GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

CORONAના ફફડાટ વચ્ચે સારા સમાચાર એ છે કે 102 દર્દીઓ સાજા થયા : ગુજરાતમાં 3 દર્દીના બચ્યા જીવ

દુનિયાભરના 195 દેશોમાં ફેલાઈ ચુકેલા કોરોના (corona) વાઈરસ(કોવિડ-19)નો કહેર અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. આ વાઈરસથી અત્યાર સુધી 33 હજાર 509 લોકોના મોત થયા છે. સાત લાખ કરતા વધારે લોકો સંક્રમિત થઈ ગયા છે. એક લાખ 51 હજારથી વધારે સ્વસ્થ થઈ ગયા છે. દેશમાં કોરોનાના વધતા જતા દર્દીઓ વચ્ચે એક સારા અહેવાલ એવા પણ છે કે, સાજા થયેલા દર્દીઓની સંખ્યા 102 પર પહોંચી ચુકી છે. ગુજરાતમાં 3 લોકો રિકવર થયા છે. રવિવારે કોરોના વાઇરસની મહિલા દર્દી સ્વસ્થ થઈ જતા તેને SVP હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આજે વધુ બે દર્દીઓ સ્વસ્થ થઈ જતા તેમને રજા આપવામાં આવી છે. 62 વર્ષની મહિલા અને 65 વર્ષના વૃદ્ધને રજા આપવામાં આવી છે. બને દર્દીઓને 20 માર્ચના રોજ દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 2 ટેસ્ટ કરવામાં આવ્યા હતાં જે નેગેટિવ આવતા તેઓને રજા આપવામાં આવી હતી.

આજે દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 1190 પર પહોંચી છે. જ્યારે મોતને ભેટનારા લોકોની સંખ્યા વધીને 29 થઈ છે. આજે દર્દીઓની સંખ્યામાં ઝડપભેર વધારો થઈ રહ્યો છે. સૌથી વધારે કેસ હાલમા મહારાષ્ટ્રમાં છે. માહારષ્ટ્રમાં 215 કેસોમાં 7 લોકોનાં મોત થઈ ગયાં છે. કેરળમાં કેસોની સંખ્યા 202એ પહોંચી છે. મહારાષ્ટ્રમા આજે 12 નવા કેસ બહાર આવ્યા છે. કર્ણાટકમાં આ આંક 83 એ પહોંચ્યો છે. કર્ણાટકમાં અત્યારસુધીમાં 5 લોકો રિકવર થયા છે.

કેરળમાં 20 દર્દીઓ સાજા થયા છે. મહારાષ્ટ્રમાં પણ 25 દર્દીઓ સાજા થયા છે. ગુજરાત માટે કમનસીબી એ છે કે, 69 કેસોમાં 1 વ્યક્તિ જ રિકવરી પોઝિટીવ આવી છે અને 6 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. આજે ગુજરાતમાં 6 નવા કેસો બહાર આવ્યા છએ. તામિલનાડુમાં આજે 17 કેસ પોઝિટીવ બહાર આવતાં કુલ આંક 67એ પહોંચ્યો છે. જ્યાં 4 લોકો કોરોના પોઝિટીવની તબિયત સુધરી છે. ગુજરાતમાં 2 લોકોની તબિયતમાં સુધારો આવ્યો છે. દેશમાં કુલ કોરોના પોઝિટીવની સંખ્યા 1190એ પહોંચી છે. જેમાં 102 દર્દીઓની સ્થિતિ રિકવર થઈ છે. હજુ પણ 1059 લોકો મોત સામે ઝઝૂમી રહ્યાં છે. દેશમાં કુલ 29 લોકોનાં મોત થઈ ચૂક્યા છે.

આ દર્દીઓમાં કુલ 49 વિદેશી પણ સામેલ છે. મહારાષ્ટ્ર અને કેરલ દર્દીઓની સંખ્યામાં મોખરે છે. બંને રાજ્યોમાં દર્દીઓની સંખ્યા 200ને પાર કરી ગઈ છે. જ્યારે ગુજરાતમાં દર્દીઓની સંખ્યા 69 પર પહોંચી છે. દેશના સૌથી મોટા રાજ્ય યુપીમાં હાલમાં કોરોનાના 72 દર્દીઓ છે.

Related posts

ભારત અને ચીન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રીનું આવ્યું મોટું નિવેદન

Nilesh Jethva

અમેરિકામાં સતત છઠ્ઠા દિવસે પણ હિંસા ચાલું, અત્યાર સુધીમાં 4,100 લોકોની ધરપકડ

Nilesh Jethva

હવામાન વિભાગે ચોમાસાને લઈને કરી આગાહી, દેશમાં આ બે મહિના દરમિયાન થશે 102 ટકા વરસાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!