GSTV

જીવલેણ વાયરસ/ દેશમાં છેલ્લા 24 કલાકમાં 85 હજાર કેસો આવ્યા સામે, કુલ ચેપગ્રસ્તોની સંખ્યા 63 લાખ નજીક

કોરોના

દેશભરમાં જીવલેણ કોરોના વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે તેની સાથે મૃત્યુઆંક પણ હવે એક લાખ સુધી પહોંચવા આવ્યો છે. પ્રાપ્ત આંકડા મુજબ કોરોનાના વધુ ૮૫૧૧૬ કેસો સામે આવ્યા છે જે સાથે જ કુલ કેસોની સંખ્યા ૬૩ લાખ નજીક પહોંચી ગઇ છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં 85 હજાર કેસો આવ્યા સામે

જ્યારે ૨૪ કલાકમાં જ કોરોનાને કારણે વધુ ૧૧૬૭ લોકોએ જીવ ગુમાવ્યો છે અને તે સાથે જ મૃત્યુઆંક પણ હવે ૯૮૫૭૮ને પાર પહોંચી ગયો છે. બીજી તરફ વધુ ૮૬૨૨૩ લોકોને સાજા કરી લેવામાં આવ્યા છે અને કુલ સાજા થયેલાની સંખ્યા ૫૨૬૦૬૪૧એ પહોંચી છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા હવે ૧૪ લાખ નજીક પહોંચી છે અને મૃત્યુઆંક પણ વધીને ૩૬ હજારને પાર કરી ગયો છે જ્યારે ૧૦.૮૮ લાખ લોકોને સાજા પણ કરી લેવાયા છે. આંધ્ર પ્રદેશમાં જ કોરોનાના કુલ ૬.૯૩ લાખ કેસો નોંધાયા છે અને ૫૮૨૮ લોકો મોતને ભેટયા છે. તમિલનાડુ ૫૯૭૬૦૨ કેસો સાથે ત્રીજા ક્રમે છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં પણ કુલ કેસોની સંખ્યા ૩.૯૯ લાખને પાર કરી ગઇ છે.  દેશમાં હવે એક્ટિવ કેસોની સંખ્યા કુલ કેસોની સરખામણીએ ૧૫.૧૧ ટકા છે. મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં કેટલીક છૂટછાટો સાથે લોકડાઉનને ૩૧મી ઓક્ટોબર સુધી લંબાવ્યું છે. જોકે હોટેલ અને ટ્રેનની રાજ્યમાં અવરજવરને છૂટ આપી છે.

કોરોનાથી કુલ મૃત્યુઆંક 98 હજાર 700થી વધુ

દેશમાં અત્યાર સુધી કોરોનાથી કુલ મૃત્યુઆંક 98 હજાર 700થી વધુ છે..ભારતમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા  63 લાખ 10 હજારને પાર થઈ છે.જેમાં નવ લાખ 40 હજારથી વધુ એક્ટિવ કેસ છે..જોકે 52 લાખ 70 હજારથી વધુ દર્દીઓ કોરોનાને મ્હાત પણ આપી ચુક્યા છે…સમગ્ર દેશમાં  29 સપ્ટેમ્બર સુધી સાત કરોડ 41 લાખ 96 હજારથી વધુ કોરોના ટેસ્ટ થયા છે..

READ ALSO

Related posts

હવે જમીન ઉપર ડોળો / ચીનમાં ભયંકર ખાદ્યાન સંકટ, બીજા દેશોની ખેતીને ભાડા પટ્ટે શોધી રહ્યું છે જમીન

Mansi Patel

ધૌલપુરમાં દેહવિક્રયના કાળા ધંધાનો પર્દાફાશ, પોલીસે સફળતાપૂર્વક મુક્ત કરાવી 21 બાળાઓ

pratik shah

બે પત્નીને સાથે રાખી કરતો હતો સેક્સનું લાઈવ સ્ટ્રીમીંગ, લાખો રૂપિયાની કમાણીનો આવી રીતે થયો ખુલાસો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!