GSTV

અમદાવાદમાં ખાનગી વાહનો પર પ્રતિબંધ, કોરોના ત્રીજા સ્ટેજ પર પહોંચ્યો

Last Updated on April 5, 2020 by pratik shah

21 દિવસના લોકડાઉનનો અડધો સમય વીતિ ગયો છે. ત્યારે હવે રહી રહીને અમદાવાદ પોલીસે કોરોનાના વધતા કેસોને ધ્યાને લઇને લોકડાઉનના કડક અમલ માટે આજથી અમદાવાદમાં તમામ ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.આ પ્રતિબંધમાં સરકારી તંત્ર, મીડિયા, અખબારના ફેરીયાઓ તેમજ જરૂરી સેવાના વાહનો જ ચાલુ રહેશે. બાકી કોઇપણ વ્યકિત પોતાનું ખાનગી વાહન લઇને બહાર નીકળી નહીં શકે. જો આમ છતા આ સૂચનાનું ભંગ થશે તો વાહનો ડિટેઇન કરવાની કાર્યવાહી કરાશે.

વાહન ડિટેઈન કરવામા આવશે

જો કોઈ પ્રાઈવેટ વાહન લઈને નિકળશે તો તેનું વાહન ડિટેઈન કરવામા આવશે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે. આ જાહેરનામા ડોક્ટરો, પેરામેડિકલ સ્ટાફ, ઓન ડ્યૂટી સરકારી કર્મચારી તેમજ દૂધ- શાકભાજી અને કરિયાણું લેવા જતા લોકોને છૂટ આપવામાં આવી છે.

તમામ વિસ્તારમાં હવે કડક કામગીરી

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ કોર્પોરેશનમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ છે..આ બેઠકમાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, મ્યુ.કમિશનર વિજય નહેરા તેમજ મંત્રી કૌશીક પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તો આ બેઠકમાં ધારાસભ્યો અને સાંસદ પણ તેમજ કલેકટર હાજર રહ્યા હતા. બેઠકમાં મ્યુ.કમિનશરે અમદાવાદ કોરોનાના ત્રીજા સ્ટેજમાં પહોંચી ગયું હોવાની વાત કરી છે. પૂર્વના બાપુનગર, જમાલપુર , દરિયાપુરમાં સૌથી વધુ કેસ હોવાની વાત કરતા આ તમામ વિસ્તારમાં હવે કડક કામગીરીની વાત કરી છે.

સરકારી તંત્ર, મીડિયા, અખબારના ફેરીયાઓ તેમજ જરૂરી સેવાના વાહનો જ ચાલુ રહેશે

અમદાવાદ પોલીસે કોરોનાના વધતા કેસોને ધ્યાને લઇને લોકડાઉનના કડક અમલ માટે આજથી અમદાવાદમાં તમામ ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.

READ ALSO

Related posts

શેરબજારમાં આગઝરતી તેજી: નિફ્ટી 16 હજારના આંકડા સાથે ઐતિહાસિક સ્તરને પાર, જાણો આ તેજીના મુખ્ય કારણો

pratik shah

અન્નોત્સવ દિવસની ઉજવણી / હજુ દિવાળી સુધી ગરીબોને મળશે મફત અનાજ, PM મોદીનો લાભાર્થીઓ સાથે સીધો સંવાદ

Dhruv Brahmbhatt

ફિટ ઈન્ડિયા ક્વીઝ: KBC માફક મોદી સરકાર લાવી રહી છે વિદ્યાર્થીઓ માટે આ ક્વીઝ, જીતનારા વિદ્યાર્થીને મળશે 3 કરોડનું ઈનામ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!