GSTV

કોરોનાવાયરસનો કહેર: રાજ્યમાં ક્વોરન્ટાઈન ભંગનાં 236 ગુન્હા નોંધાયા, કુલ 897ની પોલીસે કરી અટકાયત

વિશ્વમાં કોરોનાવાયરસ (corona)નો કહેર યથાવાત છે. ત્યારે આ વૈશ્વિક મહામારી કોરોનાવાયરસને અટકાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસ સુધી ભારતમાં લોકડાઉનની જાહેરાત કરી છે, ત્યારે રાજય પોલીસ વડાએ પણ જણાવ્યું હતું કે લોકડાઉન દરમ્યાન જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓની કોઈ અછત વર્તાશે નહીં અને તેનું પરિવહન કરતાં વાહનોને અડચણ નહીં કરવા પણ પોલીસને પણ સુચના આપવામાં આવી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજયમાં જાહેરનામાં ભંગના 194 અને કવોરેન્ટાઈન ભંગના 89 ગુના નોંધાયા છે. અત્યાર સુધી ક્વોરેન્ટાઈન (corona) ભંગના 236 ગુના નોંધાઈ ચુકયા છે.

વિશ્વમાં કોરોનાવાયરસનો કહેર યથાવાત

રાજયમાં લોકડાઉનની જાહેરાત પહેલાથી જ થઈ ગઈ હતી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાઈરસની અસરને સમગ્ર દેશને બચાવવા 21 દિવસ સુધી લોકોને ઘરમાં રહેવા જ અપીલ કરીને દેશને લોકડાઉન જાહેર કર્યો છે. ત્યારે આ મામલે રાજય પોલીસ વડા શિવાનંદ જહાએ જણાવ્યું હતું કે લોકડાઉનના આ સમયગાળા દરમ્યાન રાજયના નાગરીકોને કોઈપણ જાતની તકલીફ ના પડે તેની પુરતી તકેદારી રાખવામાં આવી રહી છે.

ક્વોરન્ટાઈન ભંગનાં 236 ગુન્હા નોંધાયા

આ સ્થિતિમાં રાજયમાં સૌ નાગરિકોને દુધ, શાકભાજી, ફળફળાદી, અનાજ-કરીયાણું સહિતની આવશ્યક ચીજવસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે પોલીસને પણ સંવેદનશીલતાથી વર્તવા માટે સૂચના આપવામાં આવી છે. આ વાઈરસની સ્થિતિમાં જાહેર થયેલા દેશવ્યાપી લોકડાઉનને સમગ્ર રાજયમાંથી આવકારદાયક પ્રતિસાદ મળી રહયો છે અને આવનારા દિવસોમાં પણ લોકો આ જ પ્રકારનો સહકાર આપે તે જરૂરી છે કેમકે સોશ્યલ ડીસ્ટન્સીંગ થકી જ આ વાઈરસને મહાત આપી શકાશે.

પોલીસ પણ લોકડાઉનનો કડકાઈથી અમલ કરાવી રહી છે

પોલીસ પણ લોકડાઉનનો કડકાઈથી અમલ કરાવી રહી છે. તા.ર4 માર્ચથી અત્યાર સુધીમાં જાહેરનામાં ભંગના 191 ગુના અને ક્વોરેન્ટાઈન થયેલી વ્યક્તિઓ દ્વારા કાયદાના ભંગ બદલ 89 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત કુલ 3પ3 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. આમ રાજયમા અત્યાર સુધીમાં જાહેરનામાં ભંગના કુલ 490 અને ક્વોરેન્ટાઈન ભંગના ર36 ગુનાઓમાંથી કુલ 897 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

READ ALSO

Related posts

અમદાવદ મ્યુનિસિપલ કમિશ્નરે ચિંતા વ્યક્ત કરી, શહેરમાં કોરોનાના કેસ વધે તેવી શક્યતા

Ankita Trada

કોરોનાનો સૌરાષ્ટ્રમાં પગપેસરો, મોરબી અને જામનગરમાં 1-1 કેસ નોંધાતા તંત્ર હરકતમાં

Ankita Trada

દેશમાં કોરોના વાયરસનો ખતરો વધ્યો, દિલ્હીમાં 500થી વધુ લોકો ઝપેટમાં

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!