GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

દેશમાં ઇન્ટરનેટની સ્પીડ 20 ટકા ઘટી અને હજુ વધે ઘટશે, આ છે કારણો

કોરોના વાયરસને કારણે(corona) દેશભરમાં લોકડાઉન અમલમાં છે. આવી સ્થિતિમાં ઘરે રહેતા લોકો મોબાઇલ અને હોમ બ્રોડબેન્ડ સેવાઓનો વધુ ઉપયોગ કરે છે. કંપનીઓ કહે છે કે, તેનાથી ઇન્ટરનેટની ગતિ નોંધપાત્ર રીતે ઘટી ગઈ છે. આ દરમિયાન થયેલા એક અભ્યાસ મુજબ વીડિયો જોવામાં લગભગ 30 ટકાનો વધારો થયો છે. તેના કારણે ઇન્ટરનેટની ગતિમાં લગભગ 20 ટકાનો ઘટાડો થયો છે. નિષ્ણાતો કહે છે કે હજી પણ લોકડાઉન ચાલુ છે, તેથી ઇન્ટરનેટની ગતિમાં 25 થી 30 ટકાનો ઘટાડો થઈ શકે છે.

લોકો મોબાઇલ અને હોમ બ્રોડબેન્ડ સેવાઓનો વધુ ઉપયોગ વધુ વપરાશ કરે છે

ઈન્ટરનેટ સર્વિસિસ પ્રોવાઇડર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (ISPAI)ના પ્રમુખ રાજેશ છારીયાએ જણાવ્યું કે, આગામી કેટલાક અઠવાડિયામાં ડેટાનો ઉપયોગ વધુ વધી શકે છે. ડેટાનો ઉપયોગ લોકડાઉન દરમિયાન વધી શકે છે. એસોસિએશનનું કહેવું છે કે, લોકડાઉન શરૂ થયા બાદ બેંગાલુરુ અને હૈદરાબાદ જેવા શહેરોમાં ઇન્ટરનેટ ડેટા વપરાશમાં લગભગ 70%નો વધારો જોવા મળ્યો છે. ભારતીય સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન (COAI)નો અંદાજ છે કે લોકડાઉન લાગુ થયા બાદ ઇન્ટરનેટ ડેટા વપરાશમાં 30% જેટલો વધારો થયો છે.

ભારતમાં હાલમાં 68.76 કરોડ ઇન્ટરનેટ યુઝર્સ

એસોસિએશને ડેટા કન્જેશનના પડકારને પહોંચી વળવા ઇન્ટરનેટ યુઝર્સોએ જવાબદારીપૂર્વક અને જરૂરીયાત મુજબ ઇન્ટરનેટ ડેટાનો ઉપયોગ કરવા અપીલ કરી છે. ખાસ કરીને સવારે 9થી 11 અને સાંજના 4થી 9ના પીક અવર્સ દરમિયાન. જો આમ થશે તો ઇન્ટરનેટ પ્રોવાઈડર્સના નેટવર્ક પરનું દબાણ ઘડશે અને જરૂરિયાતમંદોને યોગ્ય સ્પીડ મળવાનું ચાલુ રાખશે. ભારતમાં હાલમાં 68.76 કરોડ ઇન્ટરનેટ યુઝર્સ છે, તેમાંથી ફક્ત 23 મિલિયન વપરાશકારો જ વાયર્ડ બ્રોડબેન્ડનો ઉપયોગ કરે છે. બાકીના 66.5 કરોડ યુઝર્સો મોબાઇલ અને વાયરલેસ નેટવર્કનો ઉપયોગ કરે છે. કોરોના વાયરસના પ્રસારને રોકવા 25 માર્ચથી દેશભરમાં લોકડાઉન અમલમાં છે, જેના કારણે વર્ક ફ્રોમ હોમ (Work From Home), શિક્ષણ, મનોરંજન સહિતની તમામ બાબતો બ્રોડબેન્ડ કનેક્શન અથવા મોબાઇલ પર આધારિત છે. ઉદ્યોગ વિશ્લેષક રાજીવ શર્મા કહે છે, “છેલ્લાં બે અઠવાડિયામાં રહેણાંક વિસ્તારોમાંથી કાર્યરત યુઝર્સોની સંખ્યા ત્રણ ગણી વધી ગઈ છે, જેને પગલે સરેરાશ ડાઉનલોડ ગતિમાં લગભગ 20 ટકાનો ઘટાડો થયો છે. હાલમાં તે 9Mbpsથી 10 Mbpsની વચ્ચે રહેશે, પરંતુ જો પરિસ્થિતિ બીજા મહિના સુધી ચાલુ રહેશે તો ઈન્ટરનેટની સ્પીડ વધુ 25થી 30 ટકા સુધી ઘટી શકે છે.

READ ALSO

Related posts

ગાંધીનગર ખાતે કોરોનાના દર્દીઓની સારવાર માટે ડોક્ટર, પેરામેડિકલની ભરતી પ્રક્રિયામાં માત્ર 20 ટકા લોકોએ દર્શાવી તૈયારી

Nilesh Jethva

અમદાવાદ : કપડાં ધોવા બનાવ્યું ખાસ પ્રકારનું મશીન, કોરોના સામે લડવા છે ઘણુ ઉપયોગી

Nilesh Jethva

ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે ત્રણ આઇપીએસ અધિકારીની ટ્રાન્સફર , જાણો કોની ક્યા કરાઈ બદલી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!