GSTV

કોરોના રસીના વ્યાપક ઉપયોગને મળી મંજૂરી, બ્રિટનના ઈતિહાસનો સૌથી મોટો રસીકરણ પ્રોગ્રામ

બ્રિટન (યુ.કે.) જગતનો પ્રથમ દેશ બન્યો છે, જેણે કોરોના માટે ફાઈઝર-બાયોએનટેકની રસીને મંજૂરી આપી દીધી છે. આ રસીના ડોઝ આપવાની આવતા અઠવાડિયાથી શરૂઆત થશે.બ્રિટનમાં દવા-રસીની મંજૂરી આપતા મેડિસિન્સ એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી (એમએચઆરએ)એ જણાવ્યું હતું કે આ રસી 95 ટકા સુધી સલામત જણાઈ છે. માટે આવતા અઠવાડિયાથી તેનો વ્યાપક ઉપયોગ શરૂ થઈ શકશે.

આ પહેલા રશિયાએ સ્પુતનિક-ફાઈવ રસી તૈયાર કરી લીધાનો દાવો કર્યો હતો, પણ એ રસી રશિયામાં કે રશિયા બહાર હજુ સુધી જોઈએ એવી કારગત સાબિત નથી થઈ. તેના પણ પરીક્ષણો ચાલે છે.બ્રિટને મંજૂરી આપી એ રસી અમેરિકી કંપની ફાઈઝર અને જર્મન કંપની બાયોએનટેક દ્વારા સંયુક્ત રીતે વિકસાવાઈ છે. બ્રિટિશ મેડિકલ અધિકારીઓએ જણાવ્યું હતું કે રસીને ઝડપથી મંજૂરી આપી છે, પરંતુ સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરાઈ નથી. રસીના તમામ પરીક્ષણો થયા છે અને રસીના પરિણામોનો પૂરતો અભ્યાસ કરાયો છે.

બ્રિટિશ આરોગ્યમંત્રી મેટ્ટ હેનકોકે કહ્યું હતું કે 2020નું વર્ષ કઠણાઈ ભર્યું નીવડી રહ્યું છે, પણ 2021 ઉજ્જવળ હશે. હવે આપણે આશાનો સૂર્યોદય આપણી સામે જોઈ શકીએ છીએ. આ રસી બે ડોઝમાં આપવાની છે. સૌથી વધુ જોખમ છે, એવા દર્દીઓને પહેલા અપાશે. આઠ લાખ ડોઝનો જથ્થો થોડા દિવસોમાં, જ્યારે 1 કરોડ ડોઝનો જથ્થો એ પછી બ્રિટનને મળી જશે.

બ્રિટિશ અધિકારીઓએ કહ્યું હતું કે બ્રિટનના ઈતિહાસનો આ સૌથી મોટો રસીકરણ પ્રોગ્રામ હશે. અત્યારે તો આખા બ્રિટનના ખૂણે ખૂણે રસી પહોંચતી થાય અને આગામી અઠવાડિયાથી ઉપયોગમાં આવી શકે એ માટેની તમામ વ્યવસ્થાઓ ગોઠવી દેવાઈ છે. ગંભીર દર્દીઓ ઉપરાંત હેલ્થકેર સ્ટાફ અને અન્ય જરૂરિયાતમંદોને સૌથી પહેલા ડોઝ અપાશે. 

જગતની સૌથી ઝડપથી તૈયાર થયેલી રસી

સામાન્ય રીતે રસી વિકસાવવામાં પાંચ-પંદર વર્ષ લાગી જતાં હોય છે. કોરોનાની કટોકટીને ધ્યાને લઈને બધી રસી વહેલી તૈયાર થાય એ માટે સંશોધકો દિવસ-રાત એક કરી રહ્યા છે. તેના જ પરિણામે આ રસી દસ મહિનામાં ઉપલબ્ધ થઈ છે. અત્યાર સુધીની આ જગતની સૌથી ઝડપી તૈયાર થયેલી રસી છે.

કોરોનાવાઈરસમાંથી જ બનેલી રસી

કોરોનાવાઈરસના જીનિટેક કોડ (બંધારણ)ને અલગ પાડી, તેના ટુકડાનો જ ઉપયોગ રસી બનાવામાં થયો છે. વૈજ્ઞાાનિક ભાષામાં આ રસી આરએનએ આધારિત છે.  જિનેટિક કોડના ટુકડા રસી તરીકે શરીરમાં જશે અને શરીરને કોરોના સામે કેમ લડવું એ શીખવશે. સામાન્ય રીતે કોઈ પણ વાઈરસની રસી એ વાઈરસનો ઉપયોગ કરીને જ બનતી હોય છે. આરએનએ રસીના ઉપયોગનો પણ આ જગતનો પ્રથમ કિસ્સો છે. આ પહેલા આરએનએ આધારિત રસીને મનુષ્યો પર વાપરવાનો કોઈ પ્રસંગ બન્યો નથી.

રશિયામાં મોટે પાયે રસીકરણ, રસીનું ઉત્પાદન ભારતમાં

રશિયાએ સ્પુતનિક-ફાઈવ રસીનો વ્યાપક ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે. પુતિને આદેશ આપ્યો છે કે આખા દેશમાં આવતા અઠવાડિયાથી જ રસી આપવાની શરૂઆત કરી દો. આ રસી પણ 95 ટકા સુધી અસરકારક હોવાનો રશિયાનો દાવો છે. ભારતમાં પણ આ રસીનું મર્યાદિત ધોરણે પરીક્ષણ થઈ રહ્યું છે. રશિયા પણ આ રસીના દસ કરોડ ડોઝ તૈયાર કરવાનું નક્કી કર્યું છે, જે ભારતીય કંપની હેટેરો ઉત્પાદિત કરશે. આ માટે રશિયા અને ેહેટેરો વચ્ચે કરાર થઈ ચૂક્યા છે. રશિયા આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ રસીનો એક ડોઝ દસ ડોલરની કિંમતે વેચવા ધારે છે.

માઈનસ 70 ડીગ્રી તાપમાને સચવાશે

આ રસી સામાન્ય ફ્રીજમાં નહીં પણ માઈનસ 70 ડીગ્રી ધરાવતા ફ્રિઝરમાં સાચવવાની રહેશે. નીચું તાપમાન જરૂરી હોવાથી ખાસ પ્રકારના બોક્સ દ્વારા જ તેની હેરાફેરી થઈ શકશે. ડિલિવર થયા પછી પાંચ દિવસ સુધી ઉપયોગમાં લઈ શકાશે. આ રસીની નક્કી થયેલી કિંમત 15 પાઉન્ડ જેવી છે, પણ એ દર્દીઓ પાસેથી લેવાશે કે નહીં તે સ્પષ્ટ નથી.

READ ALSO

Related posts

ભરતપુરમાં 5 મહિનાથી કોરોના સંક્રમિત છે મહિલા, સતત 31 વખત કોરોના ટેસ્ટ આવ્યો પોઝિટીવ

Sejal Vibhani

કાંટાની ટક્કર/ છ મહાનગરપાલિકાની ચૂંટણી 21મી ફ્રેબ્રુઆરીએ યોજાશે, બે તબક્કામાં ચૂંટણીનું આયોજન: રસા કસીનો જંગ

pratik shah

હેકર્સે યુવક પાસે કરી રૂપિયા 10 કરોડની માંગ, આપી અંગત ફોટા વાયરલ કરવાની ધમકી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!