GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

કોરોના સામે લડવા સરકારે તૈયાર કરાવી એપ, સંક્રમિતના નજીકમાં આવ્યા છો કે નહીં તે એપ બતાવશે

PM

ભારત સરકાર કોરોનાવાયરસને લઈને અનેક મોટા પગલાં ભરવા સાથે જેટલા ઝડપથી તેનો નાશ કરી શકાય તે માટેના પ્રયાસો સતત ચાલુ છે. હવે સરકારે COVID-19 ને ટ્રેક કરવા માટે (Aarogya Setu) આરોગ્ય સેતુ નામની એક એપ શરૂ કરી છે. સરકારનો હેતુ આ એપ્લિકેશનના ઉપયોગ દ્વારા વપરાશકર્તાઓને મદદ કરવાનો છે. જેથી તેઓને ખબર પડે કે તેઓ કોરોના ચેપગ્રસ્ત દર્દીઓના સંપર્કમાં આવ્યા છે કે નહીં. વપરાશકારના એન્ડ્રોઈડ ફોનના લોકેશન ડેટા અને બ્લૂટૂથની મદદથી સંક્ર્મણની ખબર પડી જશે.

એપ કેવી રીતે કરશે કામ

એક અહેવાલ મુજબ, Aarogya Setu એપ્લિકેશન તમારા સ્માર્ટફોનના લોકેશન ડેટા અને બ્લૂટૂથને શોધી કાઢશે. કે તમે કોઈ કોરોના સંક્રમિતના સંપર્કમાં આવ્યા હતા કે નહીં. લોકેશન ડેટાનો ઉપયોગ એ નક્કી કરશે કે તે વ્યક્તિ ખરેખર ક્યાં છે અને બ્લૂટૂથ કનેક્ટિવિટી તમને કહેશે કે તમે ચેપગ્રસ્ત વ્યક્તિના 6 ફૂટ જેટલા નજીક છો.

કોરોના સામે સામાન્ય લોકોને લડવા સરકારે તૈયાર કરાવી એપ, આ રીતે તમે પણ ઝડપી ચેતી જશો

આ સિવાય Aarogya Setu માં તમને કોરોનર વાયરસથી પોતાને કેવી રીતે સુરક્ષિત રાખવી તેની ટીપ્સ આપે છે. જો તમને COVID-19 થી ચેપ લાગ્યો છે અથવા કોઈ ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોવ તો એપ્લિકેશન સરકાર સાથે તમારો ડેટા શેર કરે છે. જો કે, એપ્લિકેશનની પ્રાઈવશીમાં જે નક્કી કરાયું છે. કે યુઝર્સનો ડેટા થર્ડ પાર્ટી સાથે શેર નહીં કરવામાં આવે. એપ્લિકેશનમાં એક ચેટબોટ શામેલ છે જે કોરોનો વાયરસ પરના તમારા મૂળ પ્રશ્નોના જવાબો આપે છે અને તે નક્કી કરે છે કે શું તમને કોરોનાના લક્ષણો છે કે નહીં. આ એપ્લિકેશનમાં ભારતમાં દરેક રાજ્યની હેલ્પલાઇન નંબર પણ પૂરા પાડે છે.

READ ALSO

Related posts

કોરોનાની સારવાર લઈને મોતને હરાવી દેનાર અમદાવાદીઓ પ્લાઝ્મા ડોનેટ કરવામાં પાછળ

Nilesh Jethva

સચિન પાયલોટનું સમર્થન કરવુ ભારે પડ્યું, કોંગ્રેસે આ નેતાને પાર્ટીમાં હટાવી દીધા

Pravin Makwana

SBIમાં આટલા પદો પર બહાર પડી ભરતી, જલ્દી કરો! અરજી કરવા હવે ફક્ત આટલા જ દિવસ બાકી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!