GSTV

કોરોનાના લક્ષણો બદલાયા : મોદી સરકાર પણ મૂકાઈ ચિંતામાં, આ પ્રકારના કેસો વધ્યા

દેશમાં કોરોનાના વધતા જતા કેસ વચ્ચે(corona) હવે ફોલ્સ નેગેટિવ કેસે સરકારની ચિંતા વધારી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે માન્યુ છે કે દેશમાં હવે કોરોનાના લક્ષણ ન દેખાતા હોય તેવા દર્દીઓ પણ સામે આવી રહ્યા છે. કોરોનાના લક્ષણ ન દેખાતા હોય તેવા દર્દીઓ થકી ચેપનો વધુ ભય રહેલો છે. આવા દર્દીઓને ફોલ્સ નેગેટિવ કહે છે. એક અંદાજ મુજબ વિશ્વભરમાં (corona)ત્રીસ ટકા દર્દીઓ ફોલ્સ નેગેટિવ હોવાનુ મનાય છે. આ સાથે આરોગ્ય કર્મચારીઓમાં પણ ચેપ ફેલાવાને લઇને સ્વાસ્થ્ય મંત્રાલયે ચિંતા વ્યકત કરી છે.

ફોલ્સ નેગેટિવ કેસે સરકારની ચિંતા વધારી

અમદાવાદમાં અત્યાર સુધી કુલ 133 પોઝીટીવ કેસ થયા છે. હજુ પણ અમદાવાદીઓએ સુધરવાની જરૃર છે. જો નહીં સુધરો તો અમદાવાદમાં કોરોનાનો વિસ્ફોટ દિવસે દિવસે વધી જશે… લોકડાઉનનું ચુસ્તપણે અમલીકરણ થવું જરૃરી છે. ભીલવાડા પેટર્ન મુજબ કોટ વિસ્તારમાં વકરેલા કોરોનાને નાથવા પ્રયાસો કરવા પડશે. અત્યાર સુધી હોતા હૈ ચલતા હૈ એવી સ્થિતિ હવે નહીં ચલાવી લેવાય. કોરોનાના વધતા ભયને કોની બેદરકારી ગણવી.

કોરોના

લોકો સ્વયંભૂ લોકડાઉનનો અમલ નહીં કરે તો તંત્ર પણ કશું નહીં કરી શકે

બુધવારે કોરોનાનો એક પણ કેસ નોંધાયો નહોતો પરંતુ છેલ્લા 24 કલાકમાં વિસ્ફોટ થયો હોય તેમ આજે આરોગ્ય સચિવ જયંતિ રવિએ પ્રેસ કરીને રેકોર્ડબ્રેક કોરોના પોઝીટીવ કેસ એક જ દિવસમાં 50નો આંક પાર કરી ગયાનું જણાવ્યું હતું. નોધાયેલા કેસો દાણીલિમડા, આસ્ટોડિયા અનેઘોડાસર વિસ્તાર આવ્યો છે. શહેરી વિસ્તારોમાં બનાવાયેલી કોરોના ચેકપોસ્ટ પર મ્યુનિસિપલ તંત્રની અવ્યવસ્થા સર્જાઈ હતી. અમદાવાદમાં કોરોનાનો કાળ પછેડો ફરી ગયો છે.

અમુક રાજ્યોમાં કોરોનાને કારણે પરિસ્થિતી અત્યંત વિકટ

સીલ કરાયેલા તમામ રાજ્યોમાં હવે સેનેટાઈઝીંગ કરવામાં આવશે અને ત્યા માત્ર પોલીસકર્મી, સ્વાસ્થય કર્મી, અને સફાઈકર્મી અવર જવર કરી શકશે.તેમજ રાજ્યમાં હવે બેંક અને કરીયાણાની દુકાનો પણ બંધ રહેશે.મીડિયા કર્મીઓને પણ હોટસ્પોટ વિસ્તારમાં કવરેજ કરવાની પરવાનગી નહી મળે પરંતું મીડિયા કર્મી તેની ફરજ બજાવા ઓફિસે જઈ શકશે.અને ઉત્તરપ્રદેશમાં જો કોઈ વ્યક્તિ કોઈ કારણોસર બહાર નિકળે છે. તો તેણે ફરજિયાત માસ્ક લગાવવું પડશે..અને જો તે તેવું નહી કરે તો તેની સામે કડક પગલા લેવામાં આવશે.

દિલ્હી, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોને પુરી રીતે સીલ કરાયા

દેશની રાજધાની દિલ્હીમાં પણ 20 હોટસ્પોટને સીલ કરવામાં આવ્યા છે. કોઈ પણ વ્યક્તિ હવે ત્યાથી ઘરની બહાર નહી નીકળી શકે.જરૂરીયાતમંદ સામાનની હોમ ડિલીવરી આપવામાં આવશે.જો કોઈ ઘરની બહાર નીકળશે તો તેની સામે કાયદેસરની પગલા લેવામાં આવશે.ઉલ્લેખનિય છે કે લોકડાઉનની વાત કરીએ તો લોકડાઉનમાં કરિયાણાની દુકાન, દૂધની દુકાન, મેડિકલ સ્ટોર અને બેંક સહિતની જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ મળી રહે છે.પરંતુ જ્યારે કોઈ વિસ્તારમાં સીલ મારવામાં આવે.ત્યારે આ તમામ ચીજવસ્તુઓ ઉપર પણ પાબંધી મુકવામાં આવે છે..સાથેજ સીલ કરાયેલા વિસ્તારને સેનેટાઈઝ કરવામાં આવે છે.

READ ALSO

Related posts

ભરૂચ/ માગણીઓ સ્વિકારવાના બદલે પોલીસ ફરિયાદ કરી, આરોગ્ય વિભાગ બચાવમાં આગળ આવ્યો

Pravin Makwana

સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મજયંતિમાં રૂપાણીએ કોંગ્રેસ પર વરસાવ્યા વાક્બાણ

Pritesh Mehta

વડોદરા ભાજપમાં ભડકો/ કોંગ્રેસના કોર્પોરેટર ભાજપમાં જોડાવાના હોવાની વાતો વહેતી થતાં કાર્યાલય પર કર્યો ઘેરાવ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!