GSTV
Home » News » કોરોના વાયરસ 12 દેશોમાં પહોંચ્યો, એકમાત્ર ચીનમાં જ 41 લોકોનાં મોત

કોરોના વાયરસ 12 દેશોમાં પહોંચ્યો, એકમાત્ર ચીનમાં જ 41 લોકોનાં મોત

જીવલેણ કોરોના વાઈરસને કારણે ચીનમાં જાણે કે ભૂંકપ જેવી પરિસ્થીતી સર્જાઈ છે. ચીનની સરકારે હુઆંગગાંગ, ઈઝોઉ, ઝિજિયાંગ અને કિંયાગ જિઆંગ આ પાંચ રાજ્યોમાં જાહેર માર્ગો પર અવર જવર બંધ કરાવી દીધી છે. આ પાંચેય રાજ્યોની વસ્તી સૌથી વધારે છે. જેના કારણે સરકારે આ નિર્ણય લીધો છે. ઉલ્લેખનિય છે કે કોરોના વાઈરસ શ્વાછોશ્વાસથી ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેના પરિણામે સરકારે આ પગલાં લીધાં છે. આ વાઈરસને કારણે ચીનમાં કુલ 41 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય 631 લોકો આ વાઈરસથી પીડાઈ રહ્યા છે. આજથી ચીનમાં તેમના નવા વર્ષની શરૂઆત થવાની છે. પરંતુ આ વાઈરસને કારણે બીજિંગના પ્રમુખ મંદિરોમાં નવા વર્ષે યોજાનાર મહોત્સવ પણ રદ કરવામાં આવ્યો છે. ચીનના નાણામંત્રીએ હુબેઈની સરકાર પાસેથી આ વાઈરસનો અંત લાવવા 14.5 ડોલર એટલે કે અંદાજિત 1000 કરોડ રૂપિયા માગ્યા છે. મહત્વનું છે કે, હુબેઈ ચીનનું જ રાજ્ય છે અને હુબેઈની રાજધાની વુહાનમાં પણ માર્ગ પરિવહન બંધ કરી દેવામાં આવ્યું છે અને ત્યાંના શહેરવાસીઓને વિનંતી કરવામાં આવી છે કે તેઓ વુહાનની અંદર રહે.

અત્રે ઉલ્લેખનિય છે કે વુહાન શહેરને બંધ કરવાને કારણે ત્યા લગભગ 700 જેટલા ભારતીય વિદ્યાર્થીઓ ફસાઈ ગયા છે અને 700માંથી મોટા ભાગના વિદ્યાર્થીઓ તબીબી ક્ષેત્રે અભ્યાસ કરી રહ્યા છે. જોકે મોટાભાગના વિદ્યાર્થીઓ વેકેશન હોવાને કારણે તેમના ઘરે જતા રહ્યા છે અને જે વિદ્યાર્થીઓ ફસાયેલા છે તેમની મદદ માટે ભારતીય દૂતાવાસે હેલ્પલાઈન શરૂ કરી છે અને ચીનના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે કે ફસાયેલા તમામ વિદ્યાર્થીઓને ખાવા પિવાની સુવિધા પૂરી પાડવામાં આવે…ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થય આયોગે બુધવારે કોરોના વાયરસના કુલ 631 કેસ નોંધ્યા પરંતુ વુહાનમાં 4000 હજાર જેટલા લોકો આ વાઈરસની ઝપેટમાં આવી ગયા હોય તેવું અનુમાન છે.

12 દેશોમાં સામે આવ્યા આ કેસ

દેશકેસમોત
ચીન130041
થાઈલેન્ડ40
જાપાન10
મકાઉ10
જાપાન20
દક્ષિણ કોરિયા20
તાઈવાન10
અમેરિકા10
સિંગાપોર10
નેપાળ10
ફ્રાન્સ30
ઓસ્ટ્રેલિયા10

બીજી તરફ અમેરિકાના જ્યારે વોશિંગટનમાં પણ કોરોના વાઈરસનો પહેલો કેસ નોંધાયો ત્યારે ત્યાની સરકારે તે વ્યક્તિના સંપર્કમાં રહેલા અન્ય 16 લોકોને પણ ઓબ્ઝર્વેશનમાં રાખ્યા છે. જ્યારે જાપાન, દક્ષિણ કોરિયા અને તાઈવાનમાં પણ આ વાઈરસના એક એક કેસ નોંધાયા છે અને થાઈલેન્ડમાં પણ ચાર કેસ નોંધાયા છે. જેથી આ વાઈરસનો અંત લાવવા આ તમામ દેશો મથામણ કરી રહ્યા છે પરંતુ આ વાઈરસનો અંત કેટલા સમયમાં આવશે તે એક ગંભીર પ્રશ્ન બની ગયો છે.

ભારતમાં 11 લોકોને અંડર ઓબ્ઝર્વેશન

કોરોના વાયરસથી ભારતમાં પણ જોખમની આશંકા વધી ગઈ છે. 11 લોકોને અંડર ઓબ્ઝર્વેશન રાખવામાં આવ્યા છે. તેમાંથી કેરળના 7 છે. બીજી બાજુ ચીનના વહુાનમાં શુક્રવારે 15 લોકોના મોત થયા છે. પરિણામે કોરોના વાયરસમાં મૃતકોની સંખ્યા 41 થઈ ગઈ છે. કોરોના વાયરસનો પહેલો કેસ વુહાનમાં સામે આવ્યો હતો. આ એક જ શહેરમાં અત્યાર સુધી 38 લોકોના મોત થયા છે. જેમાં 3.5 કરોડ લોકોનો સંપર્ક બહારની દુનિયા સાથે કટ કરી દેવામાં આવ્યો છે. કોરોના વાયરસનું ઈન્ફેક્શન હવે યુરોપ અને ઓસ્ટ્રેલિયા સુધી પહોંચી ગયું છે. ફ્રાન્સમાં ત્રણ લોકોને ઈન્ફેક્શન થયું હોવાનું જાણવા મળ્યું છે.

સાર્સ વારરસથી લગભગ 650 લોકોના મોત થયા હતા

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કોરોના વાયરસને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરી શકે છે. વુહાનની બહાર છેલ્લી ફ્લાઈટ ઓસ્ટ્રેલિયાની હતી. જેમાં તમામ મુસાફરોએ માસ્ક પહેર્યા હતા. સ્વાસ્થ્ય અધિકારીઓ દ્વારા મુસાફરોની પૂછપરછ થઈ હતી. તેઓને કોરોના વાયરસના લક્ષણોથી માહિતગાર કરાયા હતા. કોરોના વાયરસ સિવિયર એક્યૂટ રેસિપિરેટરી સિન્ડ્રોમ એટલે કે સાર્સ વાયરસ જેવો જ છે. વર્ષ 2002-2003માં ચીન અને હોંગકોંગમાં સાર્સ વારરસથી લગભગ 650 લોકોના મોત થયા હતા અને કોરોના વાયરસને પણ સાર્સ વાયરસની કેટેગરીમાં રખાયો છે.

ચીનમાં ન્યૂ યરની ઉજવણી બંધ

ચીનમાં ન્યૂ યરની ઉજવણી કરવા માટે આ સપ્તાહે લાખો લોકો આવતા-જતા રહેશે. તેને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય સ્વાસ્થય આયોગે એરપોર્ટ્સ, બસ સ્ટોપ, ટ્રેનોમાં લોકોની તપાસ કરવામાં આવી રહી છે. બેઈજિંગ, શાંગાઈ અને ચોંગકિંગની સાથે જ ઉત્તર પૂર્વ, મધ્ય અને દક્ષિણ ચીનથી પણ કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. જાપાન, મકાઉ, દક્ષિણ કોરિયા, તાઈવાન, થાઈલેન્ડ અને અમેરિકામાં પણ તેના કેસ જોવા મળ્યા છે. ટ્રાન્સપોર્ટ બંધ કરવા મુદ્દે WHO પ્રમુખે કહ્યું કે, આ પગલાંથી ચીનમાં આંતરિક લેવલે તો વાયરસ ફેલાતો રોકાશે જ અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ વાયરસ ફેલાવાની આશંકા ઓછી થઈ જશે. ચીનમાં હજારો લોકોને આ વાયરસનું ઈન્ફેક્શન થઈ રહ્યું છે.

Related posts

ટ્રમ્પના સન્માનમાં રાત્રિ ભોજનમાં એક પણ કોંગ્રેસી નેતા નહીં જાય, આ છે કારણ

Ankita Trada

મોટેરા સ્ટેડિયમમાં 53 મિનિટ સુધી ચાલ્યું ભાષણ, જાણો કોનું ભાષણ હતું લાંબુ ટ્રમ્પનું કે મોદીનું?

Nilesh Jethva

દિલ્હીના મૌજપુરમાં CAAના વિરોધમાં હિંસા: 37 પોલીસકર્મીઓ ઘાયલ, 1 કોન્સ્ટેબલનું મોત

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!