GSTV

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 1136 નવા કેસો, કુલ ચેપગ્રસ્તોની સંખ્યા 62 હજારને પાર

ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં વધુ 1136 વ્યક્તિ કોરોના વાયરસની ઝપેટમાં આવી છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 62574 થયો છે. આ ઉપરાંત વધુ 24ના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મરણાંક હવે 2465 છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં સૌથી વધુ 262 જ્યારે અમદાવાદમાં 146 નવા કેસ નોંધાયા હતા. છેલ્લા 10 દિવસમાં ગુજરાતમાં ગુજરાતમાં કોરોનાના કુલ 11089 કેસ નોંધાઇ ચૂક્યા છે, છેલ્લા 24 કલાકમાં તાપી સિવાય રાજ્યના અન્ય તમામ જિલ્લાઓમાં કોરોનાના નવા કેસ નોંધાયા હતા.

છેલ્લા 24 કલાકમાં વધુ 1136 વ્યક્તિ કોરોના વાયરસની ઝપેટમાં આવી

જેમાં સુરત શહેરમાં 214-ગ્રામ્યમાં 48 નવા કેસનો સમાવેશ થાય છે. આ સાથે જ સુરતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 13331 છે. બીજી તરફ અમદાવાદમાં વધુ 146 સાથે કોરોનાના કુલ કેસનો આંક હવે 26663 થયો છે. અમદાવાદમાં ઘણા દિવસો બાદ 150થી ઓછા કેસ નોંધાયા છે. ગુજરાતના અન્ય જિલ્લાઓમાં કે જ્યાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં 95 સાથે વડોદરા, 87 સાથે રાજકોટ, 46 સાથે મહેસાણા, 42 સાથે જુનાગઢ, 44 સાથે ભાવનગર, 37 સાથે ગીર સોમનાથ, 30 સાથે દાહોદ, 29 સાથે સુરેન્દ્રનગર, 20-20 સાથે ખેડા કચ્છનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં હાલ એક્ટિવ કેસ 14327 છે જ્યારે 78 દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાંથી 12, અમદાવાદમાંથી 4, વડોદરા-મહેસાણામાંથી 2-2, જુનાગઢ-પાટણ-નવસારી-પોરબંદરમાંથી 1-1 વ્યક્તિના મૃત્યુ થયા હતા. આમ, કોરોનાથી કુલ મરણાંક હવે અમદાવાદમાં 1601, સુરતમાં 423 જ્યારે વડોદરામાં 83 છે. છેલ્લા 24 કલાકમાં 875 દર્દીઓ સાજા થયા છે. જેમાં સૌથી વધુ 187 સુરત, 117 અમદાવાદ, 85 ગાંધીનગર, 48, વડોદરા, 43 રાજકોટમાંથી છે. અત્યારસુધી કુલ 45872 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે.

ક્યાં સૌથી વધુ એક્ટિવ કેસ

જિલ્લોએક્ટિવ કેસકુલ કેસ
સુરત379513331
અમદાવાદ347726663
વડોદરા9884747
રાજકોટ9281891
મહેસાણા453900
દાહોદ447598
ભાવનગર4161424
સુરેન્દ્રનગર396805
જામનગર306765
ગાંધીનગર2991512

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હાલ 4.80 લાખ વ્યક્તિ ક્વોરેન્ટાઇન છે. છેલ્લા 24 કલાકમાં વધુ 26303 સાથે કોરોનાના કુલ ટેસ્ટનો આંક હવે 7,91,080 થયો છે. આરોગ્ય વિભાગના દાવા પ્રમાણે ગુજરાતની વસતી ધ્યાને લઇને પ્રતિ દિવસે 404.66 ટેસ્ટ પ્રતિ મિલિયન થાય છે.

કોરોનાના વધુ કેસ મામલે ગુજરાત નવમાં સ્થાને

કોરોનાના સૌથી વધુ કેસ ધરાવતા રાજ્યોમાં ગુજરાત નવમાં સૃથાને છે. ગુજરાતમાં હાલ 62574 કેસ છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 4.31 લાખ, તમિલનાડુમાં 2.51 લાખ, આંધ્રમાં 1.50 લાખ, દિલ્હીમાં 1.36 લાખ,કર્ણાટકમાં 1.29 લાખ, ઉત્તર પ્રદેશમાં 89048, પશ્ચિમ બંગાળમાં 72777, તેલંગાણામાં 64786 નવા કેસ છે. બિહાર 54508 કેસ સાથે 10માં સ્થાને છે.

ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં કોરોના કેસ-ટેસ્ટ
તારીખકેસટેસ્ટ
23 જુલાઇ107814855
24 જુલાઇ106815157
25 જુલાઇ108113944
26 જુલાઇ111021708
27 જુલાઇ105225474
28 જુલાઇ110822248
29 જુલાઇ114422914
30 જુલાઇ115925067
31 જુલાઇ115326704
1 ઓગસ્ટ113626303
કુલ110892,14,374

READ ALSO

Related posts

ઓ બાપ રે.. અમદાવાદના જીવનસંધ્યા વૃધ્ધાશ્રમમાં 42 વૃદ્ધોમાં કોરોનાનું સંક્રમણ, મેડિકલ એમ્બ્યુલન્સ રાઉન્ડ ધ ક્લોક તૈનાત કરાઈ

Bansari

ટ્રમ્પની એક ભૂલને કારણે અમેરિકાને 100 અબજનું નુક્સાન, ભારતીયોએ સૌથી વધુ ભોગવવું પડ્યું

Mansi Patel

ચૂંટણી સંગ્રામ/ ‘મોદીએ સૈનિકોનું અપમાન કર્યું, પ્રવાસી કામદારોને કોઈ મદદ ન કરી’ રાહુલ ગાંધીના વડાપ્રધાન પર આકરા પ્રહાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!