GSTV

ચોમાસુ સત્ર / કોરોનાની બીજી લહેર દરમિયાન ઓક્સિજનની અછતના કારણે એક પણ મૃત્યુ નથી થયુ, કોંગ્રેસ સાંસદના પ્રશ્ન પર આરોગ્ય પ્રધાને આપ્યો જવાબ

Last Updated on July 20, 2021 by Zainul Ansari

દેશમાં કોરોનાની બીજી લહેર દરમ્યાન ઓક્સિજનની ઉણપથી અનેક લોકોના મોત થયા હોવાની ઘટના સામે આવી હતી. ત્યારે રાજ્યસભામાં કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ જણાવ્યુ કે, દેશમાં ઓક્સિજનની ઉણપથી કોઈનું મોત થયું નથી.

માંડવીયાએ વધુમાં કહ્યુ કે, દેશના તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશે ઓક્સિજનની ઉણપથી થયેલા મોતના આંકડા સ્વાસ્થ્ય મંત્રાલયને આપ્યા નથી. સરકારે એ વાતને પણ માની કે, કોરોનાની પહેલી લહેર કરતા બીજી લહેરમાં ઓક્સિજનની માંગ વધી હતી.

કોંગ્રેસ સાંસદ કે.સી. વેણુગોપાલે રાજ્યસભામાં ઓક્સિજનની ઉણપથી થયેલા મોતનો મુદ્દો ઉઠાવ્યો હતો. જે અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ રાજ્યસભામાં જવાબ આપ્યો હતો. સરકારે બીજી લહેરમાં રાજ્યોને 10 હજાર 250 મેટ્રીક ટન ઓક્સિજન આપ્યો છે. જે પૈકી સૌથી વધારે ઓક્સિજન મહારાષ્ટ્ર અને કર્ણાટકને આપ્યો છે. જ્યારે દિલ્હીને 400 મેટ્રીક ટન આક્સિજન આપ્યો હતો.

Read Also

Related posts

રાક્ષસી કૃત્યની હદો પાર: માત્ર 12 વર્ષની કિશોરીને હેવાનોએ પીંખી નાખીને પેટનો નીચેનો હિસ્સો ક્રૂરતાથી કાપી નાખીને ફેંકી દીધી!

pratik shah

ભવિષ્યનું ભણતર / જામનગર સૈનિક સ્કૂલમાં હવે વિદ્યાર્થીઓ ભણી શકશે Artificial Intelligence, આધુનિક લેબની કરાઈ શરૃઆત

Lalit Khambhayata

T20 World Cup / પાકિસ્તાનને લઇ ધોનીએ પાંચ વર્ષ અગાઉ કરેલી ભવિષ્યવાણી સાચી સાબિત થઈ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!