GSTV

કોરોનાનો કોહરામ: દેશમાં છેલ્લા 24 ક્લાકમાં 44નાં મોત

Last Updated on April 10, 2020 by pratik shah

સમગ્ર દેશભરમાં કોરોનાનો હાહાકાર મચ્યો છે. ત્યારે હવે કોરોના વાયરસનાં સંક્રમણને રોકવા માટે હોટસ્પોટ વિસ્તારોમાં લોકોના હરવા-ફરવા પર નિયંત્રણો મુકવા અને બહાર (CORONA)નીકળતા લોકો માટે માસ્ક પહેરવો ફરજિયાત બનાવવાની સાથે કેટલાક રાજ્યોએ કોરોનાનો પ્રસાર અટકાવવા માટે સર્વેલન્સની કામગીરી મજબૂત બનાવી છે. આવા સમયમાં દેશમાં(CORNA) કોરોના વાઈરસથી છેલ્લા ૨૪ કલાકમાં ૪૪નાં મોત સાથે કુલ મૃત્યુઆંક ૨૨૫ થયો છે જ્યારે નવા ૯૩૫ કેસ સાથે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા પણ ૬,૬૨૪ નજીક પહોંચી ગઈ છે. બીજીબાજુ રાષ્ટ્રવ્યાપી લોકડાઉન ૧૪મી એપ્રિલે પૂરું થઈ રહ્યું છે ત્યારે આ લોકડાઉન ૩૦મી એપ્રિલ સુધી લંબાવનાર ઓડિશા દેશનું પ્રથમ રાજ્ય છે. ઓડિશાએ સ્કૂલોને ૧૭મી જૂન સુધી બંધ રાખવાની પણ જાહેરાત કરી હતી.

સમગ્ર દેશભરમાં કોરોનાનો હાહાકાર મ

કર્ણાટક, તામિલનાડુ અને છત્તિસગઢ સહિત અન્ય કેટલાક રાજ્યોએ પણ ૨૧ દિવસનું રાષ્ટ્રવ્યાપી લોકડાઉન તેમના રાજ્યોમાં લંબાવવું કે નહીં તે અંગે આગામી દિવસોમાં અંતિમ નિર્ણય લેવાશે તેમ જણાવ્યું હતું. વડાપ્રધાન મોદીએ ૨૪મી માર્ચે જાહેર કરેલા લોકડાઉનનો ગુરુવારે ૧૬મો દિવસ હતો. આ ઉપરાંત ગુજરાત, બિહાર, ઓડિશા, કર્ણાટક, ઝારખંડ, છત્તીસગઢ, જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ગુરુવારે નવા કેસો નોંધાયા હતા જ્યારે મહારાષ્ટ્ર ૭૨ મોત સાથે ૧,૩૦૦થી વધુ પોઝિટિવ કેસો સાથે ટોચ પર છે.

રાજ્યવાર કોરોનાની સ્થિતિ

રાજ્યકેસમોતસાજા થયા
મહારાષ્ટ્ર૧૩૬૪૯૭૧૨૫
તામિલનાડુ૮૩૪૨૭
દિલ્હી૭૨૦૧૨૨૫
તેલંગણા૪૫૩૧૧૪૫
રાજસ્થાન૪૩૦૪૨
ઉત્તર પ્રદેશ૪૧૦૩૧
આંધ્ર પ્રદેશ૩૪૮
કેરળ૩૫૭૯૭
મધ્ય પ્રદેશ૩૯૭૩૦૨૫
ગુજરાત૨૬૨૧૮૨૬
કર્ણાટક૧૯૭૩૦
જમ્મુ કાશ્મીર૧૮૪
હરિયાણા૧૫૬૧૮
પંજાબ૧૩૦૧૦૧૮
પશ્ચિમ બંગાળ૧૦૪૧૯
બિહાર૫૧૧૫
ઓડિશા૪૪
ઉત્તરાખંડ૩૫
આસામ૨૮
હિમાચલ પ્રદેશ૨૯
ચંદીગઢ૧૮
છત્તીસગઢ૧૮
લદ્દાખ૧૪૧૧
ઝારખંડ૧૩
અંદમાન નિકોબાર૧૧
ગોવા
પોંડિચેરી
મણિપુર
મિઝોરમ
ત્રિપુરા
અરૂણાચલ પ્રદેશ

કોરોનાની વૈશ્વિક સ્થિતિ

દેશકેસમૃત્યુરિકવર
અમેરિકા૪,૫૪,૬૦૨૧૬,૦૭૪૨૪,૫૬૨
સ્પેન૧,૫૨,૪૪૬૧૫,૨૩૮૫૨,૧૬૫
ઈટાલી૧,૪૩,૬૨૬૧૮,૨૭૯૨૮,૪૭૦
જર્મની૧,૧૪,૨૫૭૨,૩૪૯૪૬,૩૦૦
ફ્રાન્સ૧,૧૨,૯૫૦૧૦,૮૬૯૨૧,૨૫૪
ચીન૮૧,૮૬૫૩૩૩૫૭૭,૩૭૦
ઈરાન૬૬,૨૨૦૪,૧૧૦૩૨,૩૦૯
બ્રિટન૬૦,૭૩૩૭,૦૯૭૧૩૫
તુર્કી૪૨,૨૮૨૯૦૮૨,૧૪૨
બેલ્જીયમ૨૪,૯૮૩૨,૫૨૩૫,૧૬૪

READ ALSO

Related posts

મની લોન્ડરિંગ/ દેશમાં પાનમસાલા ગ્રૂપ પર દરોડા : ૪૦૦ કરોડથી વધુની બેનામી સંપત્તિ પકડાઈ, આટલા કિલો તો સોનું મળ્યું

Harshad Patel

Pulwama Encounter: મસૂદ અઝહરનો સંબંધી અને પુલવામા હુમલામાં IED તૈયાર કરનાર ખૂંખાર આતંકવાદી લંબુને ઉડાવી દેવાયો

Pravin Makwana

રહસ્ય/ ઈબોલા, રેબીજ, સાર્સ જેવા અનેક પ્રકારના વાયરસનું ઘર છતાં આ પ્રાણી પાસે છે સુપર ઈમ્યુનિટી, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!