GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

કોરોનાની સારવારનો ખર્ચ આપવાથી ઇનકાર ના કરી શકે વીમા કંપની, જાણો શું છે નિયમ

કોરોના

મેડિક્લેમના પ્રીમિયમની આવક વધારવા માટે કોરોના સ્પેશિયલ પોલીસીની નામે મોટુ બજાર ઉભુ કરી દેવામાં આવી રહ્યું છે. લોકોના મનમાં ઘર કરી ગયેલા ભયને એન્કેશ (રોકડો) કરવા માટે કોરોના સ્પેશિયલ પોલીસીઓ લોન્ચ કરવામાં આવી રહી છે. જેમાં વીમા કંપનીઓ મેડિક્લેઇમ લેનારાની વય પ્રમાણે 5000થી 15000 સુધીનું પ્રિમિયમ વસૂલી રહી છે. હકીકતમાં તમારી પાસે કોઇપણ કંપનીનો મેડિક્લેઇમ હોય તો તેમાં કોરોના વાયરસના કારણે લાગુ પડકી બિમારીની હોસ્પિટલમાં સારવાર કરવાનો, હોસ્પિટલાઇઝેશન પહેલા અને પછીનો ખર્ચ નિયમ પ્રમાણે મળવા પાત્ર જ છે. કોઇ કંપની આ ક્લેઇમ નવી બિમારી હોવાથી મળવા પાત્ર નથી તેમ કહીને ક્લેઇમ નકારી ન શકે.

વીમાનો ક્લેઇમ નકારી ન શકે કંપની

મેડિક્લેઇમ સેક્ટરના જાણકારો અનુસાર છેલ્લા બે દાયકામાં ઝિકા, ઇબોલા, સ્વાઇન ફ્લૂ, બર્ડ ફ્લૂ, મિડલ ઇસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ-મર્સ, નિપાહ અને કોરોના જેવી બિમારીઓએ દેશમાં અને દુનિયાના ઘણાં દેશોમાં ઉત્પાત મચાવ્યો છે. પરંતુ આ તમામની સારવારનો ખર્ચ મેડિક્લેઇમ ઇશ્ય કરનારી સામાન્ય વીમા કંપનીઓએ જ આપ્યો છે. કોરોના વાઇસરનો ચેપ શરદી, ખાંસી અને ન્યૂમોનિયાની કેટેગરીમાં આવતો એક રોગ છે. તેનું કવરેજ નથી તેમ કહીને કોઇપણ વીમા કંપની મેડિક્લેઇમ પોલીસીધારકના વીમાનો ક્લેઇમ નકારી ન શકે. ઇરડા-ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટીએ પણ રકમ ચુકવવા આદેશ કરવામાં આવ્યો છે. ચેપ લાગે તે તારીખથી લઇને સ્વસ્થ થાય તે પછી હોમ ક્વોરન્ટાઇમમાં થતા ખર્ચને આવરી લઇને ક્લેઇમ સેટલ કરવા ઇરજાએ આદેશ આપી દીધાં છે. કોરોના વાઇરસના ચેપની સારવાર લેનાર દર્દીનો ક્લેઇમ રિજેક્ટ કરતા પૂર્વે રિવ્યૂ કમિટીને મોકલી તેનો અભિપ્રાય લીધા બાદ જ તેનો ક્લેઇમ રિજેક્ટ કરવો જોઇએ તેમ ઇરડાએ સામાન્ય વીમા કંપનીઓને જણાવી દીધું છે.

પોલીસી

વીમા કંપનીઓને નવી પોલીસી તૈયાર કરવા ઇરડાનો આદેશ

સાથે જ ઇરડાએ વીમા કંપનીઓ કોરોનાને માટે નવી પોલીસી તૈયાર કરે તેમ પણ જણાવી દીધું છે. પરંતુ આ પોલીસી અગાઉની મેડિક્લેઇમની પોલીસીમાં કોરોના વાઇરસનો ક્લેઇમ નહિ આપવામાં આવે તેવા ભય હેઠળ લેવાની જરૂર નથી. જો તમારો મેડિક્લેઇમ રૂ.3 લાખનો હોય અને તમે તેને રૂપિયા 7થી 10 લાખ સુધી લઇ જવા માગતા હોય તો તેવા સંજોગોમાં તમે ટોપ અપ કરાવા માટે કોરોનાની અલગ પોલીસી લઇ શકો છો. તમને મેડિક્લેઇમ લીધાના દસ દિવસ બાદ કોરોના વાઇરસનો ચેપ લાગે તો કોરોનાની વિશિષ્ટ પોલીસી અંતર્ગત ખર્ચ પરત મળી શકશે.

Read Also

Related posts

ATMની રાહતો હવે પૂરી : બેન્કો હવે આ બાબતે રૂ.5 થી 20 સુધીનો ચાર્જ વસૂલશે, જાણો આ છે નિયમો

Pravin Makwana

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!