GSTV

કોરોનાના વળતા પાણી: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 185 કેસો નોંધાયા, સાજા થવાનો દર 98.04 ટકા પર પહોંચ્યો

કોરોના

Last Updated on June 20, 2021 by pratik shah

ગુજરાતમાં વાયરસની બીજી લહેર ધીમે ધીમે ઓછી થઈ રહી છે. બીજી તરફ નવા નવા કેસમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. સંક્રમણમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 185 કેસ નોધાયા છે. ગત વર્ષે 24 એપ્રિલ 2020માં પ્રથમ વખત 191 કેસ નોંધાયા હતા. આમ એક વર્ષ અને બે મહિના બાદનો સૌથી મોટો ઘટાડો નોઁધાયો છે,

બીજી તરફ રાહતની વાત એ છે કે રાજ્યના એક મહાનગર અને 13 જિલ્લામાં એક પણ નવા કેસ નોંધાયા નથી. સંક્રમણમાં ઘટાડો થતા રાજ્યના વહીવટી તંત્રે પણ રાહતનો શ્વાસ લીધો છે.

કોરોના

બીજી તરફ છેલ્લા 24 કલાકમાં 4 દર્દીઓના મોત નિપજ્યા છે, 651 દર્દીઓ સાજા થયા છે, તે કારણે રિક્વરી રેટમાં પણ મોટો સુધારો આવ્યો છે. અને રેટ 98.04 પર પહોંચ્યો છે. બીજી તરફ રાહતની વાત એ છે કે રાજ્યના 7 મહાનગર અને 30 જીલ્લામાં એક પણના અહેવાલ સામે આવ્યા નથી.

રાજ્યમાં 6 હજાર 109 એક્ટીવ કેસો નોંધાયા છે, તો 142 દર્દીઓ હજુ વેન્ટીલેટર પર છે. ગુજરાતમાં અત્યાર સુધી 8 લાખ 22 હજાર 334 દર્દીઓનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે, તો મોતનો આંકડ 10 હજાર 32 પર છે. આ વચ્ચે રાહતના સમાચાર એ છે રસીકરણમાં પણ વધારો થયો છે. રાજ્યમાં અત્યર સુધી 8 લાખ 6 હજાર 193 દર્દીઓ સારવાર લઈને ડિસ્ચાર્જ થયા છે.

Related posts

ફેસબુકની મિત્રતા-પ્રેમ યુવતીને ભારે પડયો/ બ્રેકઅપ છતાં પૂર્વ પ્રેમીએ એવા ફોટા બતાવ્યા કે બે વખત સગાઈ તૂટી ગઈ, પોલીસે યુવકને દબોચી લીધો

Harshad Patel

ગુજરાતમાં સતત મેઘ મહેર: રાજ્યના 56 જેટલા રસ્તાઓ બંધ થઈ ગયા, કેટલાક માર્ગો પર ડાયવર્ઝન અપાયું

pratik shah

AMCનો આમદની અઠન્ની ખર્ચા રૃપૈયા જેવો વહિવટ / બે રૃપિયા ભરી નકલ લઈ જવાનું જણાવવા માટે મ્યુનિ.એ ૨૫ રૃપિયાનો ખર્ચ કર્યો!

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!