GSTV

સાવધાન! જીવલેણ મહામારીથી સંક્રમિત દર્દીઓમાં જોવા મળ્યા આ સૌથી ‘ખતરનાક’ બિમારીના લક્ષણો, ડોક્ટરો પણ ચોંકી ઉઠ્યા

દેશમાં જીવલેણ કોરોના વાયરસથી સંક્મિત દર્દીઓમાં નવી બિમારીના લક્ષણો જોવા મળ્યા છે. ઉલ્લેખનીય છે કે કોવિડ-19ના દરદીઓને ચહેરાનો લકવો (ફેસિયલ નર્વ પેરાલિસિસ) અથવા બેલ્સ પાલ્સિ થવાના કેસ વધતા જતા પ્રમાણમાં સર્વ સામાન્ય (કોમન) તથા જાય છે. એવા પણ કિસ્સા છે કે જેમાં કોવિડ થયાનું પાક્કુ નિદાન થયું ન હોય છતાં ફેસિયલ પેરાલિસિસ થયાના કેસ બન્યા છે. આવા કેસ એ શક્યતાનો નિર્દેશ કરે છે કે અસિમ્પ્ટોમેટિક (લક્ષણો જણાતાં ન હોય તેવા) દરદીઓને પણ આવો લકવો થઇ શકે છે.

કોવિડ-19ના દરદીઓને ચહેરાનો લકવો (ફેસિયલ નર્વ પેરાલિસિસ) અથવા બેલ્સ પાલ્સિ થવાના કેસ

અસિમ્પ્ટોમેટિક (લક્ષણો જણાતાં ન હોય તેવા) દરદીઓને પણ આવો લકવો થઇ શકે

વાઇરલ ઇન્ફેક્શનને કારણે બેલ્સ  પાલ્સિ થાય છે. કોરોનાવાઇરસ ચહેરાના જ્ઞાાનતંતુઓ પર હુમલો કરી  શકે છે પરિણામે જ્ઞાાનતંતુઓમાં સોજો, ફુગાવો કે દબાણ આવી શકે છે. આ સ્થિતિમાં જ્ઞાાનતંતુઓ ચહેરાના સ્નાયુઓ પર નિયંત્રણ રાખી શકતા નથી અને તેને કારણે સ્નાયુઓ ઢીલા કે નબળા પડી જાય છે તથા ચહેરા એક બાજુએ નમી જાય છે અને તેનો મૂળ આકાર ખોઇ બેસે છે. અલબત્ત, આ સ્થિતિ મોટે ભાગે હંગામી (થોડાક સમય પૂરતી) હોય છે.

હવે મગજને લગતી (ન્યૂરોલોજિકલ) અન્ય તકલીફો ઉપરાંત હવે ચહેરાના લકવાના વધુ કેસ જોવા

ઉલ્લેખનીય છે કે ફક્ત કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરાયેલી બીવાયએલ નાયર હોસ્પિટલ, મુંબઇ સેન્ટ્રલના ન્યૂરોલોજિ વિભાગના વડા ડો. રાહુલ ચાકોરે કહ્યું હતું કે અગાઉ કોવિડ દરદીને જવેલ્લ જ ચહેરાના લકવાની તકલીફ થયાનું જોવા મળતું પણ હવે મગજને લગતી (ન્યૂરોલોજિકલ) અન્ય તકલીફો ઉપરાંત હવે ચહેરાના લકવાના વધુ કેસ જોવા મળે છે. જો કે, ચહેરાના લકવાના બધા કેસ કોવિડગ્રસ્તોના  હોતા નથી તેથી કોરાનાવાઇરસથી આવો લકવો થાય છે તે નિશ્ચિત કરવા અમારે તેનો વધુ અભ્યાસ કરવો જરૂરી છે.

કોરાનાવાઇરસથી આવો લકવો થાય છે તે નિશ્ચિત કરવા અમારે તેનો વધુ અભ્યાસ કરવો જરૂરી

અગાઉ ચહેરાનો લકવો થવો યોગાનુયોગ હોય એમ અમને લાગતું હતું પણ હવે અમને ખબર પડી છે કે કોવિડ-19ને બેક્સ પાલ્સિ થવા સાથે સંબંધ છે એમ ન્યૂરોલોજિસ્ટ ડો. પ્રશાંત મખીજાએ કહ્યું હતું. ડોક્ટરો વલ્સિક્લોવિર અને કોર્ટિકો સ્ટેરોઇડઝ જેવી વિષાણુ વિરોધી દવાઓ જ્ઞાાનતંતુઓનો સાથે ઓછો કરવા ચહેરાના લકવાના દરદીઓને આપે છે.

RED ALSO

Related posts

નિયમો સામે પબ્લિકનો સામાજીક જુગાડ…!લગ્નમાં સંબંધ સાચવવા 100 લોકોના ચાર પ્રસંગ

pratik shah

પ્રખ્યાત દિવંગત સંગીતકાર વાજિદની પત્નીએ કર્યો ચોંકાવનારો ખુલાસો, પરિવાર વિશે કહી આ મોટી વાત

Ankita Trada

રાજ્યસભાની ખાલી બેઠકો પર યોજાશે ચૂંટણી, શું અહમદ પટેલના નિધનથી સત્તાધારી પક્ષને થશે ફાયદો: સૂત્ર!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!