GSTV

21,284 લોકોને ભરખી ગયો કોરોના : 195 દેશોમાં ફેલાયો, ભારતમાં પણ મોતનો આંક ઊંચકાયો

સમગ્ર દુનિયામાં(corona) ખૂબ જ ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાયરસના કારણે કુલ મૃત્યુઆંક 21,000 ને પાર થયો છે. જ્યારે 4,68,523 હજારથી વધુ લોકો કોરોનાની ચપેટમાં આવી ગયા છે. ત્યારે કોરોના વાયરસનાં કારણે ભારતમાં 21 દિવસના લોકડાઉનનો આજે બીજો દિવસ છે. જ્યારે કોરોના વાયરસનાં કારણે ઈટાલીમાં કુલ મૃત્યુઆંક સાત હજાર પાંચસો ને પાર થયો છે. આ આંકડો અત્યંત ચિંતાજનક છે.દુનિયાનાં 50થી વધુ દેશોનાં 170 કરોડ લોકો કોરોનાવાયરસનાં કારણે ઘરમાં કેદ થવા મજબૂર થયા છે.

વિશ્વમાં કોરોના વાયરસની સ્થિતિ

દેશમોત કેસ
ઈટાલી750373386
સ્પેન364749515
ચીન328781285
ઈરાન207727017
ફ્રાન્સ133125233
અમેરિકા102768203
બ્રિટન4659529
નેધરલેન્ડ3656412
જર્મની20637323
બેલ્જિયમ1784937
સ્વિત્ઝરલેન્ડ15310897
દ. કોરિયા1269137
સ્વિડન622526
બ્રાઝીલ592554
તુર્કી592433
ઈન્ડોનેશિયા58790
જાપાન451307
પોર્ટુગલ432995
ફિલિપાઈન્સ38636
કેનેડા363409
ડેનમાર્ક341724
ઓસ્ટ્રિયા315588
ઈરાક29346
ભારત 17657
પાકિસ્તાન 81063
બાંગ્લાદેશ539

દેશમાં મોતનો આંક 17એ પહોંચ્યો છે. કોરોના વાયરસથી મોતનો આંક સતત વધી રહ્યો છે. ભારત એ ઇટલી અને અમેરિકાની સ્પીડે આગળ વધી રહ્યું છે. અમેરિકાના ન્યૂયોર્કની સ્થિતિ જોઈએ તો માર્ચ 5નાં રોજ માત્ર 11 કેસ હતા. માર્ચ 10નાં રોજ 176 કેસ હતા. માર્ચ 15નાં રોજ 729 કેસ અને માર્ચ 25નાં રોજ આ કેસનો આંક 30,811એ પહોંચ્યો છે. અમેરિકામાં તો આ આંક 50 હજારને પાર કરી ગયો છે.

સમગ્ર દુનિયામાં કોરોનાનો કહેર

સમગ્ર દુનિયામાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાયરસના કારણે કુલ મૃત્યુઆંક 19 હજાર 246 હજારને પાર થયો છે. ચાર લાખ ,27 હજારથી વધુ લોકો કોરોનાની ચપેટમાં આવી ગયા છે. કોરાનાના કારણે ભારતમાં 21 દિવસના લોકડાઉનનો આજે બીજો દિવસ છે.કોરોનાના કારણે ઈટાલીમાં કુલ મૃત્યુઆંક સાત હજારને પાર થયો છે. કોરોનાના કારણે ઈટાલી બાદ હવે સ્પેનમાં પણ મોતનો આંકડો સતત વધી રહ્યો છે અને સ્પેનમાં 738 લોકોના વધુ મોત થયો છે. જેથી સ્પેનમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક ત્રણ હજાર ચારસોનો પાર થયો. ઈરાનમાં કોરોનાથી વધુ 143 લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક 2077 સુધી પહોંચી ગયો છે. શ્રીલંકામાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 100ને પાર થઈ છે.

READ ALSO

Related posts

જામનગરમાં પ્રથમ કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યો, તંત્ર થયું દોડતું

pratik shah

તેલંગણાના ભાજપના નેતાએ મોદીની ન માની વાત, કરી મનમાની અને કર્યું શક્તિ પ્રદર્શન

Ankita Trada

Coronaનો ફફડાટ: વાળને વાયરસથી બચાવવા અહીંનાં 75 પોલીસકર્મીઓએ કરાવી લીધું મુંડન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!