GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

રાજ્ય કોરોનાના વિષચક્રમાં: ગુજરાતમાં વાયરસથી ચેપગ્રસ્તોની સંખ્યા 16 હજાર પર પહોંચી, 1 હજાર લોકોનાં નિપજ્યાં કરૂણ મોત

Corona

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે, ત્યારે આ જીવલેણ વાયરસ પર કાબૂ મેળવી શકાયો નથી, તેમ છતાં રાજ્ય આરોગ્ય વિભાગ મહામારી અંકુશ હેઠળ છેતેવુ કૃત્રિમ ચિત્ર ઉભુ કરી રહ્યું છે. વાસ્તવમાં છેલ્લાં 14 જ દિવસમાં ગુજરાતમાં કોરોનાના 6 હજાર કેસો નોંધાયા છે, જ્યારે છેલ્લાં 19 દિવસમાં 500 દર્દીઓએ જીવ ગુમાવ્યાં છે. આ કોરોનાનુ વાસ્તવિક ચિત્ર છે. ગુજરાતમાં કોરોનાના કેસનો આંક 16 હજારને વટાવી ગયો છે.અત્યાર સુધીમાં મોડેલ સ્ટેટ ગુજરાતમાં કોરોનાથી 1 હજારથી વધુના મોત નિપજ્યાં છે. જોકે,આરોગ્ય વિભાગ તો દર્દીઓના રિકવરી રેટને આગળ ધરીને જાણે સિધ્ધી મેળવી હોય તેવો ડોળ કરી રહ્યું છે.પણ ઉંચા મૃત્યુદરને લઇને મૌન ધારણ કરીને બેઠું છે.

છેલ્લા 14 દિવસમાં ગુજરાતમાં કોરોનાના 6 હજાર કેસો નોંધાયા

ગુજરાતમાં કોરોનાના રોજ 250થી વધુ કેસો નોંધાઇ રહ્યાં છે. તે અત્યંત ગંભીર ચિંતાજનક બાબત છે, ત્યારે આ પરંપરા યથાવત રહી હતી.16મીએ ગુજરાતમાં કોરોનાના કેસોનો આંક 10 હજારનો રહ્યો હતો તે 30મી મે એ વધીને 16 હજાર સુધી પહોંચ્યો હતો. કેસોનો વધારો થઇ રહ્યો છે ત્યારે રાજ્ય આરોગ્ય વિભાગનો દાવો છેકે, રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો રેટ વધી રહ્યો છે.ગત 15 દિવસમાં રિકવરી રેટ 39.20 હતો તે વધીને હવે 56.43 ટકા થયો છે.

છેલ્લાં 19 દિવસમાં 500 દર્દીઓએ જીવ ગુમાવ્યાં

દેશના અન્ય રાજ્યમાં રિકવરી રેટ સરેરાશ 47.40 ટકા છે.રાજ્યમાં આજે પણ 621 લોકો સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અમદાવાદમાં તો 518 લોકોએ કોરોના સામેનો જંગ જીતી લીધો હતો જેથી તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.ગુજરાતમાં કુલ 9230 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યાં છે.રાજ્યમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં લોકડાઉનનો કડક અમલ થઇ રહ્યો છે પણ અન્ય વિસ્તારમાં જયાં છુટછાટ આપવામાં આવી છે જેના પગલે માસ્ક અને સોશિયલ ડિસટન્સના અભાવે કોરોના હવે ગામડાઓ તરફ પ્રસરી રહ્યો છે. ગુજરાતમાં રોજ સરેરાશ 15થી વધુ જિલ્લામાં કોરોનાના કેસો નોંધાઇ રહ્યાં છે જેના પરથી પ્રસ્થાપિત થઇ રહ્યું છેકે, કોરોનાનો ચિંતાજનક રીતે વ્યાપ વધી રહ્યો છે. ગુજરાતમાં નવા 412 કેસો નોંધાયા હતાં. અમદાવાદમાં 284 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હતો.આ ઉપરાંત સુરતમાં 55,વડોદરામાં 28,ગાંધીનગરમાં 12 કેસો નોંધાયા હતાં.

દેશના અન્ય રાજ્યમાં રિકવરી રેટ સરેરાશ 47.40 ટકા

અરવલ્લી, બનાસસકાંઠા, પંચમહાલ, સાબરકાંઠા, આણંદ, પાટણ, જામનગર, છોટા ઉદેપુર, ભાવનગર, મહિસાગર, કચ્છ, પોરબંદર, અમરેલીમાં ય કોરોનાએ દેખા દીધી હતી.ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 16356 કેસો નોંધાઇ ચૂક્યાં છે. ઉંચા મૃત્યુદરને રોકવામાં રાજ્ય આરોગ્ય વિભાગને હજુ સુધી સફળતા મળી નથી.આજે પણ ગુજરાતમાં 27 દર્દીઓના મોત થયાં હતાં.અમદાવાદમાં કોરોના 24 દર્દીઓને ભરખી ગયો હતો.ગાંધીનગર,બનાસકાંઠા અને મહેસાણામાં એક-એક દર્દીનુ મોત થયુ હતું. ગુજરાતમાં કોરોનાનો મૃત્યુઆંક વધીને 1007 સુધી પહોંચ્યો છે.

ગુજરાતમાં કોરોનાનો મૃત્યુઆંક વધીને 1007 સુધી પહોંચ્યો

હજુ 62 દર્દીઓને વેન્ટિલેટર પર મૂકાયાં છે. 6057 દર્દીઓની તબિયત સ્થિર છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 6119 છે.ઉલ્લેખનીય છેકે,રાજ્ય આરોગ્ય વિભાગે કુલ કેસોના આંકડા આપવાનું માંડી વાળ્યું છે અને માત્ર એક્ટિવ કેસની જ સંખ્યા દર્શાવાઇ રહી છે.ગુજરાત હાઇકોર્ટની ફટકાર બાદ રાજ્ય આરોગ્ય વિભાગ દોડતું થયુ છે. ગઇકાલની સરખામણીમાં આજે 800 ટેસ્ટ વધુ કરાયા હતાં. આજે રાજ્યમાં 4299 ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 2,05,780 ટેસ્ટ કરવામાં આવ્યાં છે. હાલમાં રાજ્યમાં કુલ 2,53,845 જણાં કવોરન્ટાઇન કરાયાં છે. છેલ્લાં એક જ દિવસમાં 60 હજાર લોકોને કવોરન્ટાઇનમાંથી મુક્ત કરવામાં આવ્યાં છે. ટૂંકમા, ગુજરાતમાં આરોગ્ય વિભાગના અથાગ પ્રયત્નો છતાંય હજુ ય કોરોનાની સ્થિતી થાળે પડી શકી નથી.

READ ALSO

Related posts

ગુજરાત બોર્ડનો મોટો નિર્ણય: ધો. 9થી 12ના અભ્યાસક્રમમાં થશે 30 ટકાનો ઘટાડો, વિદ્યાર્થીઓને મળશે મોટી રાહત

Mansi Patel

ટ્રમ્પની ભત્રીજીનો સનસનાટીભર્યો ખુલાસો: દગાબાજ અને ચીટર છે કાકા, બિઝનેસ સ્કૂલમાં એડમિશન માટે ડમી વિદ્યાર્થી દ્વારા થયા છે પાસ

Pravin Makwana

હવે ચીનને સતાવી રહ્યો છે બેંકોનો ભાગી જવાનો ડર, મોટી રકમના ઉપાડ ઉપર લગાવ્યો પ્રતિબંધ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!