GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

રાજ્યમાં જીવલેણ કોરોના કાબૂ બહાર: ઘાતક વાયરસથી સંક્રમિત કેસોની સંખ્યા 17 હજારને પાર

Corona

રાજ્યમાં જીવલેણ કોરોના કાબૂ બહાર જતો રહ્યો છે, ત્યારે ગુજરાતમાં હવે રોજ ૩૫૦-૪૦૦ કેસો નોંધાવવાની જાણે પરંપરા બની ગઈ છે.અનલોક-૧ના પ્રથમ દિવસે જ અમદાવાદમાં તો રવિવારની સરખામણીમાં સોમવારે કોરોનાના કેસોમાં વધારો નોંધાયા હતો. પરિસ્થિતિ વધુને વધુ ગંભીર બની રહી છે. ત્યારે હજુ પણ રાજ્ય આરોગ્ય વિભાગે એવો દાવો કર્યો છેકે,દર્દીઓના સાજા થવાનો દર વધ્યો છે.કોરોનાના જેટલા કેસો નોંધાઇ રહ્યાં છે તેનાથી બમણાં દર્દી સાજા થઇ રહ્યાં છે.ગુજરાતમાં દર્દીઓના સાજા થવાનો દર વધીને હવે ૬૨.૬૧ ટકા થયો છે. ગુજરાતમાં છેલ્લા 24 ક્લાકમાં વધુ ૪૨૩ કેસો નોંધાયા હતાં.

કુલ 17217 દર્દી નોંધાયા, 1063 દર્દીઓનાં મોત અને 10780 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ12,4948647708
સુરત1659711128
વડોદરા107439616
ગાંધીનગર28514161
ભાવનગર1228103
બનાસકાંઠા114587
આણંદ1011084
અરવલ્લી1115103
રાજકોટ115370
મહેસાણા120573
પંચમહાલ891072
બોટાદ59154
મહીસાગર116241
પાટણ80663
ખેડા68454
સાબરકાંઠા106354
જામનગર54337
ભરૂચ40334
કચ્છ80248
દાહોદ36028
ગીર-સોમનાથ45034
છોટાઉદેપુર33023
વલસાડ40114
નર્મદા18015
દેવભૂમિ દ્વારકા13011
જૂનાગઢ30023
નવસારી25012
પોરબંદર1224
સુરેન્દ્રનગર39116
મોરબી403
તાપી603
ડાંગ202
અમરેલી1012
અન્ય રાજ્ય1700
કુલ17,217106310,780

રાજ્યમાં કોરોનાના કુલ કેસોનો આંકડો ૧૭ હજારને પાર

રાજ્યમાં કોરોનાના કુલ કેસોનો આંકડો ૧૭ હજારને પાર કરી ગયો છે.. આ ઉપરાંત ૨૫ દર્દીઓના કરૂણ મોત થયા છે. પરિણામે મૃત્યુઆંક ૧૦૬૩ પર પહોંચ્યો છે. ગુજરાતમાં હવે લોકડાઉન તબક્કાવાર પૂર્ણ થયું છે. અનલોક-૧ જાહેર કરી રાજ્ય સરકારે વધુ રાહત આપી છે.અનલોક-૧ના પ્રથમ જ દિવસે પણ કોરોનાના કેસો ઓછા થઇ શકયાં નથી. ગુજરાતમાં એવી પરિસ્થિતીનું નિર્માણ થયુ છેકે,રોજ ૧૫થી વધુ જિલ્લામાં કોરોનાના કેસો નોંધાઇ રહ્યાં છે.

ગુજરાતમાં એવી પરિસ્થિતીનું નિર્માણ થયુ છેકે,રોજ ૧૫થી વધુ જિલ્લામાં કોરોનાના કેસો નોંધાઇ રહ્યાં

આ સ્થિતીને લીધે ગુજરાતમાં મોટાભાગના જિલ્લા કોરોનાથી સંક્રમિત થયાં છે.અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, રાજકોટ, સાબરકાંઠા, આણંદ, પોરબંદર, ભાવનગર, અરવલ્લી, પંચમહાલ, મહિસાગર, પાટણ, વલસાડમાં કુલ મળીને નવા ૪૨૩ કેસો નોંધાયા હતાં. અમદાવાદમાં તો અનલોક-૧ના પ્રથમ દિવસે જ ૩૧૪ કેસો નોંધાયા હતાં. રવિવારની સરખામણી સોમવારે કેસોની સંખ્યા વધી હતી.લોકડાઉનમાંથી તો અમદાવાદીઓને રાહત મળી છે પણ કોરોનાનું સંકટ હજુય ટળ્યુ નથી જેથી વધતાં કેસોને કારણે અમદાવાદીઓની ચિંતા વધી છે.

અનલોક-૧ના પ્રથમ જ દિવસે પણ કોરોનાના કેસો ઓછા થઇ શકયાં નહી

કેસોની સંખ્યા કૂદકેને ભૂસકે વધી રહી છે તેમ છતાંય કોરોનાના ટેસ્ટ કરાતાં નથી. આ જ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારની ફટકાર લગાવી છે ત્યારે રવિવારની સરખામણીમાં સોમવારે ઓછા ટેસ્ટ કરાયાં હતાં. સોમવારે૪૩૨૮ ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં.અત્યાર સુધી ગુજરાતમાં કુલ ૨,૧૬,૨૫૮ ટેસ્ટ કરવામાં આવ્યાં છે.હવે તો ખાનગી લેબમાં ય ટેસ્ટ કરવાની છૂટ આપવામાં આવી છે.

કેસોની સંખ્યા કૂદકેને ભૂસકે વધી રહી છે તેમ છતાંય કોરોનાના ટેસ્ટ કરાતાં નથી

ત્યારે બીજી તરફ ગુજરાતમાં ઉંચા મૃત્યુદરને તો રોકી શકાયો નથી પણ દર્દીઓનો સાજા થવાનો દર દિવસેને દિવસે વધી રહ્યો છે.આરોગ્ય વિભાગનો દાવો છેકે, રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર વધીને ૬૨.૬૧ ટકા થયો છે.અત્યાર સુધીમાં કુલ ૧૦,૭૮૦ લોકો કોરોનાને માત આપીને સ્વસ્થ થયાં છે. આજે પણ ૮૬૧ દર્દીઓ સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. એક જ દિવસમાં ૮૬૧ દર્દીઓ સાજા થયા હોય તેવી આ પ્રથમ ઘટના બની છે.અમદાવાદમાં તો ૭૯૦ જણાંને એક જ દિવસમાંથી રજા આપી દેવામાં આવી હતી.

કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને ૧૦૬૩ સુધી પહોંચ્યો

રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામવાનો સિલસીલો યથાવત રહ્યો હતો. ગુજરાતમાં કોરોનાએ વધુ ૨૫ દર્દીઓનો ભોગ લીધો હતો.અમદાવાદમાં ૨૨ દર્દીઓના મોત થયા હતાં. આ ઉપરાંત સુરતમાં ૨ અને અરવલ્લીમાં ૧ દર્દીનુ મોત થયુ હતું .કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને ૧૦૬૩ સુધી પહોંચ્યો છે.અત્યારે ૬૫ દર્દીઓ વેન્ટિલેટર પર છે જયારે ૫૩૦૯ દર્દીઓની તબિયત સ્થિર છે. અત્યારે ગુજરાતમાં કુલ ૨,૪૧,૦૪૬ લોકો સરકારી અને હોમ કવોરન્ટાઇન હેઠળ છે.આજે ૩૯૫૩ લોકોએ કવોરન્ટાઇનમાંથી મુક્તિ મેળવી હતી. ટૂંકમાં,ગુજરાતમાં હજુય કોરોનાની પક્કડ ઓછી થઇ નથી.

READ ALSO

Related posts

એક મધપુડાના કારણે 12 જેટલા દુકાનદારો થયા પરસેવે રેબઝેબ, યુ.જી.વી.સી.એલના અધિકારીઓએ હાથ અધર કરી દીધા

Nilesh Jethva

12 વર્ષના ટેણીયાની ચાલાકી જોઈ પોલીસ પણ ગોથા ખાઈ ગઈ, 10 સેકન્ડમાં ઉપાડી લીધા 10 લાખ

Pravin Makwana

તડકામાં આંખો ઝીણી કરીને મોબાઇલમાં નેટવર્ક શોધતા બાળકોને ભણવું તો છે પણ મોબાઇલમાં નેટવર્ક જ નથી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!