના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. સોમવારે જ 219103 સેંપલના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

જ્યારે 23,670 લોકોએ અત્યાર સુધીમાં જીવ ગૂમાવ્યો

ત્યારે બીજી તરફ અનેક રાજ્યોમાં હવે ફરી લોકડાઉન જાહેર કરવામાં આવી રહ્યું છે, કર્ણાટકમાં બેંગાલુરૂ બાદ હવે વધુ બે જિલ્લા ધરવાડ અને દકશિના કન્નડ જિલ્લામાં પણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. એક સપ્તાહ અને બીજા જિલ્લામાં નવ દિવસ માટે આ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે પંજાબમાં જાહેરમાં એકઠા થવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે, તેવી જ રીતે લગ્ન પ્રસંગોમાં પણ અનેક નિયમો લાગુ કરાયા છે, પંજાબમાં હવે 50 નહીં માત્ર 30 લોકો જ લગ્ન પ્રસંગમાં સામેલ થઇ શકશે. મધ્ય પ્રદેશમાં એક બેદરકારી સામે આવી છે, અહીંના ઇંદોરમાં બે લોકોના ત્રણ મહિના પહેલા કોરોનાથી મોત નિપજ્યા હતા, જોકે તેમના મોત અંગેનો રિપોર્ટ ત્રણ મહિના બાદ સોમવારે જાહેર કરવામાં આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.

મૃત્યુ થયાના ત્રણ મહિના બાદ આંકડા જાહેર થઇ રહ્યા હોવાથી હાલ સરકાર દ્વારા કોરોનાના કેસોના જે કુલ આંકડા જાહેર થઇ રહ્યા છે તેને લઇને પણ અનેક શંકાઓ વિપક્ષ વ્યક્ત કરી રહ્યો છે.રાજ્યોમાં નોંધાયેલા કુલ કેસો પર નજર કરીએ તો સૌથી વધુ મહારાષ્ટ્રમાં સોમવાર સુધીમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 260924ને પાર પહોંચી ગઇ હતી, તામિલનાડુમાં આ આંકડો 142798 નોંધાયો હતો, તેવી જ રીતે દિલ્હીમાં પણ કુલ કેસોનો આંકડો 113740 ઉપર પહોંચ્યો છે. ગુજરાતમાં પણ અત્યાર સુધીમાં કોરોનાના કુલ 42808 કેસો સામે આવી ચુક્યા છે જ્યારે 2057 લોકોએ જીવ ગુમાવ્યો છે.

READ ALSO

Related posts

એર ઈન્ડિયાના દુર્ઘટનાગ્રસ્ત વિમાનનું બ્લેક બોક્સ મળ્યુ, તપાસ માટે દિલ્હી મોકલાશે

Ankita Trada

ગ્લોબલ વોર્મિંગને કારણે કેનેડાની 4000 વર્ષ જૂની અંતિમ હિમશિલા પણ તૂટી ગઈ

Mansi Patel

આર્મિ ચીફ ઉપયોગ કરતા દેખાયા પર્સનલ એર સેનિટાઈઝર, કેવી રીતે કરે છે આ કામ

Karan
Do NOT follow this link or you will be banned from the site!