GSTV

રાજ્યમાં કોરોનાવાયરસના કેસોની સંખ્યામાં ચિંતાજનક વધારો, 40 પોઝિટીવ કેસ નોંધાયા

રાજ્યભરમાં લોકડાઉન છે. પરંતુ કોરોનાવાયરસ(corna)નાં કેસોની સંખ્યા સતત પ્રમાણમાં વધી રહી છે. રાજ્યમાં કુલ 40 પોઝિટીવ કેસ નોંધાયા છે. ગત રાતે અમદાવાદમાં કોરોના પોઝિટીવ દર્દીનું મોત થતા રાજ્યમાં કુલ મૃત્યુઆંક બે થયા છે. વડોદરામાં 55 વર્ષીય આધેડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમને એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. તે વ્યક્તિ યુકેથી આવ્યો હતો અને છેલ્લા 2 દિવસથી ગોત્રી જનરલ હોસ્પિટલમાં દાખલ હતો. રાજ્યમાં સુરત અને અમદાવાદમાં કોરોનાના દર્દીનું મોત થયુ છે.

40 પોઝિટીવ કેસ નોંધાયા

કોરોના વાયરસ ભારતમાં પણ સતત્ પ્રસરી રહ્યો છે અને દેશમાં કુલ મૃત્યુઆંક 12 થયો છે.ભારતાં પણ કોરોના વાયરસના પોઝિટીવ કેસોની સંખ્યા 600ને પાર થઈ છે..જોકે 46 દર્દીઓની સાજા પણ થઈ ગયા છે.બુધવારે દેશમાં કોરોનાના કારણે ત્રણ વ્યક્તિના મોત થયા છે.જેમાં તમિલનાડુમાં પહેલુ મોત નિપજ્યુ આ ઉપરાંત મધ્યપ્રદેશ અને અમદાવાદમાં કોરોનાના કારણે એક-એક વ્યક્તિનું મોત થયુ છે..મધ્યપ્રદેશના ઈન્દોરમાં 60 વર્ષના એક દર્દીનું મોત થયુ છે. દિલ્હીમાં પાંચ નવા પોઝિટીવ કેસ નોંધાયા જેથી દિલ્હીમાં કુલ 35 પોઝિટીવ કેસ આવ્યા છે. ત્યારે સમગ્ર વિશ્વ કોરોનાવાયરસનાં કારણે હાલ વ્યથિત છે. ત્યારે દેશમાં પણ કોરોનાવાયરસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

READ ALSO

Related posts

કોરોનાનો સૌરાષ્ટ્રમાં પગપેસરો, મોરબી અને જામનગરમાં 1-1 કેસ નોંધાતા તંત્ર હરકતમાં

Ankita Trada

દેશમાં કોરોના વાયરસનો ખતરો વધ્યો, દિલ્હીમાં 500થી વધુ લોકો ઝપેટમાં

pratik shah

ભાજપના 40 માં સ્થાપના દિવસ નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન, જાણો કોરોના અંગે શું કહ્યુ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!