GSTV

કોરોનાની રસી/ વૈક્સીન બનાવવા માટે શું 5 લાખ શાર્કને મારી નખાશે, પર્યાવરણ પ્રેમીઓ કરી રહ્યા છે વિરોધ

વન્ય જીવ નિષ્ણાંતોનું કહેવુ છે કે, કોરોના વેક્સીનના ઉત્પાદન માટે 5 લાખ જેટલી શાર્ક માછલીને મારવામાં આવી શકે છે. કોવિડ વેક્સીનના ઉત્પાદન માટે એક પદાર્થ સ્વેકલિનના ઉપયોગ માટે કરવામાં આવી શકે છે. સ્વેકલિન એટલે કે પ્રાકૃતિક તેલ શાર્કના લીવરમાં બને છે.

કોરોના વેકસીન માટે 5 લાખ શાર્ક મારી નાખવામાં આવશે

હાલમાં પ્રાકૃતિક તેલનો ઉપયોગ દવા બનાવવા માટે થાય છે. જે મજબૂત ઈમ્યુનિટી ઉત્પન્ન કરે છે. બ્રિટિશ ફાર્મા કંપની ગ્લૈક્સોસ્મિથક્લાઈન હાલમાં ફ્લૂ વેક્સિન નિર્માણ માટે સ્વેકલિનનો ઉપયોગ કરી રહી છે. કંપનીએ જણાવ્યુ છે કે, મેમાં કોરોના વાયરસની વેકસીન માટે સંભવિત તેનો ઉપયોગ થઈ શકે છે. જેનાથી બિલિયન ડોઝ તૈયાર થશે. એક ટન સ્વેકલિન કાઢવા માટે લગભગ 3 હજાર શાર્કની જરૂર પડે છે.

અમેરિકામાં કૈલિફોર્નિયાની શાર્ક અલાઈઝ સંસ્થાનું કહેવુ છે કે, જો શાર્કના લીવરમાં તેલથી કોરોનાની વેકસીન બને છે, તો તેનાથી લગભગ અઢી લાથ શાર્કને મારી નાખવામાં આવી શકે છે. આ એ વાત પર નિર્ભર કરે છે કે, કેટલી માત્રામાં તેનો ઉપયોગ થઈ શકે છે. પણ જો લોકોને બે ડોઝની જરૂર પડશે તો 5 લાખ શાર્કને મારવી પડશે.

READ ALSO

Related posts

હવાઇ યાત્રીઓ માટે ખુશખબર! 24 ફેબ્રુઆરી સુધી મન ફાવે તેટલુ ભાડુ નહી વસૂલી શકે એરલાઇન્સ, સરકારે લીધો છે આ મોટો નિર્ણય

Bansari

પાકિસ્તાની નેતા કે સૈન્યમાં ખરેખર લડવાની ત્રેવડ નથી, ભારતના ડરથી બાજવાના ટાંટિયા ઘ્રૂજતા હતા

Mansi Patel

શેરડીના કરોડો ખેડૂતો માટે રાહતના સમાચાર, ઈથેનોલ મામલે સરકારે લીધો આ નિર્ણય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!