ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે તો કોરોના પોઝિટિવ દર્દીઓના મોતના સિલસિલમાં પણ વધારો નોંધાયો છે ગઇકાલે આઠ બાદ આજે વધુ નવ કોરોના પોઝિટિવ દર્દીના મોત નિપજ્યા છે. એટલે કે, છેલ્લા ૪૮ કલાકમાં ગાંધીનગર શહેર તથા જિલ્લાના ૧૭ જેટલા કોરોનાગ્રસ્ત દર્દીઓએ દમ તોડયો છે. સારવાર દરમિયાન મોત થતા હોવાને કારણે ગાંધીનગર સિવિલ સહિત ખાનગી હોસ્પિટલમાં આપવામાં આવતી આરોગ્યની સેવાઓ સામે સવાલ ઉભા થયા છે. ૬૦ વર્ષથી ઉપરના કોરોના પોઝિટિવ દર્દીઓ કે જેમના ફેફસાંમાં વાયરસે ખુબ જ ડેમેજ કરી દીધું હોય છે તેવા દર્દીઓને બચાવી શકવા તબીબો માટે મુશ્કેલ બની રહ્યું છે.

60 વર્ષથી ઉપરના કોરોના પોઝિટિવ દર્દીઓ કે જેમના ફેફસાંમાં વાયરસે ખુબ જ ડેમેજ કરી દીધું હોય છે
દિવાળી બાદ કોરોના વાયરસ વધુ આક્રમક બનવાની સાથે પ્રાણધાતક પણ બન્યો છે જો કે, સરકાર દ્વારા ફરી મોતના આંકડા છુપાવવાની પ્રવૃત્તી કરવામાં આવી રહી છે જેના કારણે સમાજમાં ખોટો સંદેશો જઇ રહ્યો છે. ગાંધીનગર શહેર તથા જિલ્લાની જ વાત કરીએ તો છેલ્લા બે દિવસમાં ગાંધીનગર શહેર તથા જિલ્લાના ૧૭ જેટલા કોરોના પોઝિટિવ દર્દીના મોત થયા છે. ગઇકાલે એટલે કે મંગળવારે આઠ પોઝિટિવ દર્દીના મોત થયા હતા.

ગાંધીનગર શહેર તથા જિલ્લાના ૧૭ જેટલા કોરોના પોઝિટિવ દર્દીના મોત થયા
જ્યારે બુધવારે ૨૪ કલાક દરમિયાન ગાંધીનગર શહેર જિલ્લાના કુલ નવ પોઝિટિવ દર્દીઓએ જીવ ગુમાવ્યો હોવાનું સામે આવી રહ્યું છે. ગાંધીનગર શહેરી વિસ્તારના સેક્ટર-૨૧ અને સે-૨૬ના એક-એક વૃધ્ધે જીવ ગુમાવ્યો છે જ્યારે સૌથી વધુ ખરાબ સ્થિતિ ગાંધીનગર તાલુકાની થઇ રહી છે અહીં પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધુ આવી રહી છે તો બીજીબાજુ પોઝિટિવ દર્દીઓના મોત પણ ગાંધીનગર તાલુકાના વધુ થઇ રહ્યા છે.
બીજીબાજુ પોઝિટિવ દર્દીઓના મોત પણ ગાંધીનગર તાલુકાના વધુ થઇ રહ્યા
સરઢવના વૃધ્ધ, વલાદના વૃધ્ધા ઉપરાંત પેથાપુરના ૬૫ વર્ષિય પોઝિટિવ વૃધ્ધ તેમજ વાવોલના પોઝિટિવ વૃધ્ધ મળીને ગાંધીનગર તાલુકામાંથી છેલ્લા ૨૪ કલાકમાં ચાર વૃધ્ધ દર્દીના મોત નિપજ્યા છે જ્યારે માણસા તાલુકાના વેડા, દહેગામ તાલુકાના હાલીસા તથા કલોલ તાલુકાના સઇજ ગામના પોઝિટિવ વૃધ્ધે સારવાર દરમિયાન પોજાનો જીવ ગુમાવ્યો છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયા બુધવારે ૨૪ કલાક દરમિયાન નવ દર્દીના મોત નિપજ્યા છે તેમ છતાં ગાંધીનગર જિલ્લા તંત્રની યાદીમાં એક પણ મૃત્યું કોવિડ ડેથ તરીકે ગણવામાં આવ્યું નથી.

તો બીજીબાજુ ગાંધીનગર શહેર તથા જિલ્લામાં પોઝિટિવ દર્દીઓમાં સતત વધારો થઇ રહ્યો છે. પાટનગરમાં બુધવારે નવા ૩૬ જ્યારે જિલ્લાના ગ્રામ્યવિસ્તારમાં વધુ ૩૫ મળી કુલ ૭૧ કેસ જિલ્લા તંત્રના ચોપડે નોંધાયા છે.
શહેર-જિલ્લામાં અત્યાર સુધીના સૌથી વધારે પ૦૦ એક્ટીવ પેશન્ટ
ગાંધીનગર શહેર અને જિલ્લામાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે તો સામે ડીસ્ચાર્જ કરવાના કિસ્સા ઘટી રહ્યાં છે. છેલ્લા ત્રણ દિવસથી પોઝિટિવ દર્દીઓ ૭૦ની નજીક રહે છે જેના કારણે એક્ટીવ કેસની સંખ્યામાં વધારો થયો છે. ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ૧૯૯ હાલ એક્ટીવ કેસ છે. તો પાટનગરમાં એક્ટીવ કેસની સંખ્યા ૩૦૦ સુધી પહોંચી ગઇ છે. આમ ગાંધીનગર શહેર અને જિલ્લામાં હાલ પ૦૦ કોરોના પોઝિટિવ દર્દીઓ છે. જે પૈકી ૨૦૦ દર્દીઓને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે મોટાભાગના એક્ટીવ કેસ હોમ આઇસોલેશનમાં છે.
READ ALSO
- અમદાવાદ/ ઉત્તરાયણ વિત્યા બાદ સફાઈકામદારોનું કામ વધ્યું, અલગ અલગ વિસ્તારમાંથી 500 કિલોથી વધુ દોરીનો કર્યો નિકાલ
- ભરૂચ/ પેટ્રોલ પમ્પ પર ટેમ્પો ચાલકે વિકલાંગને કચડી નાખ્યો, ઘટના સ્થળે થયું કમકમાટી ભર્યું મોત
- હવે સરળતાથી NPS એકાઉન્ટમાંથી કાઢી શકશો પૈસા, અહીંયા જાણો કેવી રીતે કરશો પ્રોસેસ
- અમદાવાદના બોપલમાં રહેતી પ્રાચી જિંદલનું નસીબ ખુલી ગયું, દિલ્હીમાં યોજાતી પરેડમાં રહેશે હાજર
- પાટણ/ HNGUમાં કારોબારી ચૂંટણીના ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ, 25મીએ મતદાન