ભારતમાં કોરોના સંક્રમણના મામલે વિશ્વમાં સૌથી આગળ આવી ગયું છે. ભારત એક દિવસીય કોરોના પોઝીટીવ મામલે અમેરિકા બ્રાઝીલને પાછળ રાખીને આગળ વધી ચૂક્યું છે. CORONA ના સંક્રમણ મામલે છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં 2.18 લાખ કેસ નોંધાયા છે. જેમાં ભારત 52783 નવા કેસ સાથે વિશ્વમાં પ્રથમ ક્રમાંકે છે. જ્યારે સૌથી વધુ સંક્રમિત થયેલા અમેરિકામાં પણ છેલ્લા 24 કલાકમાં ભારતથી ઓછા કેસ નોંધાયા છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 49 હજાર કેસ નોંધાયા છે. તો બ્રાઝિલમાં ભારતથી અડધા કરતાં પણ ઓછા કેસ એટલે કે 24801 કેસ નોંધાયા હતા. કોલંબિયામાં ભારતથી 5 ગણા ઓછા કેસ એટલે કે 11470 નવા કેસ નોંધાયા હતા.
# | Country, Other | Total Cases | New Cases | Total Deaths | New Deaths | Total Recovered | Active Cases | Serious, Critical | Tot Cases/ 1M pop | Deaths/ 1M pop | Total Tests | Tests/ 1M pop | Population |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
World | 18,226,811 | +218,112 | 692,434 | +4,418 | 11,439,252 | 6,095,125 | 65,798 | 2,338 | 88.8 | ||||
1 | USA | 4,813,647 | +49,038 | 158,365 | +467 | 2,380,217 | 2,275,065 | 18,623 | 14,535 | 478 | 59,935,508 | 180,977 | 331,176,957 |
2 | Brazil | 2,733,677 | +24,801 | 94,130 | +514 | 1,884,051 | 755,496 | 8,318 | 12,853 | 443 | 13,096,132 | 61,573 | 212,694,204 |
3 | India | 1,804,702 | +52,783 | 38,161 | +758 | 1,187,228 | 579,313 | 8,944 | 1,307 | 28 | 19,821,831 | 14,351 | 1,381,196,835 |
4 | Russia | 850,870 | +5,427 | 14,128 | +70 | 650,173 | 186,569 | 2,300 | 5,830 | 97 | 28,793,260 | 197,295 | 145,940,242 |
5 | South Africa | 511,485 | +8,195 | 8,366 | +213 | 347,227 | 155,892 | 539 | 8,615 | 141 | 3,036,779 | 51,147 | 59,373,395 |
6 | Mexico | 434,193 | +9,556 | 47,472 | +784 | 284,847 | 101,874 | 3,994 | 3,364 | 368 | 999,697 | 7,747 | 129,051,364 |
7 | Peru | 428,850 | +6,667 | 19,614 | +206 | 294,187 | 115,049 | 1,410 | 12,991 | 594 | 2,404,046 | 72,825 | 33,011,298 |
8 | Chile | 359,731 | +2,073 | 9,608 | +75 | 332,411 | 17,712 | 1,437 | 18,804 | 502 | 1,673,289 | 87,466 | 19,130,722 |
9 | Spain | 335,602 | 28,445 | N/A | N/A | 617 | 7,178 | 608 | 6,678,414 | 142,834 | 46,756,451 | ||
10 | Colombia | 317,651 | +11,470 | 10,650 | +320 | 167,239 | 139,762 | 1,493 | 6,237 | 209 | 1,647,396 | 32,346 | 50,930,338 |
11 | Iran | 309,437 | +2,685 | 17,190 | +208 | 268,102 | 24,145 | 4,089 | 3,680 | 204 | 2,508,418 | 29,832 | 84,085,874 |
12 | UK | 304,695 | +743 | 46,201 | +8 | N/A | N/A | 86 | 4,486 | 680 | 16,499,272 | 242,929 | 67,918,139 |
13 | Pakistan | 279,698 | +552 | 5,976 | +6 | 248,577 | 25,145 | 1,064 | 1,264 | 27 | 2,010,170 | 9,086 | 221,248,898 |
14 | Saudi Arabia | 278,835 | +1,357 | 2,917 | +30 | 240,081 | 35,837 | 2,011 | 7,999 | 84 | 3,432,354 | 98,461 | 34,859,989 |
15 | Italy | 248,070 | +238 | 35,154 | +8 | 200,460 | 12,456 | 42 | 4,103 | 582 | 6,916,765 | 114,415 | 60,453,535 |
દેશમાં કોરોના સંક્રમણના 18 લાખ કેસને પાર
દેશમાં કોરોના સંક્રમણના કેસો 18 લાખને પાર થઈ ગયા છે. જેમાં 38 135 લોકોના મોત થઈ ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધી 12 લાખથી વધુ લોકો સાજા થઈ ચૂક્યા છે. જ્યારે હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 5.79 લાખથી વધારે છે. કોરોના સંક્રમણની ઝડપ મહારાષ્ટ્ર, દિલ્હી બાદ હવે આંધ્રપ્રદેશ, બિહાર અને ઉત્તર પ્રદેશમાં જોવા મળી રહી છે. મેક્સિકોમાં પણ 9556 નવા કેસ આવ્યા હતા. સાઉથ આફ્રિકામાં 8195 નવા કેસ આવ્યા હતા. સાઉથ આફ્રિકામાં સંક્રમણના કુલ 5.11 લાખને પાર થયા છે. મેક્સિકોમાં 4.34 લાખ કેસ પહોંચ્યા છે.


બ્રાઝિલમાં 94 હજારથી વધુ લોકોના કોરોનાથી થયા મોત
બ્રાઝીલમાં સંક્રમણનો આંક 27.34 લાખને પાર થયો છે. બ્રાઝિલમાં 94 હજારથી વધુ લોકોના મોત થયા છે. અમેરિકામાં સંક્રમણનો આંક 48 લાખને પાર પહોંચી ગયો છે. જેમાં 1.58 લાખથી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 23 લાખથી વધુ લોકો સાજા થઈ ચૂક્યા છે. કોરોના સંક્રમણ મામલે વિશ્વમાં બ્રાઝિલ ભારત સહિતના દેશો કરતાં પણ સૌથી વધુ કેસ સાથે ટોપ પર છે. બીજા નંબરે બ્રાઝિલ છે જ્યારે ત્રીજા નંબરે ભારત સૌથી વધુ સંક્રમણ મામલે આવે છે.
વિશ્વમાં 1.82 કરોડથી વધુ લોકો થયા સંક્રમિત
વિશ્વમાં કોરોના સંક્રમણનો આંક 1.82 કરોડથી વધુ લોકો સંક્રમિત થયા છે. જ્યારે 6.92 લાખથી વધુ લોકોના મોત થયા છે. 1.14 કરોડથી વધુ લોકો સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 60.95 લાખ જેટલા કેસ હજુ પણ એક્ટિવ છે.
READ ALSO
- નવી શોધ/ કોરોના વાઈરસ ઈન્ફેક્શનથી બચવા આ વસ્તુનો થઈ શકે છે ઉપયોગ, ગુજરાતમાં પીવા પર છે પ્રતિબંધ
- ખેડબ્રહ્માના કોંગી ધારાસભ્યની અટકાયત થતા રોષ, આદિવાસી સમાજે આપી હાઇવે બ્લોક કરવાની ચીમકી
- IND vs AUS: મેચના ચોથા દિવસે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ આમ મળ્યા ગળે, જાણો શું હતું કારણ…
- ગઢમાં પાડશે ગાબડું/ મમતાને 50 હજાર વોટથી ના હરાવીશ તો કાયમ માટે રાજનીતિ છોડી દઈશ, શુભેંદુએ પણ ફેંક્યો લલકાર
- ગુજરાત યુનિવર્સીટી ફરી વિવાદમાં, સિન્ડિકેટ સભ્યની નિમણુંકને લઈને ઉઠ્યા સવાલો