GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

કોરોના: ગુજરાતીઓ હવે આયુર્વેદનાં સહારે, રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અસરકાર

ગુજરાતમાં કોરોનાએ કેર મચાવ્યો છે ત્યારે એલોપેથી દવાથી કંટાળેલા ગુજરાતીઓ હવે આયુર્વેદ દવાઓનો સહારો લઇ રહ્યાં છે. કોરોનાથી બચવા રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ગુજરાતીઓ એલોપેથી નહીં પણ દેશી ઓસડિયા અને આયુર્વેદ દવાનો ઉપયોગ કરવા માંડયા છે. આ જ કારણોસર લોકડાઉન દરમિયાન આયુર્વેદ દવાઓના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે. આયુર્વેદ દવાઓના વેચાણમાં 25-30 ટકા સુધીનુ વેચાણ વધ્યુ છે.આયુર્વેદ ડોક્ટરોની ઓનલાઇન ઇન્ક્વાયરીમાં ય ઉછાળો આવ્યો છે.આયુર્વેદ વૈદ કહે છેકે,માર્ચ-એપ્રિલ અને સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં રોગપ્રતિકારક શક્તિ ઘટે છે તે જોતાં કોરોનાનુ સંક્રમણ વધી શકે છે જેથી કરીને લોકોએ સાવચેતી રાખવાની જરુર છે.

ગુજરાતમાં કોરોનાએ કેર મચાવ્યો

ગુજરાતમાં કોરોનાના કેસો ચિંતાજનક હદે વધા રહ્યાં છે.કોરોનાથી બચી શકાય તેવી હાલમાં કોઇ દવા કે રસી ઉપલબ્ધ નથી. આ સંજોગોમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવી એ જ એકમાત્ર ઉપાય છે. આ ઉપરાંત સ્વાસ્થય વર્ધક ઉકાળા પણ અસરકારક છે. ખુદ આયુષ મંત્રાલય પણ રોજેરોજ લોકોને આયુર્વેદ ઉકાળા સહિતની દવાઓ લેવા હિમાયત કરી રહ્યુ છે.ગુજરાતની આયુર્વેદ હોસ્પિટલોમાં ય ઉકાળા ઉપરાંત હોમિયોપેથિક દવાઓ વેચાણ કરવામાં આવી રહ્યુ છે. અત્યાર સુધીમાં લાખો લોકો આયુર્વેદનો ઉકાળો લઇ ચૂક્યાં છે.અત્યારે લોકડાઉનમાં કોરોનાનો ભય લોકોના મનમાં એટલો ઘર કરી ગયો છેકે, લોકો રોગપ્રતિકારક શક્તિ વધારવા દેશી ઓસડિયાનો સહારો લેવા માડયા છે તો ઘણાં આયુર્વેદ દવાઓ થકી સ્વસ્થ રહેવા પ્રયાસો કરી રહ્યાં છે. આયુર્વેદની દવાઓના વેચાણમાં ય વધારો થયો છે.આયુર્વેદ દવાઓનુ વેચાણ કરતાં વેપારીઓનુ કહેવુ છેકે, બજારમાં ચવન્યપ્રાશ,સુદર્શન ઘનવટી,કવાથ સહિત વિવિધ ચૂર્ણના વેચાણમાં વધારો થયો છે.

સ્વાસ્થય વર્ધક ઉકાળા પણ અસરકારક

એલોપેથી કરતાં આયુર્વેદ દવાઓ અસરકારક સાબિત થઇ છે. ગુજરાતીઓને ય એલોપેથી કરતાં આયુર્વેદ દવાઓ પર વધુ ભરોસો કરતાં થયા છે. એસજીવીપી હોલેસ્ટિક હોસ્પિટલના ડાયરેક્ટર ડો.પ્રવિણ હિરપરાનુ કહેવુ છેકે, લોકોને આયુર્વેદનો લાભ મળે તે માટે ઓનલાઇન સેવા શરૂ કરાઇ છે જેથી ઇન્કવાયરીમાં 200 ટકાનો વધારો થયો છે. એટલું જ નહીં,વોટ્સએપ પર ઘરગથ્થુ ઇલાજ મોકલી આપવામાં આવે છે. આયુર્વેદ ઋતુ આધારિત હોય છે અત્યારે સિઝનમાં બદલાવ થયો છે.

માર્ચ અને એપ્રિલમાં આમેય લોકોની રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે

માર્ચ અને એપ્રિલમાં આમેય લોકોની રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે. આ ઋતુ જ એવી છે જેના કારણે સંક્રમિત થવાના ચાન્સ વધુ છે જેના કારણે રોગપ્રતિકારક શક્તિ વધે તે જરૂરી છે. કોરોનાની મહામારી વકરી છે ત્યારે રોજ નિયમિત વહેલુ ઉઠવું, પ્રાણાયામ-યોગ કરવા,કસરત કરવી,સમયસર ગરમ ભોજન જમવુ જોઇએ. ઘણાં કિસ્સામાં એવુ ય જોવા મળ્યુ છેકે, લોકો બારોબાર દેશી ઓસડિયા-આયુર્વેદની દવાઓ ઉપયોગ કરે છે.

આયુર્વેદ વૈધની સલાહ લઇને દવા લેવી અતિજરુરી

વાસ્તવમાં આ દેશી ઓસડિયા અને આયુર્વેદ દવાઓ વ્યક્તિને પ્રકૃતિને અનુરુપ ન હોય તો સ્વાસ્થયને નુકશાન પણ કરે છે જેમ કે,જો દવા ગરમ પડે તો હાથ-પગમાં બળતરા થાય,એસીડીટી પણ થઇ શકે છે.આમ,આયુર્વેદ વૈધની સલાહ લઇને દવા લેવી અતિજરુરી છે. આર્યુવેદ તબીબો માને છેકે, માર્ચ-એપ્રિલ બાદ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં કોરોનાનુ સંક્રમણ વધી શકે છે. આયુર્વેદ ફાર્મસી ધરાવતાં વિશાલ પટેલ કહે છેકે, આર્યુવેદ દવાના સારા પરિણામ મળી રહ્યાં છે ત્યારે રાજ્ય સરકારે વૈજ્ઞાનિક પધ્ધતિથી નવી આયુર્વેદ દવાઓ માટે કલિનિકલ ટ્રાયલ કરાવવા જોઇએ. એલોપેથી દવાઓની જેમ આયુર્વેદ દવાઓના પણ સાયન્ટિફિક રીતે ડેટા કલેક્ટ કરી ટ્રાયલ કરવી જોઇએ જેથી વર્ષો જુની આયુર્વેદ દવાઓનો ભરપૂર લાભ લઇ શકાય.

આયુષ મંત્રાલય પણ લોકોને રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદનો સહારો લેવા અપીલ

હવે આયુષ મંત્રાલય પણ લોકોને રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદનો સહારો લેવા અપીલ કરી રહ્યુ છે. આ સજોગોમાં ગુજરાતમાં હવે લોકોને આયુર્વેદમાં એટલો ભરોસો બેઠો છેકે, કોરોનાપિડીત દર્દીઓ પણ આયુર્વેદ દવાનો લાભ લેવા માંડયા છે. આરોગ્ય સચિવ ડો.જયંતિ રવિએ જણાવ્યું કે,અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 5500 પોઝીટીવ દર્દીઓએ આયુર્વેદ દવા લેવા નક્કી કર્યુ હતું અને જેના સારા પરિણામ મળ્યાં છે. આ બધાય દર્દીઓ આયુર્વેદ દવા થકી સ્વસ્થ થયા છે. રાજ્ય સરકારે નક્કી કર્યુ છેકે, જો દર્દી મંજૂરી આપે તો આયુર્વેદ દવાના માધ્યમથી પણ સારવાર થશે.

READ ALSO

Related posts

અનલોક-1: સુરતના આ રૂટ પર આજથી દોડશે BRTS, રિક્ષામાં બે મુસાફરો બેસાડી શકાશે

Bansari

આ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 પોલિસકર્મી કોરોના પોઝિટિવ, 26ના મોત

Ankita Trada

શ્રમિકોની વતન વાપસીની અસર: 871 એકમો શરૂ કરવા લીલી ઝંડી, પણ શરૂ થયા આટલા જ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!