GSTV

કોરોનાના કહેર વચ્ચે લોકડાઉનનું પાલન કરાવવા ગયેલી પોલીસ પર પથ્થરમારો

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમા લોકડાઉનના પાલન સમયે પોલીસ પર પથ્થરમારાનો બનાવ બન્યો હતો. ગોમતીપુરની કસાઈની ચાલી પાસે પોલીસ લોકડાઉનનુ પાલન કરાવવા પહોંચી હતી. ત્યારે તે સમયે પોલીસ  પર પથ્થરમારો થયો હતો. ત્યારે આ મામલાની ગંભીરતા જોઈને ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક ડીસીપી ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યાર બાદ સ્થિતિ પર કાબુ મેળવી લેવાયો હતો.

ગોમતીપુર વિસ્તારમા લોકડાઉનના પાલન સમયે પોલીસ પર પથ્થરમારાનો બનાવ બન્યો

દિલ્હીની તબલિગી જમામ મામલે ગુજરાત પોલીસ હવે સક્રિય થઈ છે. તમામ જિલ્લાની એસઓજી અને એટીએસને આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. રાજ્યના તમામ શહેરોમાં તબલિગી ખાનામાં તપાસના આદેશ ઉપરાંત તાબલિગ ખાનામાં બહારથી આવેલા તમામની અયકાયત કરી મેડિકલ તપાસ કરાવાની સૂચના અપાઈ છે.

દેશમાં 21 દિવસનું લોકડાઉન છે ત્યારે આ લોકડાઉનનો આજે આઠમો દિવસ

કોરોનાનાં કહેરને લઈને પૂરા દેશમાં 21 દિવસનું લોકડાઉન છે ત્યારે આ લોકડાઉનનો આજે આઠમો દિવસ છે. આઠમા દિવસે લોકો બેફિકર થઈને ઘરોની બહાર વધારે નીકળતા જોવા મળ્યા હતા. અમદાવાદનાં ગુરુકુલ વિસ્તારમાં લોકો પોલીસ પાસે બહાનાબાજી કરીને બહાર નીકળવાના નુસ્ખા કરતા જોવા મળ્યા હતા. અમદાવાદ એ હોટસ્પોટ જાહેર થયું છે. રાજ્યમાં સૌથી વધારે કેસો એ અમદાવાદમાં 31 છે. સૌથી કડક લોકડાઉનની જરૂર આ શહેરને છે. દેશના 16 હોટસ્પોટમાં અમદાવાદનો સમાવેશ થાય છે. આ સ્થિતિમાં પોલીસ કડક બનતાં તેમની પર હુમલાનો બનાવ ઘટ્યો છે.

ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક ડીસીપી ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો

અમદાવાદના કૃષ્ણનગરમાં પોલીસે શાકભાજી વેચતાં શ્રમજીવી પર રૂઆબ જમાવતા શાકભાજીની લારીઓ ઉંધી પાડી દીધી હતી. ભીડ ન હોવા છતાં પણ પોલિસની આ કામગીરી સામે લોકો નો રોષ સામે આવ્યો હતો ત્યારે ડી.જી.પી શિવાનંદ ઝા એ કૃષ્ણ નગરના પી.આઇ.ને સસ્પેન્ડ કરીને નવા પી.આઇને નીમ્યા છે.

READ ALSO

Related posts

VIDEO/ ઓ બાપ રે, રોડ પર ગાડી લઈને નિકળી પડ્યું આ ટેણિયું, ગાડીઓની કાપી રહ્યું છે સાઈડ

Pravin Makwana

આખરે ક્યારે હટશે રાત્રી કરફયૂ?, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી સ્પષ્ટતા

Pritesh Mehta

જાણવા જેવા નિયમો: 2000ની નોટ ફાટી જાય તો બેંક કેટલું આપશે રિફંડ, આ પ્રકારની નોટો બેંક ક્યારેય નહીં સ્વિકારે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!