GSTV

વડોદરામાં કોરોનાના વધુ 4 કેસ નોંધાયા, શહેરમાં કોરોનાના કુલ પોઝિટીવ કેસનો આંક 22 પર પહોંચ્યો

Last Updated on April 9, 2020 by pratik shah

વડોદરામાં કોરોના વાયરસનો કેર સતત વધી રહ્યો છે. વડોદરામાં (corona) કોરોનાના વધુ 4 કેસ નોંધાતા શહેરીજનોમાં ચિંતા ફેલાઇ ગઇ છે. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં 4 શંકાસ્પદ દર્દીઓનો રિપોર્ટ પોઝિટીવ આવતા(corona) તેમને ગોત્રી સ્થિત આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે.વધુ 4 કેસ સાથે વડોદરામાં કોરોનાના કુલ પોઝિટીવ કેસનો આંક 22 પર પહોંચ્યો છે.

વડોદરામાં કોરોનાના વધુ 4 કેસ નોંધાતા શહેરીજનોમાં ચિંતા

અમદાવાદમાં કોરોનાના સતત વધતા કેસોને લઇને આરોગ્ય વિભાગે શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવાની કામગીરી વધુ સઘન બનાવી છે. અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર વિજય નહેરાએ પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપતા કહ્યું કે અમદાવાદમાં કોટ વિસ્તારમાં કેસો વધતા સમગ્ર વિસ્તારને બફર ઝોન જાહેર કરી લોકોનું મેડિકલ ચેકઅપ કરાઇ રહ્યું છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વધુને વધુ લોકોના સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી રહી છે.કમિશનર વિજય નહેરાએ જણાવ્યું કે અમદાવાદમાં હજુ મોટી સંખ્યામાં કેસોમાં વધારો થઇ શકે છે. તેમણે કહ્યું કે હજુ એક હજારથી વધુ સેમ્પલના રિપોર્ટ આવવાના બાકી છે. તેનો રિપોર્ટ આવ્યા બાદ કોરોનાના કેસોમાં મોટો વધારો થાય તેવી સંપૂર્ણ શક્યતા છે. સાથે જ કમિશનર નહેરાએ સેમ્પલ લેવા માટે આવતા આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને સહકાર આપવા લોકોને અપીલ કરી છે.

અમદાવાદમાં કોટ વિસ્તારમાં કેસો વધતા સમગ્ર વિસ્તારને બફર ઝોન જાહેર

રાજ્યભરમાં વધતા કોરોનાના કેસ વચ્ચે હવે આરોગ્ય વિભાગ રેપિડ ટેસ્ટ કરવાની કામગીરી શરૂ કરવાની છે.. તે માટેની કીટ આવતીકાલે સાંજ સુધી આવી પહોચશે તેમ આરોગ્ય સચિવે કહ્યુ હતુ.રાજ્યમાં હજુ પણ આગામી અઠવાડિયા સુધી કોરોનાના કેસમાં વધારો થાય તેવી શક્યતા પણ આરોગ્ય વિભાગના અગ્રસચિવે વ્યક્ત કરી.

READ ALSO

Related posts

પાર્ટી ઓન? સુરતના ઉમરા વિસ્તારમાં ડીજે ના તાલમાં મગ્ન યુવા ધન ભૂલ્યા માસ્ક, કોરોના પણ ડાન્સમાં મસ્ત!

pratik shah

મેકઓવર: યોગી કેબિનેટનું આજે વિસ્તરણ, જિતિન પ્રસાદની જગ્યા ફિક્સ, આનંદીબેન પટેલ સાંજે લેવડાવશે શપથ

Pravin Makwana

ધર્મગુરુ ઝાકીર નાઈકને પુત્રવધુ જોઈએ છે, સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ અને મુકી આવી શરતો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!